વિજય રૂપાણીએ સંખેડામાં ચૂંટણી સભાને સંબોધી

author img

By

Published : Feb 26, 2021, 5:06 PM IST

છોટા-ઉદેપુર

સ્થાનિક સ્વરાજની ચૂંટણી પ્રચાર અર્થે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ શુક્રવારે છોટા-ઉદેપુર જિલ્લાના સંખેડામાં ચૂંટણી સભાને સંબોધી હતી.

  • મુખ્યપ્રધાનનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું
  • મુખ્યપ્રધાનની સભામાં લોકોની પાંખી હાજરી જોવા મળી
  • વિજય રૂપાણીએ કોંગ્રેસ ઉપર આકરા પ્રહાર કર્યા
    વિજય રૂપાણી

છોટા-ઉદેપુર: જિલ્લાના સંખેડામાં મુખ્યપ્રધાનની જાહેર સભા યોજાવાની છે. જેથી તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. જો કે, મુખ્યપ્રધાનની સભામાં લોકોની પાંખી હાજરી જોવા મળી હતી. બપોરના સમયે સભામાં મંડપ ન હોવાથી લોકોને તડકામાં બેઠેલા જોઈ મુખ્યપ્રધાને પોતાના પ્રવચનની શરૂઆતમાં જ આયોજકો વતી લોકોની માફી માંગી હતી. મુખ્યપ્રધાને કોર્પોરેશનના પરિણામોમાં કોંગ્રેસનો સફાયો થયાની વાત કરતાં કોંગ્રેસ ઉપર આકરા પ્રહાર કર્યા હતા.

અભેસિંહ તડવીએ પક્ષના જવાબદાર વ્યક્તિ છે :વિજય રૂપાણી

મીડિયા સાથે વાત કરતા મુખ્યપ્રધાને ધારાસભ્ય અભેસિંહ તડવીએ મતદારને ધમકાવવા અને મત નહીં આપો તો મને કોઈ ફેર નહીં પડે તેવા નિવેદનને લઈ ધારાસભ્યનો બચાવ કરતાં જણાવ્યુ હતું કે, અભેસિંહ તડવી એ પક્ષના જવાબદાર વ્યક્તિ છે અને વ્યક્તિગત રીતે વિરોધીઓએ આ વીડિયો બનાવ્યો છે. આ ઉપરાંત કોરોનાના આંકડા છુપાવવાના મહારાષ્ટ્રા કોંગ્રેસના નેતાના આરોપનો જવાબ આપતા મુખ્યપ્રધાને જણાવ્યુ હતું કે, આંકડા છુપાવવાથી સરકારને કોઈ ફાયદો નહીં થાય. આ સાથે જ આગામી 6 માર્ચના રોજ વડાપ્રધાન કેવડીયા ખાતે આવવાના હોવાની પુષ્ટી પણ મુખ્યપ્રધાને કરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.