કુંડલ સ્વામિનાયણ મંદિરમાં અમિતશાહના આગમનની તૈયારીઓ અંતિમ ચરણમાં, ગૃહપ્રધાન શિબિરનું કરશે ઉદ્દઘાટન

author img

By

Published : Oct 31, 2021, 4:06 PM IST

ગૃહપ્રધાન શિબિરનું કરશે ઉદ્દઘાટન

બરવાળા તાલુકાના કુંડળ સ્વામિનારાયણ મદિર ખાતે 1 નવેમ્બરના રોજ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ અને પ્રસિદ્ધ બોલિવૂડ સિંગર દિલેર મહેંદી આવશે. આ મહાનુભાવ સ્વામિનારાયણ સત્સંગની 30મી શિબિરના ઉદ્ઘાટન પ્રસંગે આપશે હાજરી. કુંડળધામમાં 36 ફૂટ ઊંચી ભક્તેશ્વર મહાદેવજીની મૂર્તિનું સ્થાપન કરાશે

  • 36 ફૂટની ભક્તેશ્વર મહાદેવજીની મૂર્તિ સ્થાપન કરાશે
  • 30મી શિબિરનું કરવાામાં આવ્યું આયોજન
  • કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ કરશે શિબિરનું ઉદ્દઘાટન

બોટાદ: જીલ્લાના બરવાળા તાલુકાના કુંડળ સ્વામિનારાયણ મંદિરમાં દર વર્ષે દિવાળી ઉપર સ્વામિનારાયણ સત્સંગ શિબિર યોજાય છે. જેમાં માનવ જીવનના અનોખા ઘડતર માટે સ્વામિનારાયણ મંદિર, કુંડળધામ દ્વારા પ્રતિવર્ષ શિબિરનું આયોજન કરવામાં આવે છે તે પરંપરા મુજબ આ વર્ષે પણ તા. 2 નવેમ્બર થી 9 નવેમ્બર 2021 સુધી ભવ્ય 30મી શિબિરનું આયોજન કર્યું છે.

કુંડલ સ્વામિનાયણ મંદિરમાં અમિતશાહના આગમનની તૈયારીઓ અંતિમ ચરણમાં

આ આયોજનની ખાસિયત એ છે કે આ શિબિરનું ઉદ્ઘાટન કેન્દ્રીય પ્રધાન અમિત શાહ તેમજ જ્ઞાનજીવનદાસજી સ્વામીના વરદહસ્તે કરવામાં આવશે. આ કાર્યક્રમમાં પ્રસિદ્ધ બોલિવૂડ સિંગર દિલેર મહેંદી હાજરી આપવાના છે. આ 30મી શિબિરમાં હજારો હરિભક્તો લાભ લઇ શકે તે માટે વિશિષ્ટ તૈયારીઓ કરી આખરી ઓપ અપાઈ રહ્યો છે. તેમજ ભગવાન સ્વામિનારાયણની વિચરણ ભૂમિ કુંડળધામમાં આ ઉદ્ઘાટન પ્રસંગે સામાજીક સંસ્થાઓને સન્માન સાથે દાન આપવામાં આવશે તેમજ સમાજના વિશિષ્ટ વ્યક્તિઓને પણ સન્માન સાથે પુરસ્કાર કરાશે. તેમજ 36 ફૂટ ઊંચી ભક્તેશ્વર મહાદેવજીની મૂર્તિનું અમિત શાહ તથા જ્ઞાનજીવનદાસજી સ્વામીના વરદહસ્તે સ્થાપન કરાશે.

આ પણ વાંચો : રાષ્ટ્રીય એકતા દિવસ: અમિત શાહે કહ્યું, દેશભક્તિનું તીર્થસ્થળ છે કેવડિયા

આ પણ વાંચો : સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતેના કાર્યક્મ બાદ અમિત શાહ અચાનક પહોંચ્યા જંગલ સફારી પાર્ક, જૂઓ પછી શું થયું

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.