ETV Bharat / state

Holi Festival 2023: પાંચ વર્ષ બાદ પુષ્પ દોલોત્સવ ઉત્સવને લઈને જોરશોરથી તૈયારીઓ

author img

By

Published : Mar 6, 2023, 2:10 PM IST

Sarangpur Swaminarayan Temple : પાંચ વર્ષ બાદ પુષ્પ દોલોત્સવ ઉત્સવને લઈને જોરશોરથી તૈયારીઓ
Sarangpur Swaminarayan Temple : પાંચ વર્ષ બાદ પુષ્પ દોલોત્સવ ઉત્સવને લઈને જોરશોરથી તૈયારીઓ

સારંગપુર BAPS સ્વામીનારાયણ મંદિરે 5 વર્ષ બાદ પુષ્પ દોલોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે.. મહંત સ્વામીની ઉપસ્થિતિ તેમજ ભક્તો સાથે જોરશોરથી ઉજવણીને લઈને ભારે તૈયારીઓ ચાલી રહી છે.

પાંચ વર્ષ બાદ પુષ્પ દોલોત્સવ ઉત્સવને લઈને જોરશોરથી તૈયારીઓ

બોટાદ : સારંગપુર BAPS મંદિર દ્વારા પાંચ વર્ષ બાદ પુષ્પ દોલોત્સવનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. આ કાર્યક્રમમાં હજારો ભાવિક ભક્તોની હાજરીમાં આપશે તેમજ મહંત સ્વામીની ઉપસ્થિતિમાં આ ઉત્સવનું હરિભક્તો પાંચ વર્ષ બાદ પુષ્પ દોલોત્સવનો અનેરો આનંદ લઈ શકશે. આ ઉત્સવને લઈને હાલ તમામ કામગીરીને આખરી ઓપ અપાઈ રહ્યો છે.

કાર્યક્રમને લઈને અનેરો ઉત્સાહ : સાળંગપુર BAPS મંદિર દ્વારા ધુળેટી પર્વ નિમિત્તે પુષ્પ દોલોત્સવના કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવતું હોય છે, પહેલા BAPS મંદિર ખાતે પ્રમુખ સ્વામીની ઉપસ્થિતિમાં ભવ્ય પુષ્પ દોલોત્સવ કાર્યક્રમોનું આયોજન થતું હતું .સ્વામિનારાયણ સંપ્રદાયમાં આશરે 200 વર્ષથી ધુળેટી પર્વ નિમિત્તે પુષ્પ દોલોત્સવના કાર્યક્રમોનું આયોજન થતું હોય છે, ત્યારે સ્વામિનારાયણ સંપ્રદાયના BAPS ખાતેના તમામ મંદિરોમાં પુષ્પ દોલોત્સવના કાર્યક્રમમાં ઉત્સાહભેર હરિભક્તો આ ઉત્સવનો લાભ લેતા હોય છે.

આ પણ વાંચો : Sarangpur Hanuman Mandir: સદગુરુ ગોપાળાનંદ સ્વામીના 242 મો પ્રાગટય દિવસ ઉજવાયો

પાંચ વર્ષ બાદ પુષ્પ દોલોત્સવ ઉત્સવ : બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં આવેલ સારંગપુર ધામનું BAPS મંદિર કે જ્યાં પાંચ વર્ષ બાદ પુષ્પ દોલોત્સવ ઉત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે. જે કાર્યક્રમને લઈ સંતો દ્વારા તૈયારીને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. 7 માર્ચના રોજ સાંજે પાંચ કલાકે યોજાનાર આ કાર્યક્રમમાં BAPS સંસ્થાના વડા મહંત સ્વામી ખાસ હાજર રહેશે. તેમજ દેશ અને વિદેશથી હજારોની સંખ્યામાં હરિભક્તો પુષ્પ દોલોત્સવના આ ઉત્સવમાં મહંત સ્વામીની ઉપસ્થિતિમાં તેમજ અન્ય સંતોની હાજરી વચ્ચે પ્રેરણાદાયક પ્રવચન સાથે પુષ્પ દોલોત્સવ ઉત્સવમાં હર્ષભેર ભાગ લેશે.

આ પણ વાંચો : Shakotsav: સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે ભવ્ય શાકોત્સવનું આયોજન, 20 હજાર હરિભક્તોએ લીઘો લાભ

તૈયારીઓને આખરી ઓપ : કાર્યક્રમને લઈને હરિભક્તો પણ અનેરો આનંદ માણવા, ઉત્સાહ લેવા રાહ જોઈ રહ્યા છે. ત્યારે BAPS મંદિર પ્રશાસન દ્વારા પણ પુષ્પ દોલત્સવને લઈ આવનાર તમામ હરિભક્તોને કોઈપણ પ્રકારની અગવડતા ન પડે તેને અલગ અલગ 30 વિભાગોની રચના કરવામાં આવેલ છે. હાલ તેને લઈ તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે, આ ઉજવણીને લઈ સારંગપુર સ્વામીનારાયણ મંદિરના સંત પૂજ્ય આત્મતૃપ્ત સ્વામીએ સમગ્ર માહિતી આપી હતી.

અન્ય કાર્યક્રમ : આ પહેલા પણ સારંગપુરમાં ગોપાળાનંદ સ્વામીના 242મો પ્રાગટય દિવસની વિશેષ ઉજવણી કરાઇ હતી. ગોપાળાનંદ સ્વામીએ આ ધરતી પર વસતા દરેક પ્રાણી, પક્ષી, મનુષ્ય અને સમાજના કલ્યાણ માટે કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજની સાળંગપુર ખાતે સ્થાપના કરી હતી. આવા સંતની ઐશ્વર્યની અસર પણ સ્વામિનારાયણ સંપ્રદાયમાં અને ખાસ કરીને સાળંગપુર-ધામમાં જોવા મળી રહી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.