દાહોદના: કતવારા ગામે બજારમાં બે યુવકો પાસેથી,5,07,500ની કિંમતની બનાવટી નોટો મળી આવતા પોલીસ ચોંકી ઉઠી હતી. દાહોદ જિલ્લામાં નકલી નોટો ઘુસાડવા માટે ફરતાં આ બંને યુવકની ધરપકડ કરી હતી. બનાવટી નોટો દાહોદમાં ઘૂસાડવાના કૌભાંડ મામલે બંને સામે પોલીસે ગુનો દાખલ કરીને તેમના રિમાન્ડ મેળવવા આગળની કાર્યવાહી હાથ ધરી છે.
1015 નકલી નોટો: કતવારા ગામે બજારમાં બે યુવકો રૂપિયા 500ના દરની ચલણની નકલી નોટો લઈ આવી રહ્યા છે. બાતમીના આધારે દાહોદ પોલીસ અને દાહોદ એસ.ઓ.જી પોલીસ સતર્ક થઈ હતી. જેમાં દાહોદ એસ ઓ જી પી આઈ એસ એમ ગામિતી બાતમી મુજબ કતવારા મુકામે બજારમાં વોચ ગોઠવી હતી. બાદમાં બાતમી મુજબના યુવકો આવતા ઝડપી પાડી તપાસી લેતા તેમના પાસેથી બાતમી મુજબ ની રૂપિયા 5,07,500 લાખની 500 ના દરની 1015 નકલી નોટો મળી આવી હતી.
નકલી નોટને લગતી વાતચીત: દાહોદ ડી એસ પી રાજદીપસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે "દાહોદ જિલ્લા પોલીસ દ્વારા બે દિવસ પહેલાં ઓનલાઇન ડેટા મેસેજ કરી ખંડણી માંગવાના ગુનો દાખલ થયેલો એ ગુના સંદર્ભે આરોપીઓના ફોન નો sog પી આઈ સંજય દ્વારા ફોરેન્સિક એનાલીસીસ કરવામાં આવેલું હતું. ટેકનીકલ એનાલીસીસના અંતે એમાંથી નકલી નોટ ને લગતી વાતચીત માહિતી પ્રાપ્ત થયેલી ઊંડાણપૂર્વક તપાસ કરતા દાહોદ sog ને દ્વારા 5 લાખ 7 હજાર પાંચસો નકલી નોટ મળી આવેલ છે.
નકલી નોટ બજારમાં: હાલ સુધી આરોપી નકલી નોટ બજારમાં મૂકી શક્યા નથી. જેની પાસે આવેલી તે મુખ્ય આરોપી છે. એ પોતે પ્રયત્ન કરતો હોવાની બાબતો ધ્યાનમાં આવી છે. હજી સુધી વ્યવહારમાં કે ચલણમાં આવેલ નથી. નોટની કોલેટી એટલી બધી સારી નથી કે આરોપી અને બજારમાં મૂકી શકે આ લોકો અભણ અને નાના મોટા વેપારીઓ ફેરિયાઓ ટાર્ગેટ કરવામાં હતા. હાલ બે આરોપીના નામ ખુલવા પામ્યા છે તેમની ધરપકડ થઈ છે. એક વ્યક્તિનું નામ મળી ગયેલ છે જેને આ નોટો છાપી છે.