ETV Bharat / state

કોરોનાએ કચડી ફૂલોની ખેતી, લૉક ડાઉનમાં ફૂલબજારો બંધ થતાં દાહોદના ખેડૂતો મૂરઝાયાં

author img

By

Published : May 12, 2020, 4:39 PM IST

કોરોનાએ કચડી ફૂલોની ખેતી, લૉક ડાઉનમાં ફૂલબજારો બંધ થતાં દાહોદના ખેડૂતો મૂરઝાયાં
કોરોનાએ કચડી ફૂલોની ખેતી, લૉક ડાઉનમાં ફૂલબજારો બંધ થતાં દાહોદના ખેડૂતો મૂરઝાયાં

જન્મથી લઈ મરણ સુધી પોતાનો પમરાટ ફેલાવતાં ફૂલોની ખેતી કરતાં દાહોદના ખેડૂતોની માઠી બેઠી છે. ખેતરોમાં લચી પડેલાં નાજૂક ફૂલો આકરા તાપમાં મૂરઝાઈ રહ્યાં છે જેને જોઇ ખેડૂતોની ચિંતાનો પાર નથી. ફૂલોની ખેતીતેમની આજીવિકા છે અને લૉક ડાઉનને લઇને ફૂલબજારો સંપૂર્ણપણે બંધ છે ત્યારે આ ખેડૂતો પણ ફૂલોની જેમ કરમાઈ રહ્યાં છે.

દાહોદઃ આપ જોઇ રહ્યાં છો દાહોદ જિલ્લાના ફૂલોના ખેતરોમાં લચી રહેલાં પુષ્પો... સામાન્ય દિવસો હોત તો આ ફૂલો અહીં આકરા તાપમાં તપી રહ્યાં ન હોય પરંતુ કોઇના પ્રસંગની શોભા વધારી હોત કે કોઇને ભાવથી અર્પણ થઈ ગયા હોત. તેને બદલે અત્યારે દાહોદના ખેતરોમાં મે મહિનાના આકરા તાપમાં ઝૂલસી રહ્યાં છે. કારણ છે કોરોનાને કારણે આવેલું લૉક ડાઉન. પેરિશેબલ ગણાતી ફૂલોની ખેતી અને તેના ખેડૂતો માટે આ નુકસાન બહુ મોટું છે. ફૂલબજારો સંપૂર્ણ બંધ છે ત્યારે આ ફૂલોનું કોઇ લેવાલ નથી. જે ફૂલોના છોડને વહાલથી સિંચ્યા હોય તે ફૂલોને ખેડૂતોએ કરમાચેલાં જોવા પડી રહ્યાં છે. એટલું જ નહીં આજીવિકા અટકતાં આર્થિક પનો ટૂંકો પડવાની ચિંતા પણ કપાળે કરચલીઓ પાડી રહી છે.

કોરોનાએ કચડી ફૂલોની ખેતી, લૉક ડાઉનમાં ફૂલબજારો બંધ થતાં દાહોદના ખેડૂતો મૂરઝાયાં
દાહોદ જિલ્લાના ગરબાડા, ઝાલોદ, લીમખેડા, ફતેપુરા પંથકના ધરતીપુત્ર દ્વારા બાગાયતી ખેતી સાથે વિવિધ ફૂલોની ખેતી કરીને વર્ષોથી આજીવિકા મેળવી રહ્યાં છે. દાહોદ જિલ્લામાં હોળીના તહેવાર બાદ લગ્નની મોસમ ખીલતાં હોવાથી ફૂલોની પણ મોસમ ખીલતી હોય છે અને ખેડૂતોને ગલગોટા અને ગુલાબના સહિત વિવિધ ફૂલોનો સારો ભાવ મળતો હોય છે. દાહોદના રોઝમ ગામના ફૂલો વડોદરા સહિત દૂરદૂરના માર્કેટ સુધી વેચાણ માટે જતા હોય છે. ઉનાળામાં ગુલાબના ફૂલ સૌથી વધુ 120 રૂપિયા કિલોના ભાવે વેચાતા હોય છે. જ્યારે ગલગોટાના ફૂલ ૬૦થી ૭૦ રૂપિયે કિલો વેચાતાં હોવાથી ખેડૂતોને સારો એવો ભાવ મળતો હોય છે.
કોરોનાએ કચડી ફૂલોની ખેતી, લૉક ડાઉનમાં ફૂલબજારો બંધ થતાં દાહોદના ખેડૂતો મૂરઝાયાં
કોરોનાએ કચડી ફૂલોની ખેતી, લૉક ડાઉનમાં ફૂલબજારો બંધ થતાં દાહોદના ખેડૂતો મૂરઝાયાં

પરંતુ દેશભરમાં ફેલાયેલી કોરોના મહામારીના પગલે હોળીના તહેવાર બાદ લૉક ડાઉન શરૂ થઇ જવાના કારણે વાહન વ્યવહાર બંધ થઈ ગયો છે તેમ જ માર્કેટ પણ બંધ રહેવાના કારણે ખેડૂતોના ફૂલો સૂર્યની આકરી ગરમી વચ્ચે મૂરઝાઈને ખેતરોમાં વેરાઈને માટી ભેગા મળી રહ્યાં છે. ફૂલોની ખેતી પર આત્મનિર્ભર બનીને આજીવિકા પામતાં ખેડૂતોને માલનું વેચાણ નહીં થવાના કારણે આર્થિક સંકડામણ ઊભી થઇ છે. ખેતરોમાં કરમાઈ રહેલા ફૂલોની જેમ ખેડૂતો પણ કરમાતાં જોવા મળી રહ્યાં છે.આ ફૂલોની ખેતી કરતાં ખેડૂતો બરબાદીની કગારે ઉભા છે. ફૂલોની ખેતીના નુકસાન સામે વળતર મળવાની અપેક્ષાએ સરકાર તરફ મીટ માંડીને રાહ જોઈ રહ્યાં છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.