ETV Bharat / state

મધુબન ડેમમાંથી 3 હજાર ક્યુસેક પાણી છોડાયુ

author img

By

Published : Jul 6, 2019, 1:30 AM IST

મધુબન ડેમમાંથી 3 હજાર ક્યુસેક પાણી છોડાયુ

દાદરા: ગુજરાતના વલસાડ જિલ્લા સહિત સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ માટે જીવાદોરી સમાન મધુબન ડેમમાંથી ચોમાસાની શરૂઆત બાદ પ્રથમ વખત શુક્રવારે સાંજે 3 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું. જેમાં 450 લાખ ક્યુસેક પાણીની ક્ષમતા ધરાવતા મધુબન ડેમમાંથી શુક્રવારે સાંજે પાણી છોડવામાં આવ્યું હતું.

મધબન ડેમના કુલ 10 દરવાજા પૈકી 2 દરવાજાને 0.4 મીટર સુધી ખોલી પાણી છોડવામાં આવ્યું હતું. જે દરમિયાન દમણગંગા નદીના નીચાણવાળા વિસ્તારના ગામડાઓ માટે ચેતવણી રૂપે નદીના પટમાં કે નજીક જવાનું ટાળવાની જાણ દાદરા નગર હવેલી જિલ્લા આફત વ્યવસ્થાપન સત્તામંડળે કરી હતી.

Dadra nagar haveli
મધુબન ડેમમાંથી 3 હજાર ક્યુસેક પાણી છોડાયુ

મધુબન ડેમમાં જૂલાઇ મહિનાનું 72 મીટરનું લેવલ મેળવી લેતા 3 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું. દાદરા નગર હવેલીમાં આવેલા મધુબન ડેમમાં આ વખતે ઉનાળા દરમિયાન પાણીનું લેવલ ખૂબ જ ઘટી ગયું હતું. ત્યારે ચોમાસા પહેલા પાણીનું લેવલ 63 મીટરે આવી ગયું હતું.

દાદરા નગર હવેલીમાં ત્રણથી ચાર દિવસના ભારે વરસાદ બાદ 72 મીટરની જળસપાટીએ પહોંચતા વધારાનું 3 હજાર ક્યુસેક પાણી દમણગંગા નદીમાં છોડવામાં આવ્યું હતું. જેને લઈને દમણગંગા નદીની જળસપાટીમાં પણ વધારો નોંધાયો હતો.

Intro:સેલવાસ :- ગુજરાતના વલસાડ જિલ્લા સહિત સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ માટે જીવાદોરી સમાન મધુબન ડેમમાંથી ચોમાસાની શરૂઆત બાદ પ્રથમ વખત શુક્રવારે સાંજે 3000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું. Body:450 લાખ ક્યુસેક પાણીની ક્ષમતા ધરાવતા મધુબન ડેમમાંથી શુક્રવારે સાંજે પાણી છોડવામાં આવ્યું હતું. ડેમના કુલ 10 દરવાજા પૈકી 2 દરવાજાને 0.4 મીટર સુધી ખોલી આ પાણી છોડવામાં આવ્યું હતું. જે દરમ્યાન દમણગંગા નદીના નીચાણવાળા વિસ્તારના ગામડાઓ માટે ચેતવણી રૂપે નદીના પટમાં કે નજીક જવાનું ટાળવાની જાણ  દાદરા અને નગર હવેલી જીલ્લા આફત  વ્યવસ્થાપન સત્તામંડળે કરી હતી.


 મધુબન ડેમમાં જુલાઇ મહિનાનું 72 મીટરનુ લેવલ એચિવ કરી લેતા 3000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું. દાદરા નગર હવેલીમાં આવેલ મધુબન ડેમમાં આ વખતે ઉનાળા દરમ્યાન પાણીનું લેવલ ખૂબ જ ઘટી ગયું હતું. ચોમાસા પહેલા પાણીનું લેવલ 63 મીટરે આવી ગયું હતું.


Conclusion:જે ત્રણ થી ચાર દિવસના ભારે વરસાદ બાદ 72 મીટરની જળસપાટીએ પહોંચતા વધારાનું 3000 ક્યુસેક પાણી દમણગંગા નદીમાં છોડાતા દમણગંગા નદીની જળસપાટીમાં પણ વધારો નોંધાયો હતો.  
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.