છોટાઉદેપુરના સાઢલી ગામમાં કોઝ વેની સમસ્યા, બાળકો પણ જીવના જોખમે શાળાએ જાય છે જૂઓ

author img

By

Published : Jul 30, 2022, 3:37 PM IST

છોટાઉદેપુરના સાઢલી ગામમાં કોઝ વેની સમસ્યા, બાળકો પણ જીવના જોખમે શાળાએ જાય છે જૂઓ

છોટા ઉદેપુરના પાવી જેતપુર તાલુકાનાં સાઢલીમાં ગમાન ફળીયાને જોડતું નાળું વર્ષોથી તૂટેલી હાલતમાં હોવાને કારણે ગામના લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવાનો (Causeway problem in Sadhli village of Chotaudepur ) વારો આવી રહ્યો છે. ગ્રામજનો સહિત શાળાએ જતાં બાળકોને જીવના જોખમે કોતરના પાણીમાંથી પસાર થવાની ફરજ પડી રહી છે.

પાવીજેતપુર- પાવી જેતપુર તાલુકાનાં સાઢલી ગામમાં લગભગ 2500 જેટલી વસ્તી આવેલી છે, ગામની વચ્ચેથી કોતર પસાર થતું હોવાથી ગામ બે ભાગમાં વહેચાયેલું છે, પરંતુ આ કોતર ગામના લોકો માટે આશીર્વાદના બદલે અભિશાપરૂપ સાબીત થઈ રહ્યું છે. વર્ષો પહેલા આ કોતર ઉપર કોઝ વે બનાવવામાં આવ્યો હતો જે ગ્રામજનોના જણાવ્યાનુસાર બનાવ્યાના લગભગ બે ત્રણ વર્ષમાં જ તૂટી ગયો હતો. ત્યારથી જ સાઢલી ગામના ગમાણ ફળીયાના લોકોની મુશ્કેલીની શરૂઆત થઈ છે, જેને આખી એક પેઢી વીતી ગયા બાદ પણ ભોગવી (Causeway problem in Sadhli village of Chotaudepur ) રહ્યા છે.

ગ્રામજનો સહિત શાળાએ જતાં બાળકોને જીવના જોખમે કોતરના પાણીમાંથી પસાર થવાની ફરજ પડી રહી છે

ગમાણ ફળીયાના લોકોની મોટી મુશ્કેલી - સાઢલી ગામના ગમાણ ફળીયાને જોડતો કોઝ વે તૂટી જતાં (Causeway problem in Sadhli village of Chotaudepur ) ગ્રામજનો શિયાળા ઉનાળામાં માટીનું પુરાણ કરીને કોતર ઉપર રસ્તો બનાવી દેતા તકલીફ ઓછી પડે છે, પરંતુ ચોમાસામાં કોતરના ધસમસતા પાણીમાં માટીનું ધોવાણ (Soil erosion in monsoon) થઈ જતાં રસ્તો સદંતર બંધ થઈ જાય છે અને ગમાણ ફળીયાના લોકો ગામ અને દુનિયાથી વિખૂટા પડી જાય છે. હાલમાં ચોમાસામાં પડેલા વરસાદમાં માટીનું પુરાણ ધોવાણ થઈ જતાં આ વિસ્તારના લોકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે, સ્થાનિક લોકોને મીઠું લેવા માટે પણ કોતરના પાણીમાં ઉતરીને જવું પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. લોકો મજબૂરીએ કોતરના પાણીમાં ઉતરીને સામે પાર જઈને પોતાની જરૂરીયાતનો સામાન લાવી રહ્યા છે. આ કોતરના પાણીમાંથી પસાર થતી વખતે લોકોને ડર પણ ખૂબ લાગતો હોવાનું જણાવી રહ્યા છે.

આ પણ વાંચોઃ પાણીના ધસમસતા વહેણમાં પત્તાના મહેલની જેમ પુલ તૂટ્યો,જુઓ વીડિયો

શાળાએ જવા બાળકો જીવ જોખમમાં મૂકે છે - ગામના કેટલાક વાલીઓ પોતાના બાળકોના શિક્ષણ પ્રત્યે પણ સભાન છે, એટલે શાળાએ જતાં બાળકોને પણ મજબૂરીએ કોતરના ધસમસતા પાણીમાંથી (Causeway problem in Sadhli village of Chotaudepur ) દિવસમાં બે વખત પસાર કરાવી રહ્યા છે. બાળકો મનમાં ડર રાખીને કોતરમાથી શિક્ષણ મેળવવા માટે જીવ જોખમમાં મૂકીને પાણીમાથી પસાર થવા મજબૂર બની ગયા છે.

આ પણ વાંચોઃ વરસાદે છોટાઉદેપુરમાં છોતરા કાઢ્યા, પલાસણી કલીડોલી બ્રીજ તૂટ્યો મોઢલા ગામ સંપર્ક વિહોણું

બીમારોને સારવાર માટે સમસ્યા- આટલું ઓછું હોય તેમ ગમાણ ફળિયું દેશ દુનિયાથી વિખૂટું પડી જતાં જાણે આભ તૂટી પડ્યું હોય તેટલી મુસીબતો માથે આવી પડે છે. કેટલીકવાર કોઈ બીમાર પડે અથવા બહેન દીકરીને પ્રસૂતિની પીડા ઉપડે ત્યારે ઈમરજન્સીમાં કોઈને હોસ્પિટલ લઈ જવા હોય ત્યારે 108 પણ આવી શકતી નથી. અને દર્દીને કોતરના પાણીમાથી(Causeway problem in Sadhli village of Chotaudepur ) ખાટલામા બેસાડીને ચાર જણા ઊચકીને સામે છેડે લઈ જવા પડે છે ત્યારે 108નો લાભ મળે છે. કેટલીકવાર બીમારને અથવા પ્રસૂતાને સારવાર મળે તે પહેલા જ અઘટિત ઘટના પણ બની જતી હોવાનું ગ્રામજનો જણાવી રહ્યા છે.

રજૂઆતો છતાં ઉકેલ નથી - અહીં ઓવરબ્રિજ માટે (Demand of over bridge at gaman fliya) ગ્રામજનોએ વારંવાર ઉચ્ચકક્ષાએ રજૂઆત કરી છે, છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. જેને લઈને સાઢલી ગામના ગમાણ ફળીયાના રહીશોને જીવ જોખમમાં મૂકવાની ફરજ (Causeway problem in Sadhli village of Chotaudepur ) પડી રહી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.