ETV Bharat / state

સંઘપ્રદેશના કુંડાચા ગામે બની રહ્યું છે વિશ્વનું પ્રથમ ૐ આકારનું શિવ મંદિર

author img

By

Published : Feb 20, 2020, 4:48 PM IST

ૐ આકારનું વિશ્વનું પ્રથમ ભગવાન શિવનું મંદિર
ૐ આકારનું વિશ્વનું પ્રથમ ભગવાન શિવનું મંદિર

દાદરા નગર હવેલીમાં દેવાધિદેવ મહાદેવના મહાશિવરાત્રી પર્વને લઇને દેશભરના શિવમંદિરોમાં હર હર મહાદેવનો નાદ ગુંજી ઊઠશે. ત્યારે અમે તમને એક એવા મંદિરના દર્શન કરાવીશું જે 16 વર્ષથી બની રહ્યું છે. આ મંદિર ૐ આકારમાં છે. ભગવાન શિવના આ મંદિરમાં શિવભક્તો 51 શક્તિપીઠના દેવી દેવતા અને ભગવાન બુદ્ધ, મહાવીર, સાંઈબાબા, જલારામ બાપાના પણ દર્શન કરી શકશે.

દાદરા નગર હવેલીઃ સંઘપ્રદેશ દાદરાનગર હવેલીમાં આવેલા કુંડાચા ગામમાં ૐ આકારનું ભવ્ય શિવ મંદિર નિર્માણ પામી રહ્યું છે. શ્રી નીખિલ ત્રિમૂર્તિ પ્રણવ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આકાર પામી રહેલા આ મંદિરમાં ઓમ નિખિલેશ્વર મહાદેવની સ્થાપના કરવામાં આવશે. ઓમ આકારનું આ મંદિર ભારતનું જ નહિ પરંતુ વિશ્વનું કદાચ પહેલું એવું મંદિર છે. જે ૐ આકારનું મંદિર હોય, મંદિરના ભવ્ય નિર્માણ પાછળ ટ્રસ્ટના ચેરમેન ચંદ્રપ્રભા કાપડી વિગતો આપતા જણાવ્યું હતું કે, હિન્દુ શાસ્ત્રમાં ૐનું ખૂબ જ મહત્વ છે. આ મહત્વને કારણે આ ઓમ મંદિર નિર્માણ કરવાનું કાર્ય હાથ ધર્યું હતું.

મંદિરનું નિર્માણ વર્ષ 2004માં શરૂ કરવામાં આવ્યું હતું છેલ્લા 16 વર્ષથી મંદિરનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. આ વર્ષે 2020માં દિવાળીની આસપાસ પૂર્ણ થશે. આ ઓમ મંદિર 401 સ્તંભ પર તૈયાર કરવામાં આવ્યા છે. મંદિરનો કુલ વિસ્તાર 45 હજાર ચોરસ ફુટ છે. મંદિરના નિર્માણ કાર્યમાં ક્યાંય પણ લોખંડનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. મંદિરમાં ભગવાન નિખિલેશ્વર મહાદેવનું શિવલિંગ સ્થાપિત કરવામાં આવશે. મંદિરના મુખ્ય પ્રવેશ દ્વાર ખાતે ભગવાન ગણેશજીની મૂર્તિ સ્થાપિત થશે, મધ્ય ભાગમાં ભગવાન મહાદેવનું શિવલિંગ હશે, નવગ્રહો હશે, 51 શક્તિપીઠની દેવી-દેવતાઓની મૂર્તિઓ હશે, એ જ રીતે ભગવાન બુદ્ધ, મહાવીર, સાઇબાબા અને જલારામ બાપાની મૂર્તિઓ પણ અહીં સ્થાપિત કરવામાં આવશે. અહીં આવનાર શ્રદ્ધાળુઓ કોઈ એક દેવી-દેવતાને નહીં પરંતુ તમામ દેવી-દેવતાઓ સંતો મહંતોનો આશીર્વાદ મેળવી શકે તે પ્રકારનો ઉદ્દેશ્યથી આ મંદિર નિર્માણ પાછળ રહ્યો છે.

સંઘપ્રદેશના કુંડાચા ગામે બની રહ્યું છે ૐ આકારનું વિશ્વનું પ્રથમ ભગવાન શિવનું મંદિર
ટ્રસ્ટના ચેરમેન ચંદ્રપ્રભા કાપડીએ વધુમાં જણાવ્યું હતું કે, છેલ્લા 16 વર્ષથી આ મંદિરનું કાર્ય ચાલી રહ્યું છે. મંદિરમાં જે મૂર્તિઓ સ્થાપિત થવાની છે. તેમાની 144 મૂર્તિઓ મંદિર સ્થળ પર જ તૈયાર કરવામાં આવી છે. મંદિરના નિર્માણ પાછળ ક્યારેય કોઈની સામે હાથ લંબાવવો નથી પડ્યો લોકોએ સામે ચાલીને મંદિર નિર્માણમાં પોતાનું યોગદાન આપ્યું છે. આવી જ રીતે મદદ મળતી રહેશે તો દિવાળી પહેલા આ મંદિરમા તમામ દેવી-દેવતાઓની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરી શકીશું અને આવનારી મહાશિવરાત્રીએ ભગવાન શિવની મહાપુજા સાથે ભવ્ય મહાશિવરાત્રીનું આયોજન પણ કરીશુઉલ્લેખનીય છે કે, કુંડાચા ગામે દમણગંગા નદીના કિનારે કુદરતી સૌંદર્યથી ઘેરાયેલ વિસ્તારમાં ભગવાન શિવનું આ ૐ આકારનું મંદિર દાદરા નગર હવેલીનું મહત્વનું પ્રવાસનધામ બની શકે તેટલુ ભવ્ય છે. જેના દર્શને અવનાર પ્રવાસી માટે યાદગાર સંભારણું હશે.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.