3 ફૂટ 9 ઇંચની મહિલાએ દાહોદમાં સ્વસ્થ બાળકીને જન્મ આપ્યો

author img

By

Published : May 14, 2021, 6:23 PM IST

3 ફૂટ 9 ઇંચની મહિલાએ દાહોદમાં સ્વસ્થ બાળકીને જન્મ આપ્યો

વિશ્વની સૌથી ઓછી 108સે.મી.ઊંચાઇ પર ધરાવતી મહિલાનો રેકોર્ડ નોંધાયેલો છે. મધ્યપ્રદેશ રાજ્યના અલીરાજપુર જિલ્લાના કોલબેડા ગામની મહિલાને દાહોદ મુકામે ડીલીવરી કરાવવામાં આવી હતી. પીઠે મોટી ગાંઠ ધરાવતાં અંતરાબેન ડાવરીને તબીબે સફળ સર્જરી કરાવીને 2 કિલો 900 ગ્રામ વજનની તંદુરસ્ત બાળકીને જન્મ અપાવ્યો હતો. તેના પરિવારમાં આનંદ માહોલ સર્જાયો હતો.

  • 3 ફૂટ 9ઇંચ ઉંચી મહિલાએ દાહોદમાં બાળકીને જન્મ આપ્યો
  • મધ્યપ્રદેશની રહેવાસી અંતરાબેનની સફળ સર્જરી
  • 2 કિલો 900 ગ્રામ વજનની દીકરીને જન્મ આપ્યો



    મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના જોબટ તાલુકાના કોલબેડ ગામે રહેતા દિવ્યાંગ દંપતિ કૈલાશભાઈ ડાવરીની પત્ની અંતરાબેનને પ્રસૂતિનો દુખાવો ઉપડ્યો હતો. 108 સેમી ઊંચાઈ ધરાવતી વિશ્વની સૌથી મહિલાને વામન ડીલેવરી થયાનું નોંધાયું છે. 120 સેમીની ઉંચાઈ ધરાવતાં અંતરાબેનને તેમના વતન કોલબેડા ગામે પ્રસૂતિની પીડા ઊપડી હતી. જેથી તેનો પરિવાર પ્રાથમિક સારવાર માટે ગામના તબીબ પાસે લઈ ગયો હતો. પરંતુ દુખાવો વધુ હોવાના કારણે વધારે સારવાર માટે વડોદરા મુકામે લઈ જવા માટે સલાહ આપવામાં આવી હતી. પરંતુ આ પરિવાર દાહોદ મુકામે આવેલ પડવાલ હોસ્પિટલમાં મહિલાને પ્રસૂતિ અને સારવાર માટે લાવ્યાં હતાં.
    પીઠમાં મોટી ગાંઠ ધરાવતી મહિલાનું સફળ ઓપરેશન કરાવી સ્વસ્થ બાળકીનો જન્મ કરાવાયો


    આ પણ વાંચોઃ કોરોનાને લઈને મુખ્યપ્રધાનની દાહોદમાં સમીક્ષા બેઠક, એક અઠવાડિયામાં 300 બેડ વધારવાની જાહેરાત

કમરના ભાગે ગાંઠ હોવાથી શ્વાસ લેવામાં તકલીફ પડતી હોવાના કારણે ઓપરેશન થયું

અંતરાબેનને પીઠમાં મોટી ગાંઠ હોવાના કારણે ફેફસા પર દબાણ આવતું હતું. જેના કારણે શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી. અંતરાબેન ગાંઠ હોવાના કારણે ઓપરેશન વખતે એનેસ્થેસિયાની અસર થશે કે કેમ તેની તબીબ રાહુલ પડવાલને શંકા હતી. તેમ છતાં ગાયનેક તબીબ અને સ્ટાફ દ્વારા અંતરાબેનને ઓપરેશન કરાવીને સ્વસ્થ બાળકીને જન્મ અપાવ્યો હતો.


40 હજારે 1 મહિલાને સફળ પ્રેગ્નન્સી અને સફળ ડીલીવરી થતી હોય છે

ગાયનેક ડોક્ટર રાહુલ પડવાલના જણાવ્યા પ્રમાણે 108 સેન્ટીમીટર ઉચી મહિલા નોંધાયેલી છે. વિશ્વમાં ત્રણ ફુટ નવ ઇંચ જેટલી ઊંચાઈ ધરાવતી 40 હજાર મહિલાઓમાં ગણતરીની જૂજ મહિલાઓને પ્રેગ્નન્સી રોકાતી હોય છે. એમાં પણ એકાદ મહિલાને નવ માસની સફળ પ્રસૂતિ થતી હોય છે. અંતરાબેનને કુદરતે પણ સપોર્ટ કરતાં સફળ પ્રસૂતિ થતાં બાળકીને જન્મ આપ્યો છે જે અમારા બધા માટે આનંદની વાત છે અને અમે હર્ષ અનુભવીએ છીએ.

આ પણ વાંચોઃ વડોદરાની ગોત્રી હોસ્પિટલના તબીબ અને તેમની ટીમે કોરોના સંક્રમિત સગર્ભાની કરાવી નોર્મલ પ્રસૂતિ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.