સેલવાસમાં કોરોના વકર્યો, એક જ દિવસમાં 48 કેસ

author img

By

Published : Apr 11, 2021, 11:53 AM IST

સેલવાસમાં કોરોના વધ્યો

કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલીમાં કોરોનાનો બીજો રાઉન્ડ પણ વકરતો જોવા મળી રહ્યો છે. શનિવારે સેલવાસમાં એક સામટા 48 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતાં. હાલ પ્રદેશમાં એક્ટિવ કેસની સંખ્યા 202 પર પહોંચી છે.

  • કેન્દ્રશાસિત પ્રદેશમાં કોરોનાના 48 નવા કેસો મળી આવ્યા
  • કોરોનાના પ્રથમ અને બીજા રાઉન્ડ મળીને કુલ 1,985 કેસ નોંધાયા
  • કેન્દ્રશાસિત પ્રદેશમાં કોરોનાના 202 સક્રિય કેસ છે

દાદરા નગર હવેલી : કેન્દ્રશાસિત પ્રદેશ સેલવાસ માં શનિવારે કોરોનાના 48 નવા કેસો મળી આવ્યા હતાં. સેલવાસમાં અત્યાર સુધીમાં કોરોનાના પ્રથમ અને બીજા રાઉન્ડ મળીને કુલ 1,985 કેસ નોંધાયા છે. જેમાંથી 1,799 દર્દીઓ સફળ સારવાર બાદ ઘરે પરત ગયા છે. અત્યાર સુધીમાં માત્ર એક દર્દીનું જ મોત નિપજ્યુ છે.

સેલવાસમાં કોરોના વધ્યો

આ પણ વાંચો : વેક્સિનોત્સવના કાર્યક્રમનો લાભ લેવા નાગરિકોને કલેક્ટરની અપીલ

1,799 કેસ રિક્વર થઇ ચુક્યા છે અને 1નું મોત


દાદરા નગર હવેલીમાં શનિવારે નવા 48 કોરોના પોઝિટિવ કેસો નોંધાયા છે. પ્રદેશમાં હાલમાં 202 સક્રિય કેસ છે. અત્યાર સુધીમાં 1,799 કેસ રિક્વર થઇ ચુક્યા છે અને એક વ્યક્તિનુ મોત થયું છે. વહીવટીતંત્ર દ્વારા કોરોના સંક્રમિત કેસોને ડામવા વ્યાપક પગલાં લેવામાં આવ્યા છે. રાત્રિના 8થી સવારે 6 સુધી કરફ્યૂ નાખવામાં આવ્યું છે. પ્રદેશમાં આવેલા પ્રવાસન સ્થળને બંધ કરવામાં આવ્યાં છે. રસીકરણ ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે.

સેલવાસમાં કોરોના વધ્યો
સેલવાસમાં કોરોના વધ્યો

આ પણ વાંચો : ગીરસોમનાથમાં કોરોનાના સરકારી આંકડા અને ગ્રામ્ય વિસ્તારમાં વાસ્તવિક કેસના આંકડામાં ભારે તફાવત

સેલવાસમાં કોરોના વધ્યો
સેલવાસમાં કોરોના વધ્યો

મોટા ઔધોગિક ગૃહોમાં કામના સ્થળે કામદારોને રસીકરણ આપવાનું શરૂ


દાદરા નગર હવેલી સ્વાસ્થ્ય વિભાગ દ્વારા મોટા ઔધોગિક ગૃહોમાં કામના સ્થળે કામદારોને રસીકરણ આપવાનું શરૂ કરતાં કામદાર આલમમાં ખુશી છવાઈ છે. વિનોબાભાવે નર્સિંગ કોલેજ અને ખાનવેલ સબ જિલ્લા હોસ્પિટલ અને PHC, CHC સેન્ટર, સોસાયટીઓમાં વેક્સિનનું રસીકરણ ચાલી રહ્યું છે. જોકે, વધતા કેસથી લોકોમાં ગભરાટનો માહોલ ઉત્પન્ન ના થાય તે માટે પ્રશાસન પણ સજ્જ બની લોકોને અપીલ કરી રહ્યું છે.

સેલવાસમાં કોરોના વધ્યો
સેલવાસમાં કોરોના વધ્યો
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.