નેશનલ હાઈવેથી દાહોદ શહેરના પ્રવેશદ્વાર પર બસ અડફેટે આવેલા બાઈકચાલકનો આબાદ બચાવ

author img

By

Published : Sep 16, 2021, 8:06 PM IST

બસ અડફેટે આવેલા બાઈકચાલકનો આબાદ બચાવ

દાહોદના પ્રવેશદ્વાર નજીક બસને ઓવરટેક કરી રહેલો બાઇક ચાલક એસટી બસની અડફેટે આવતા ચાલક બસની અંદર આવી ગયો હતો. સદનસીબે બસ ચાલકે બ્રેક મારતા બાઈક ચાલકનો આબાદ બચાવ થવા પામ્યો છે એટલે કહેવાય છે જેને રામ રાખે તેને કોણ ચાખે જેવી ઘટના દાહોદમાં બનવા પામી છે.

  • બસ અડફેટે આવેલા બાઈકચાલકનો આબાદ બચાવ
  • એસટી ચાલકની સમયસૂચકતાના પગલે બાઈકચાલકનો બચાવ થયો
  • બાઇક ચાલક એસ.ટી.બસની નીચેથી હેમખેમ નીકળી ગયો

દાહોદ: ઇન્દોર-અમદાવાદ નેશનલ હાઈવે બગોદરા તરફથી દાહોદ શહેરમાં આવતા રોડ પર સ્માર્ટ સીટીના બોર્ડની આગળના રસ્તા પર એક એસ.ટી. બસને ઓવરટેક કરવા જતાં બાઇક બસની અડફેટે આવી ફંગોળાઈ ગઈ હતી. જયારે બાઇક સવાર એસ.ટી.બસની અંદર નીચેના ભાગે તોતિંગ પૈડાની સાઈડમાં ઘુસી ગયો હતો. ઘટનાને પારખી જઈ એસ.ટી.બસના ડ્રાઈવરે બ્રેક મારી હતી અને થોડી જ વારમાં બાઇક ચાલક એસ.ટી.બસની નીચેથી હેમખેમ નીકળી ગયો હતો.

બસ અડફેટે આવેલા બાઈકચાલકનો આબાદ બચાવ

બાઇક ચાલક હેમખેમ એસ.ટી.બસ નીચેથી નીકળી ગયો

એકક્ષણે એવું પણ લાગતું હતું કે, બાઇક ચાલકનો જીવ ઘટના સ્થળે જ જતો રહેશે, પરંતુ રામ રાખે તેને કોણ ચાખે જેવી કહેવતે આજે પોતાની પંક્તિ સાર્થક કરી હતી. બાઇક ચાલક હેમખેમ એસ.ટી.બસ નીચેથી નીકળી ગયો હતો. થોડીવારમાં અહીંથી પસાર થતાં અન્ય વાહન ચાલકો પણ આ ઘટનાને જોઇ સ્તબધ્ધ બની ગયા હતા અને બાઇક ચાલકની મદદે પહોંચી ગયા હતા. આ સમગ્ર ઘટના હાઈવે રસ્તાના સીસીટીવી ફુટેજમાં કેદ થઈ હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.