AAP પોતાની રોજી રોટી શેકવા માટે ગરબડ કરી રહી છે : નીતિન રાઉત

author img

By

Published : Sep 23, 2022, 1:14 PM IST

AAP પોતાની રોજી રોટી શેકવા ગરબડ કરવાની કોશિશ, BJPની B ટીમ : નીતિન રાઉત

વલસાડની 5 વિધાનસભા ક્ષેત્રના મતદારો રસ્તા, રોજગારી (MLA Nitin Raut Vapi visited) સહિતની સમસ્યાને કારણે ભાજપ સરકારથી નારાજ છે. જેથી 3 વિધાનસભા ક્ષેત્રમાં કોંગ્રેસ માટે સાનુકૂળ સ્થિતિ હોવાનું અને AAP ભાજપની B ટીમ બની પોતાના ફાયદા માટે ગરબડ કરવાની કોશિશ કરી રહી હોવાના આક્ષેપ કોંગ્રેસના MLA અને વલસાડ લોકસભા સીટના નિરીક્ષક નીતિન રાઉતે કર્યા છે (Nitin Raut Vapi visited Assembly Constituency)

વાપી ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી 2022ને લઈને કોંગ્રેસે કાર્યકરો સાથે મિટિંગોનો દોર શરૂ કર્યો છે. જે અંતર્ગત વલસાડ જિલ્લામાં મહારાષ્ટ્ર સરકારના માજી મંત્રી અને હાલમાં ધારાસભ્ય ડો. નિતિન રાઉતે વિધાનસભા ક્ષેત્રનો પ્રવાસ કરી પક્ષના નેતાઓ, આગેવાનો, કાર્યકરો, મંડળના પ્રમુખ સાથે ચર્ચા વિચારણા કરી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. આ ઉપરાંત નીતિન રાઉતે ભાજપ અને આમ આદમી પાર્ટી પર આકરા પ્રહારો કર્યા હતા. (MLA Nitin Raut Vapi visited)

ચૂંટણીને લઈને કોંગ્રેસે કાર્યકરો સાથે મિટિંગોનો દોર કર્યો શરૂ

વલસાડમાં મતદારો ભાજપ સરકારથી નારાજ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી 2022ને લઈને અખિલ ભારતીય કોંગ્રેસ કમિટી દ્વારા વલસાડ લોકસભા સીટના નિરીક્ષક તરીકે મહારાષ્ટ્ર સરકારના માજી મંત્રી અને હાલમાં ધારાસભ્ય ડો. નિતિન રાઉતને જવાબદારી સોંપી છે. જે બાદ નીતિન રાઉત હાલ 2 દિવસથી વલસાડ જિલ્લાની 5 વિધાનસભા ક્ષેત્રનો પ્રવાસ કરી રહ્યા છે. રાઉતે વલસાડ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ દિનેશ પટેલ અને અન્ય કોંગ્રેસી કાર્યકરો સાથે કરી રહેલા પ્રવાસ દરમ્યાન પક્ષના નેતાઓ, આગેવાનો, કાર્યકરો, મંડળના પ્રમુખ સાથે ચર્ચા વિચારણા કરી જરૂરી માર્ગદર્શન આપી રહ્યા છે. (Valsad assembly seat)

ભાજપ અને AAP પર પ્રહાર વાપીમાં પણ રાઉતે એક સભાનું આયોજન કરી કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ નેતાઓ, આગેવાનો, હોદ્દેદારો, શહેરપ્રમુખ, મહિલા પ્રમુખ, યુવક કોંગ્રેસ, NSUI, સેવાદળ, તાલુકા કોંગ્રેસ પ્રમુખ તેમજ પાયાના કાર્યકર્તાઓ સાથે મતદાર યાદી, પ્રચાર-પ્રસાર સામગ્રી, બુથ કમિટી, નિષ્ક્રિય કાર્યકરો સામે કાર્યવાહી સહિતના મુદ્દે ચર્ચા વિચારણા કરી હતી. આ તબક્કે નીતિન રાઉતે ભાજપ અને આમ આદમી પાર્ટી પર પ્રહારો કર્યા હતા. આ વિધાનસભા ચૂંટણીમાં મતદારો ભાજપ સરકારથી નારાજ હોય કોંગ્રેસને મજબૂત કરશે તેવો આશાવાદ સેવ્યો હતો. (Vapi assembly seat)

રસ્તા, રોજગાર, રાહતની જનતા ત્રસ્ત નીતિન રાઉતે વલસાડ વિધાનસભા ક્ષેત્રની મુલાકાતે જણાવ્યું હતું કે, તેઓ બે દિવસથી કપરાડા, વલસાડ, ધરમપુર અને વાપી વિધાનસભા ક્ષેત્રમાં પ્રવાસ કરી રહ્યા છે. જેમાં હાલની પરિસ્થિતિ કોંગ્રેસ તરફી હોવાનું અને સ્થાનિક મતદારો પરિવર્તન માંગતા હોવાનું જાણવા મળી રહ્યું છે. જિલ્લાના આદિવાસી ક્ષેત્રમાં રાજ્ય સરકાર તરફ નારાજગીનો સુર ઉઠ્યો છે. આદિવાસી ક્ષેત્રમાં સરકાર દ્વારા ચોખામાં પ્લાસ્ટિક મિક્સ કરીને આપવા, શેરડીમાં મજૂરી કામ માટે જતા મજૂરો માટે અનેક વ્યવસ્થાનો અભાવ, તમામ મુખ્ય રસ્તાઓ ખાડા માર્ગ બન્યા તેમજ ટ્રાફિક જામ સહિતની સમસ્યાઓને લઈને ભાજપ સરકાર તરફ મતદારો નારાજ છે. આવી સ્થિતિમાં કોંગ્રેસ મજબૂત બને તે માટે સ્થાનિક આગેવાનો સાથે મિટિંગો કરી સંગઠનને વધુ મજબૂત બનાવવા માર્ગદર્શન આપી રહ્યા છે. (Nitin Raut hits at BJP)

ચૂંટણીમાં કોંગ્રેસ માટે સાનુકૂળ સ્થિતિ નિતીન રાતે ઉમેર્યું હતું કે, તેઓ વલસાડ જિલ્લાના વિધાનસભા ક્ષેત્રમાં કોંગ્રેસના સંગઠન માળખાને મજબૂત કરવાની જવાબદારી સાથે આવ્યા છે. તેમની આ જવાબદારી તેઓ નિભાવી રહ્યા છે. જ્યારે કયા વિધાનસભામાં કયા ઉમેદવારની પસંદગી કરવી તે પસંદગી કમિટીની જવાબદારી છે. જેમાં તેમને આશા છે કે પાર્ટી યોગ્ય ઉમેદવારની પસંદગી કરશે. જિલ્લાની પાંચ વિધાનસભા પૈકી ત્રણ વિધાનસભામાં કોંગ્રેસ માટે સાનુકૂળ સ્થિતિ હોવાનો દાવો નીતિન રાઉતે કર્યો હતો.(Nitin Raut Vapi visited Assembly Constituency)

AAP પોતાની રોજી રોટી શેકવા માટે ગરબડ નીતિન રાઉતે ભાજપ અને આમ આદમી પાર્ટી પર પ્રહારો કરતા જણાવ્યું હતું કે, વલસાડ જિલ્લાની તમામ વિધાનસભા ક્ષેત્ર એક સમયે કોંગ્રેસનો ગઢ હતો. ઇન્દિરા ગાંધીના સમયમાં અહીંના ગરીબ આદિવાસીઓને જમીન આપતા સાથે રસ્તા, વીજળી અને પાણી જેવી પાયાની જરૂરિયાત પહોંચાડી હતી. તેમ છતાં કોંગ્રેસના કાર્યકરોએ માતા સમાન કોંગ્રેસના પેટમાં ખંજર ભોંકી ભાજપમાં ભળી પોતાનો સ્વાર્થ સાધ્યો છે. એ જ રીતે અહીં આમ આદમી પાર્ટી પણ BJP ની B ટીમ હોવાનું અને આમ આદમી અહીંની આમ જનતા છે. જ્યારે આમ આદમી પાર્ટી પોતાની રોજી રોટી શેકવા માટે ગરબડ કરવાની કોશિશ કરી રહી હોવાના આક્ષેપ કર્યા હતાં. (Nitin Raut meeting with activists in Vapi)

બિહારમાં બિહારીબાબુએ કરેલું કામ ગુજરાતમાં કરશે ઉલ્લેખનીય છે કે જે રીતે બિહારના પુરવાંચલ ક્ષેત્રમાં નીતિશકુમારે જે કામ કર્યું છે. તેવું કામ વલસાડ જિલ્લાના શહેરી ક્ષેત્રમાં કરવામાં આવશે અને ઉત્તર ભારતીય સમાજના જે લોકો અહીં વસવાટ કરે છે. તેમની સાથે સમાજવાદી વિચારધારા સ્થાપિત કરીશુ તેવું જણાવતા નીતિન રાઉતે વલસાડ જિલ્લામાં કોંગ્રેસ પાસે ઘણા કાર્યકરો છે અને તેમાંથી નેતા બની શકે તેવા ઉમેદવારો તૈયાર કરવાની નેમ વ્યક્ત કરી હતી. (Gujarat Assembly Election 2022)

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.