વાપી કોર્ટમાં આરોપીએ મહિલા જજ પર ફેંક્યું ચપ્પલ!

author img

By

Published : Sep 30, 2021, 9:02 AM IST

વાપી કોર્ટમાં આરોપીએ મહિલા જજ પર ફેંક્યું ચપ્પલ!

વાપી કોર્ટમાં બુધવારે એક ઘરફોડ ચોરીની સજા કાપી રહેલા કેદીએ મહિલા જજ પર ચપ્પલ ફેકતા આ ગંભીર હરકત બદલ આરોપી સામે કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઘરફોડ ચોરીના ગુન્હામાં સજા કાપી રહેલ આ અપરાધિની કોર્ટમાં મહિલા જજ સમક્ષ સુનાવણી ચાલી રહી હતી. ત્યારે અચાનક જ આવેશમાં આવી ગયેલા કેદીએ પોતાના પગમાં પહેરેલ ચપ્પલ મહિલા જજ પર ફેંક્યું હતું.

  • વાપીમાં જજ પર આરોપીએ ચપ્પલ ફેંક્યું
  • નવસારી જેલમાં 3 વર્ષથી સજા કાપી રહેલ કેદી ની ગંભીર હરકત
  • ચપ્પલ ફેંકનાર આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ

વાપી : વાપી કોર્ટ ખાતે નવસારી જેલમાંથી કોર્ટ કાર્યવાહી માટે આવેલ એક ઘરફોડ ચોરીના ગુન્હામાં 3 વર્ષથી સજા કાપી રહેલ અપરાધીએ કોર્ટમાં સુનાવણી દરમ્યાન ઉશ્કેરાઈ જઇ મહિલા જજ પર ચપ્પલ ફેંક્યું હતું. આ ગંભીર ઘટના બાદ આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. કોર્ટમાં બુધવારે બપોરે નવસારીમાં છેલ્લા ત્રણ વર્ષથી સજા કાપી રહેલ એક ઘરફોડ ચોરીના રીઢા અપરાધીને મહિલા જજ સમક્ષ રજુ કર્યો હતો. ઘરફોડ ચોરીના ગુન્હામાં સજા કાપી રહેલ આ અપરાધિની કોર્ટમાં મહિલા જજ સમક્ષ સુનાવણી ચાલી રહી હતી. ત્યારે અચાનક જ આવેશમાં આવી ગયેલા કેદીએ પોતાના પગમાં પહેરેલ ચપ્પલ મહિલા જજ પર ફેંક્યું હતું.

આ પણ વાંચો : વડાપ્રધાન આજે રાજસ્થાનમાં પેટ્રોકેમિકલ્સ ટેકનોલોજી સંસ્થાનું ઉદ્ઘાટન કરશે, 4 મેડિકલ કોલેજોનો શિલાન્યાસ કરશે

ચપ્પલ ફેંક્યા બાદ વધુ કોઈ હુમલો કરે તે પહેલાં પકડી લીધો

અચાનક બનેલી ઘટનાથી મહિલા જજ સહિત કોર્ટરૂમમાં હાજર વકીલો, પોલીસ સ્ટાફ પણ ગભરાઈ ગયો હતો. અને નવસારી જેલમાંથી કેદી પાર્ટી સાથે કોર્ટ રૂમમાં લાવેલ ઘરફોડ ચોરીના આરોપીને પકડી લીધો હતો. મહિલા જજ પર ચપ્પલ ફેંક્યું હોય તે બાદ વધુ કોઈ હુમલો કરે તે પહેલાં પોલીસે તેને દબોચી લઈ કોર્ટરૂમની બહાર લઈ ગઈ હતી.

સાક્ષીઓની હાજરીમાં કાયદેસરની કાર્યવાહીની પ્રક્રિયા હાથ ધરાઈ

આ ઘટના બાદ વાપી કોર્ટમાં કાર્યરત મહિલા જજે રજિસ્ટ્રાર ને બોલાવી ચપ્પલ ફેંકનાર આરોપી સામે કાયદેસરની કાર્યવાહી કરવા તજવીજ હાથ ધરી હતી. જો કે ગંભીર ઘટના હોય વાપીમાં મોડી રાત સુધી ચર્ચા એરણ પર રહી હતી. તો વકીલોએ પણ આ ઘટના નજરો નજર નિહાળી હોય શહેરમાં ટોક ઓફ ધ ટાઉન બની હતી. ઘટના બાદ સાક્ષીઓની હાજરીમાં સમગ્ર ઘટના અંગે કાયદેસરની કાર્યવાહી કરવા જરૂરી પ્રક્રિયા હાથ ધરાઈ હતી.

આ પણ વાંચો : WB By Election 2021: ભવાનીપુર પેટાચૂંટણીમાં દીદીની પ્રતિષ્ઠા દાવ પર, મતદાન શરૂ

વલસાડના ઇતિહાસમાં પ્રથમ ઘટના

વલસાડ જિલ્લાના ઇતિહાસમાં કોઈ આરોપીએ કોર્ટરૂમમાં જજ પર ચપ્પલ ફેંક્યું હોય તેવી આ પ્રથમ ઘટના છે. જ્યારે ત્રણેક વર્ષ પહેલાં આ પ્રકારે જ નવસારીમાં એક આરોપીએ જજ પર ચપ્પલ ફેંક્યું હતું. જે બાદ તે આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ હતી. જે ઘટનાને વાપીની ઘટનાએ ફરી તાજી કરી હતી. વાપી કોર્ટમાં આરોપીએ મહિલા જજ પર ચપ્પલ ફેંક્યા બાદ તેને પોલીસે દબોચી લીધો હતો ત્યારે વકીલોના કહેવા મુજબ તે એવું પણ બાબડયો હતો કે જો કોઈ હથિયાર હોત તો જજને કાપી નાંખત જેના પરથી અંદાજ લગાવી શકાય છે કે ચપ્પલ ફેંકનાર આરોપી કેટલો ખૂંખાર હશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.