Tribute to Mohan Delkar: મહારાષ્ટ્રના કેબિનેટપ્રધાન આદિત્ય ઠાકરે અને સંજય રાઉતે સ્વર્ગસ્થ ડેલકરને આપી શ્રદ્ધાંજલિ

author img

By

Published : Feb 22, 2022, 4:56 PM IST

Tribute to Mohan Delkar: મહારાષ્ટ્રના કેબિનેટ પ્રધાન આદિત્ય ઠાકરે અને સંજય રાઉતે DNHના માજી સાંસદ ડેલકરને આપી શ્રદ્ધાંજલિ

સંઘપ્રદેશ દાદરા નગર હવેલીના (Dadra Nagar Haveli )પૂર્વ સાંસદ મોહન ડેલકરના નિધનને (MP Mohan Delkar passes away)22 ફેબ્રુઆરીએ એક વર્ષ પૂર્ણ થયું છે. જેને શ્રદ્ધાંજલિ અર્પવા મહારાષ્ટ્રના શિવસેનાના (Shiv Sena of Maharashtra) કેબિનેટપ્રધાન આદિત્ય ઠાકરે અને નેતા સંજય રાઉતે દાદરા નગર હવેલીમાં ડેલકરને શ્રદ્ધા સુમન અર્પણ કર્યા હતાં.

સેલવાસઃ સંઘપ્રદેશ દાદરા નગર હવેલીના પૂર્વ સાંસદ મોહન ડેલકરે મુંબઇની હોટલમાં કરેલાત્મહત્યાની ઘટનાને 22 ફેબ્રુઆરીએ એક વર્ષ પૂર્ણ થયું છે. જેને શ્રદ્ધાંજલિ અર્પવા પ્રદેશમાં સાપ્તાહિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત મહારાષ્ટ્રના શિવસેનાના કેબિનેટપ્રધાન આદિત્ય ઠાકરે(Cabinet Minister Aditya Thackeray) અને દિગગજ નેતા સંજય રાઉતે (Sanjay Raute)દાદરા નગર હવેલીમાં ડેલકરના નિવાસસ્થાને આયોજિત શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં મોહનભાઈની તસવીરને શ્રદ્ધા સુમન અર્પણ કર્યા હતાં.

દિવંગત ડેલકરને શ્રદ્ધાંજલિ

DNH ના માજી સાંસદને અપાઈ પ્રથમ વાર્ષિક શ્રધ્ધાંજલી

દાદરા નગર હવેલીમાં 7 ટર્મ સુધી સાંસદ તરીકે રહી ચુકેલા દિવંગત મોહન ડેલકરે 22 ‌ફેબ્રુઆરી 2021માં મુંબઇની હોટલમાં આપઘાત કર્યો હતો. તેમના નિધનને એક વર્ષ પૂર્ણ થતાં સેલવાસમાં તેમને શ્રધ્ધાંજલિ આપવા અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. દિવંગત ડેલકરને શ્રદ્ધાંજલિ આપવા સાયલી ખાતે આયોજિત શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં મહારાષ્ટ્ર શિવસેનાના કેબિનેટપ્રધાન આદિત્ય ઠાકરે અને દિગગજ નેતા સંજય રાઉત પણ દાદરા નગર હવેલી આવ્યા હતાં.

દિલથી અને મનથી રાજનીતિ કરતો પરિવાર

અહીં બંને દિગગજ નેતાઓએ દિવંગત મોહન ડેલકરની તસવીરને શ્રધ્ધાસુમન અર્પણ કરી જણાવ્યું હતું કે મોહનભાઈ ડેલકરના નિધનને આજે એક વર્ષ પૂર્ણ થયું છે. તેમના શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા છે. કેમ કે આ પરિવાર સાથે રાજનૈતિક નહીં પરંતુ પારિવારિક સંબંધો છે. ડેલકર પરિવાર અને ઠાકરે પરિવાર દિલથી અને મનથી રાજનીતિ કરતો પરિવાર છે. લોકોના હિત માટે સતત લડત આપતા આવ્યા છે.

નીડર અને લીડર નેતા મોહનભાઈને યાદ કરવાનો દિવસ છેઃ આદિત્ય ઠાકરે

આજે મોહનભાઈની શ્રદ્ધાંજલિ આપવા સાથે તેમના પરિવારના કલાબેન ડેલકરને ચૂંટણીમાં જીત અપાવવા બદલ આ પ્રદેશના લોકોનો આભાર પ્રગટ કરવાનો અવસર છે. એક લડાઈ આપણે જીતી ચુક્યા છીએ અને હજુ ન્યાય માટેની લડાઈ ચાલુ છે. તેમાં પણ બહુ જલ્દી ન્યાય મેળવીશું. આ દિવસ રાજનૈતિક વાતો કરવા માટે નહીં પંરતુ આ પ્રદેશના નીડર અને લીડર નેતા મોહનભાઈને યાદ કરવાનો દિવસ છે. એટલે તેમને શ્રદ્ધાંજલિ અર્પવા આવ્યા હોવાનું જણાવ્યું હતું.

ન્યાય ચોક્કસ મળશે:અભિનવ ડેલકર

જ્યારે આજના શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં દિવંગત મોહન ડેલકરના પુત્ર અભિનવ ડેલકરે જણાવ્યું હતું કે તેમના આશીર્વાદ સદાય તેમની સાથે છે. તેમના પિતાએ આ પ્રદેશને આગળ લઈ જવામાં સૌથી મોટો ફાળો આપ્યો છે. તેમની વિચારધારાને આગળ લઈ જઈ આ પ્રદેશમાં નવી શરૂઆત કરવા આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો છે. મોહન ડેલકરના આપઘાત પ્રકરણમાં હાલ કેસ ન્યાયાધીન હોય અને કોરોના કાળને કારણે તેમાં વિલંબ થઈ રહ્યો છે. પરંતુ થોડી રાહ જોઈશું તો તેમાં પણ ન્યાય ચોક્કસ મળશે તેવું જણાવ્યું હતું.

આ પણ વાંચોઃ મોહન ડેલકર આત્મહત્યા મામલે લોકસભાના સાંસદોએ તપાસની માંગ કરી

અશ્રુભીની આંખે અપાઈ શ્રદ્ધાંજલિ

દિવંગત ડેલકરને શ્રદ્ધાંજલિ આપવા આદિવાસી વિકાસ સંગઠન, એસ.એસ.આર. મેમોરિયલ ટ્રસ્ટ, નવશક્તિ મહિલા સંગઠન, શિવસેના, મૈં હૂં મોહન ડેલકર ફાઉન્ડેશન, સહિત ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ તેમજ તમામ કાર્યકરોએ અશ્રુભીની આંખે ડેલકરને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

સ્મૃતિ સપ્તાહ અંતર્ગત વિવિધ કાર્યક્રમનું આયોજન

ઉલ્લેખનીય છે કે સ્મૃતિ સપ્તાહ અંતર્ગત સૌપ્રથમ 22 ફેબ્રુઆરીએ સાયલી ડેલકર ફાર્મ હાઉસ ખાતે વિશાળ શ્રદ્ધાંજલિ સભા અને પૂજાના કાર્યક્રમનું આયોજન તે બાદ 23 ફેબ્રુઆરીએ 50 હજારથી વધું છાત્રોમાં સ્કૂલ કીટનું વિતરણ, 24 ફેબ્રુઆરીએ જરૂરિયાતમંદ પરિવારોમાં 10 હજારથી વધું ધાબળાઓનું વિતરણ, 25 ફેબ્રુઆરીએ સરકારી હોસ્પિટલોમાં સારવાર લઈ રહેલા દર્દીઓને ફ્રુટ પ્લેટનું વિતરણ, 26 ફેબ્રુઆરીના સેલવાસની ગૌશાળામાં સેવા કાર્યક્રમ તથા ખરડપાડા અંધજન સેન્ટર પર જરૂરી ઉપકરણો અર્પણ કરવાનો કાર્યક્રમ, 27 ફેબ્રુઆરીએ બ્લડ ડૉનેશન કેમ્પનું આયોજન અને 28 ફેબ્રુઆરીએ સેલવાસ આદિવાસી ભવન ખાતે કોરોના વૉરિયર્સનું સન્માન અને મૈં હૂં મોહન ડેલકર ફાઉન્ડેશનની સ્થાપનાનો વિશાળ કાર્યક્રમ યોજાશે.


આ પણ વાંચોઃ સાંસદ મોહન ડેલકર આત્મહત્યા કેસ: યોગ્ય તપાસ અને પ્રશાસક પ્રફુલ હટાવવાની માગ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.