ETV Bharat / state

દમણ અને દીવમાં આજે 60મા મુક્તિ દિવસની ઉજવણી કરાઈ

author img

By

Published : Dec 19, 2020, 9:36 AM IST

દમણ અને દીવમાં આજે 60મા મુક્તિ દિવસની ઉજવણી થશે
દમણ અને દીવમાં આજે 60મા મુક્તિ દિવસની ઉજવણી થશે

19 ડિસેમ્બર કેન્દ્રશાસિત પ્રદેશ દમણ અને દીવના લોકો માટે ખૂબ જ મહત્ત્વનો હોય છે. કારણ કે, આજથી 60 વર્ષ પહેલા 1961માં દમણને 402 વર્ષના, દીવને 426 વર્ષના પોર્ટુગીઝ શાસનમાંથી મુક્તિ મળી હતી. ભારતીય સેનાએ આ મુક્તિ અપાવી હતી. આજે દમણમાં તમામ લોકો આ આઝાદી દિવસની ધામધૂમથી ઊજવણી કરશે.

  • દમણ-દિવનો આજે મુક્તિ દિવસ
  • પ્રશાસન દ્વારા કરાઈ રહી છે ઉજવણી
  • રાષ્ટ્રધ્વજને સલામી આપી ઉજવણીની શરૂઆત થશે
    દમણ અને દીવમાં આજે 60મા મુક્તિ દિવસની ઉજવણી થશે
    દમણ અને દીવમાં આજે 60મા મુક્તિ દિવસની ઉજવણી થશે

દમણઃ આ અતિ મહત્ત્વનો દિવસ હોવા છતાં આ વખતે કોરોના મહામારીને ધ્યાને રાખી સીમિત નગરજનો, અધિકારીઓની હાજરીમાં મુક્તિ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. આ માટે મોટી દમણ જેટી પર ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

દમણ અને દીવમાં આજે 60મા મુક્તિ દિવસની ઉજવણી થશે
દમણ અને દીવમાં આજે 60મા મુક્તિ દિવસની ઉજવણી થશે

પ્રશાસક પ્રફૂલ પટેલ જનતાને સંબોધન કરશે
આ વખતના મુક્તિ દિવસની ઉજવણી મોટી દમણ જેટી ખાતે કરવામાં આવી છે. જ્યાં પ્રશાસક પ્રફુલ પટેલના હસ્તે રાષ્ટ્રધ્વજને સલામી આપવામાં આવશે. તિરંગાને સલામી આપ્યા બાદ પ્રશાસક પ્રફુલ પટેલ દમણની જનતાને સંબોધન કરી દમણ અને દીવમાં કરેલા વિકાસના કાર્યોની રૂપરેખા આપશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.