અમદાવાદ જિલ્લામાં કૃષ્ણનગરમાં લૂંટ પ્રયાસ મામલે નવા ખુલાસા

author img

By

Published : Jun 30, 2021, 12:55 PM IST

Updated : Jun 30, 2021, 2:00 PM IST

અમદાવાદ જિલ્લામાં કૃષ્ણનગરમાં લૂંટ પ્રયાસ મામલે નવા ખુલાસા

બોટાદ જિલ્લામાં કૃષ્ણનગરમાં ધોળા દિવસે જવેલર્સમાં લૂંટ(Robbery)નો બનાવ બન્યો હતો. લૂંટના બનાવ અંગે પ્રયાસ કરનારા દંપતીની પૂછપરછ કરવામાં આવતા અનેક ખુલાસા થયા હતા. આરોપી દંપતીએ આર્થિક પરિસ્થિતિના કારણે લૂંટ કરવા નહીં પરંતુ મોજશોખ કરવા માટે લૂંટ કરવાનો પ્લાન બનાવ્યો હોવાનો ઘટસ્ફોટ થયો હતો.

  • કૃષ્ણનગરમાં ધોળા દિવસે જવેલર્સમાં લૂંટ
  • લૂંટ પ્રયાસ કરનારા દંપતીની પૂછપરછમાં અનેક ખુલાસા
  • પૈસાની તંગી હોવાથી લૂંટ કરવાનો વિચાર કર્યો હતો

બોટાદઃ જિલ્લાના કૃષ્ણનગરમાં ધોળા દિવસે જવેલર્સમાં લૂંટનો બનાવ બન્યો હતો. આ બનાવમાં ઝડપાએલા લૂંટ પ્રયાસ કેસમાં દંપતિ રિમાન્ડ દરમિયાન અનેક ચોંકાવનારી હકીકત સામે આવી હતી. જેમાં આરોપી મહિલા યોગીતાની લાઈફ સ્ટાઇલ જોઇ પોલીસ પણ ચોંકી ગઈ હતી. કારણ કે, આરોપી યોગીતા સેલિબ્રિટી રીતને રહેતી હતી. જેમાં પોલીસે તેમના ઘરમાં તપાસ કરતા 100 થી વધુ ડિઝાઇનર કપડા,શૂઝ સહિત વસ્તુઓ શોખીન હોવાથી ખૂબ ખર્ચા થતા હતાં. જેનાં કારણે પૈસાની તંગી હોવાથી લૂંટ કરવાનો વિચાર બનાવ્યો છે. લૂંટ કરીને મોજશોખ પૂરા કરવા દિલ્હી ભાંગી જવાનો પ્લાન બનાવ્યો હતો.

અમદાવાદ જિલ્લામાં કૃષ્ણનગરમાં લૂંટ પ્રયાસ મામલે નવા ખુલાસા

આ પણ વાંચોઃ Ahmedabad Crime News - શહેરના વિવિધ વિસ્તારોમાં લૂંટ ચલાવતી 5 લોકોની ગેન્ગ ઝડપાઈ

મોજશોખ પૂરા કરવા લૂંટ કરતા હતા

પોલીસે લૂંટ પ્રયાસ કેસમાં રિવોલ્વર આપનારા અને મદદગારી કરનારા બે આરોપીની ધરપકડ કરી છે. આરોપી દંપતિને રિવોલ્વર આપનારા મનીષ બિપિન પટેલે માત્ર 500 રૂપિયામાં રિવોલ્વર આપી હતી. જે બાદ પરત આપી દેવાની હતી. પોલીસે ARMS એક્ટ મુજબ ગુનામાં પકડેલા મનિષ પટેલ કુખ્યાત બુટલેગર બીપીન પટેલનો પુત્ર છે. જો કે પકડાયેલા ભરત ગોહિલ અને યૉગીતા બન્ને આર્થિક સંકડામણને કારણે લૂંટ કરવા નહીં પણ મોજશોખ પૂરા કરવા લૂંટ પ્લાન ઘડ્યો હતો.

આ પણ વાંચોઃસિદ્ધપુરમાં છરીની અણીએ આંગડીયા પેઢીના કર્મચારીની કરાઈ લૂંટ

લૂંટના બન્ને આરોપી ધરપકડ

પોલીસે આરોપીના માતા-પિતાની પૂછપરછ કરતાં સામે આવ્યું કે, આરોપી મહિલા યોગીતા પોતાની સાસુને સામાન્ય ઝઘડામાં છરી વડે હુમલો કરવાની ધમકી અવાર નવાર આપતી હોય છે. એટ્લે આરોપી દ્વારા સાસુ-સસરાને માનસિક શારીરિક ત્રાસ આપતા હોવાનું સામે આવ્યું છે. હાલ પોલીસે બન્ને આરોપી ધરપકડ કરી વધું તપાસ શરૂ કરી હતી.

Last Updated :Jun 30, 2021, 2:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.