મોહન ડેલકરની પ્રથમ માસ પુણ્યતિથીએ લોકોએ કેન્ડલમાર્ચ કરીને શ્રદ્ધાંજલિ અર્પી

author img

By

Published : Mar 23, 2021, 7:05 AM IST

મોહન ડેલકરને શ્રદ્ધાંજલિ અર્પી

દાદરાનગર હવેલી સંઘપ્રદેશમાં સોમવારે સાંસદ મોહન ડેલકરની પ્રથમ માસ પુણ્યતિથિએ સજ્જડ બંધના એલાનને ભરપૂર જનસમર્થન મળ્યું હતું. ત્યારબાદ સાંજે કિલવણી નાકા પર હજારોની સંખ્યામાં પ્રદેશવાસીઓએ એકઠા થઇ મોહન ડેલકરને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આ પ્રસંગે મોહન ડેલકરના પુત્ર અભિનવે પ્રદેશની જનતાને સંબોધન કરતા જણાવ્યું હતું કે, તેમના પિતાનું બલિદાન પ્રદેશના લોકો માટે હતું. જ્યાં સુધી પ્રશાસક સહિતના અધિકારીઓની બદલી કરી કાર્યવાહી કરવામાં નહિ આવે ત્યાં સુધી લોકોમાં આક્રોશ રહેશે. એટલે વહેલી તકે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિતશાહ પ્રશાસક સામે કાર્યવાહી કરવા અપીલ કરી છે.

  • કિલવણી નાકા પર મોટી સંખ્યામાં સ્થાનિક લોકો ઉપસ્થિત
  • સ્વ. મોહન ડેલકરની પ્રથમ માસ પુણ્યતિથિએ સજ્જડ બંધ પાળ્યો
  • કેન્ડલ માર્ચ સાથે શ્રદ્ધાંજલિ અર્પણ કરીને પ્રફુલ પટેલ સામે આક્રોશ ઠાલવ્યો

દાદરાનગર હવેલી : સેલવાસ ખાતે સોમવારે મોટી સંખ્યામાં મોહન ડેલકર સમર્થિત જનતાએ ઉપસ્થિત રહી હતી. કેન્ડલ માર્ચ સાથે શ્રદ્ધાંજલિ અર્પણ કરીને પ્રશાસક પ્રફુલ પટેલ સામે પોતાનો આક્રોશ ઠાલવ્યો હતો. શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં મોહન ડેલકરના પુત્ર અભિનવ ડેલકરે જનતાને સંબોધન કરી પિતાના ન્યાય માટે પોતાને સાથ આપવા બદલ સૌનો આભાર માન્યો હતો. જો ન્યાય નહિ મળે તો જનતાનો આક્રોશ કાનૂન હાથમાં લેશે અને તેના માટે કેન્દ્ર સરકાર જવાબદાર અને સ્થાનિક પ્રશાસન જવાબદાર રહેશે તેવો હુંકાર કર્યો હતો.

મોહન ડેલકરનો પુત્ર અભિનવ
મોહન ડેલકરનો પુત્ર અભિનવ

આ પણ વાંચો : સેલવાસમાં મહિલાઓએ ચપ્પલ મારી પ્રફુલ પટેલના પૂતળા પર રોષ ઉતાર્યો


સાંસદ સ્વ. મોહન ડેલકરની પ્રથમ માસ પુણ્યતિથિએ સજ્જડ બંધ પાળ્યો

સંઘપ્રદેશ દાદરાનગર હવેલી અને દમણ અને દીવમાં સોમવારે સાંસદ સ્વ. મોહન ડેલકરની પ્રથમ માસ પુણ્યતિથિએ સજ્જડ બંધ પાળ્યો હતો. ત્યારબાદ સાંજે સેલવાસના કિલવણી નાકા ખાતે સાંસદ મોહન ડેલકરને કેન્ડલ માર્ચ સાથે શ્રદ્ધાંજલિ આપી હતી. શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં મોહન ડેલકરના પુત્ર અભિનવ ડેલકરે પ્રદેશની જનતાને સંબોધન કરીને તેમના પિતાએ પ્રદેશ માટે જે બલિદાન આપ્યું છે તે બલિદાનને એળે નહિ જવા દેવાનો હુંકાર કર્યો હતો અને ન્યાયની માંગ કરી હતી.

સજ્જડ બંધના એલાનને ભરપૂર જનસમર્થન મળ્યું
સજ્જડ બંધના એલાનને ભરપૂર જનસમર્થન મળ્યું


મોહન ડેલકર પ્રત્યે લોકોનો પ્રેમ હતો

અભિનવ ડેલકરે જનસમર્થનને સંબોધન કરી જણાવ્યું હતું કે, લોકોમાં પ્રશાસક સામે ખૂબ આક્રોશ છે. જે આજે સોમવારે છતો થયો છે. મોહન ડેલકર પ્રત્યે લોકોનો પ્રેમ હતો. પ્રદેશના લોકો માટે તે પીડાતા હતા. એટલે એમણે જે પગલું ભર્યું છે, તેને જનતા સુપેરે જાણે છે.

આ પણ વાંચો : મોહન ડેલકર આત્મહત્યા મામલે લોકસભાના સાંસદોએ તપાસની માંગ કરી


FIRમાં પ્રશાસક પ્રફુલ પટેલ સહિત 9 લોકોના નામ

મોહન ડેલકરના નિધનને 1 માસ પૂર્ણ થયો છે. પ્રદેશના લોકોને શરૂઆતથી જ તેમના નિધન પાછળ કોણ જવાબદાર છે તેની જાણ હતી. તેમ છતાં સંયમ રાખ્યો હતો. હવે FIRમાં પ્રશાસક પ્રફુલ પટેલ સહિત 9 લોકોના નામ છે. તેમની સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ છે. આ માટે કેન્દ્ર સરકાર તરફથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ પ્રશાસક સામે કાર્યવાહી કરે તેવી અપીલ કરી હતી. જો તેવું નહિ થાય તો જનતાનો આક્રોશ કાનૂન હાથમાં લઈ લેશે અને તેની જવાબદારી સરકારની અને સ્થાનિક પ્રશાસનની રહેશે.

સજ્જડ બંધના એલાનને ભરપૂર જનસમર્થન મળ્યું
સજ્જડ બંધના એલાનને ભરપૂર જનસમર્થન મળ્યું
કેન્ડલ માર્ચ સાથે શ્રદ્ધાંજલિ અર્પણ કરીઅભિનવ ડેલકરે મહારાષ્ટ્ર સરકારનો, ઉદ્ધવ ઠાકરેનો, ગૃહમંપ્રધાનનો અને મહારાષ્ટ્ર પોલીસનો ખુબ જ સહયોગ રહ્યો હોવાનું તેમજ સમગ્ર મામલે તેમના પર વિશ્વાસ હોવાનું જણાવ્યું હતું. લોકોમાં દિવસે-દિવસે આક્રોશ વધી રહ્યો છે. લોકોની એક જ માંગ છે 'ડેલકરને ન્યાય મળે'. કિલવણી નાકા પર મોટી સંખ્યામાં સ્થાનિક લોકો ઉપસ્થિત રહ્યા હતાં. લોકોએ પ્રશાસક વિરુદ્ધ નારા લગાવી આક્રોશ ઠાલવ્યો હતો. અન્ય આદિવાસી નેતાઓએ જનતાને સંબોધન કર્યું હતું. તથા કેન્ડલ માર્ચ સાથે શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આ સમયે કોઈ અનિચ્છનીય ઘટના ના બને તે માટે પ્રશાસને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો હતો.
પ્રથમ માસ પુણ્યતિથીએ લોકોએ કેન્ડલમાર્ચ કરીને શ્રદ્ધાંજલિ અર્પી
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.