ચીસાડીયા જિલ્લા પંચાયત બેઠક પર ટિકિટ ન મળતા પ્રતિસ્પર્ધી રસિકભાઈ રાઠવાનો વિરોધ

author img

By

Published : Feb 13, 2021, 7:35 AM IST

છોટા-ઉદેપુર

ચીસાડીયા જિલ્લા પંચાયત બેઠક પર ગુમાનભાઈ રાઠવાનું નામ જાહેર થતાં પ્રતિસ્પર્ધી રસિકભાઈ રાઠવાએ છોટાઉદેપુર જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે દોડી જઇ રસિકભાઈ રાઠવા અને તેમના સમર્થકોએ ભારે સુત્રોચ્ચાર કરી વિરોધ કર્યો હતો.

  • ઉમેદવાર અને સમર્થકો ખોટા હોવાનો રસિકભાઈનો આક્ષેપ
  • 2017ની ચૂંટણીમાં ખૂબ કામ કર્યુ હોવાનો રસિકભાઈનો દાવો
  • ઉમેદવારે લોકોને ગુમરાહ કરી પડાવી છે ટિકિટ

    છોટાઉદેપુર: ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશ પાર્લામેન્ટ બોર્ડ દ્વારા જિલ્લા પંચાયત તેમજ તાલુકા પંચાયતના ઉમેદવારોની યાદી જાહેર કરી હતી. જેની સાથે જ ટિકિટ કપાતાં છોટાઉદેપુર જિલ્લાની ચીસાડીયા જિલ્લા પંચાયતના કાર્યકર્તાઓમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે.

    બીજાને ટિકિટ આપીને પાર્ટીએ મારી સાથે અન્યાય કર્યો છે: રસિકભાઈ રાઠવા

રસિકભાઈએ ઇટીવી ભારત સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, ચીસડીયા જિલ્લા પંચાયતના ગુમાનભાઈને ટિકિટ આપવામાં આવી છે તે મારી સાથે અન્યાય થયો છે. હું વર્ષોથી ચીસડીયા જિલ્લા પંચાયતની અંદર કામ કરૂં છું, જ્યારે પહેલી વખત 2015માં જિલ્લા પંચાયત ઉમેદવાર પારસિંગ કાકા 650 -700 મતથી હાર્યા હતા ત્યારે મેં કામની શરૂઆત કરી હતી. આખી જિલ્લા પંચાયતમાં 23 ગામ અને 26 બુથના તમામ ગામોમાં જઈ લોકોનો સંપર્ક કરી પાર્ટીનું કામ આગળ વધાર્યું હતું અને જ્યારે વિધાનસભા 2017ની ચૂંટણી આવી ત્યારે હું અને મારી ટિમ સાથે મળી 2500ની લીડ આપી હતી અને સતત લોકોના કામ કરતા ગયા અને લોકોને વિશ્વાસ અપાવતા ગયા. 2019માં લોકસભાની ચૂંટણી આવી એમાં પણ ચીસાડિયા પંચાયતને મારા સાથી મિત્રો સાથે કામ કર્યું અને એ સીટમાં 5500ની લીડ આવી હતી. મેં આખા તાલુકામા સૌથી વધારે લીડ અપાવી હતી. પાર્ટીનું સર્જન થયું એના પછી એ પાર્ટી સતત નબળી પડી ત્યારે અમે તેને મજબૂતાઇથી ઉપર લાવ્યા અને આજે આટલું બધું કામ કરવા છતાં છ મહિનાથી પાર્ટીની અંદર કામ કર્યું હોય એવા ઉમેદવારને પાર્ટીએ ટિકિટ આપી. જો આવી જ રીતે ચાલશે તો પાર્ટીના કાર્યકર્તાઓનો મનોબળ તૂટશે અને જે કાર્યકર્તાઓ મજબૂતાઈથી કામ કરતા હતા એમ નહિ કરી શકે.

ખોટા ઉમેદવાર સંદર્ભે રસિકભાઈએ કર્યો વિરોધ

વધુમાં રસિકભાઈએ જણાવ્યું હતું કે, હું અહીં એટલા માટે આવ્યો છું કે પાર્ટીએ જે ઉમેદવાર જાહેર કર્યો છે એ ખોટો છે અને તેના સમર્થકો પણ ખોટા છે. તેમણે લોકોને ગુમરાહ કરીને ટિકિટ પડાવી છે. મારી માગ છે કે, પાર્ટીમાં જે સાચા ઉમેદવાર અને સાચા વ્યક્તિ છે, જે વર્ષોથી પાર્ટીનું કામ કરે છે તેમના માટે મેન્ડેટ ચેન્જ કરે તો જ અમે પાર્ટીનું કામ કરીશું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.