Anger against officials in Botad : જિલ્લા પંચાયતમાં પદાધિકારીઓ મંજીરા વગાડવા નથી આવતાં, અધિકારીઓ સાંભળતાં ન હોવાની રાવ

author img

By

Published : Dec 30, 2021, 8:12 PM IST

Updated : Jan 1, 2022, 9:12 PM IST

Anger against officials in Botad : જિલ્લા પંચાયતમાં પદાધિકારીઓ મંજીરા વગાડવા નથી આવતાં, અધિકારીઓ સાંભળતાં ન હોવાની રાવ

બોટાદ જિલ્લા પંચાયતની સભામાં આજે અધિકારીઓ પદાધિકારીઓનું સાંભળતા ન હોવાની રાવ ફરિયાદ કરી હતી. વિરોધ પક્ષના નેતા સહિત ભાજપના પદાધિકારીઓએ પણ ફરિયાદ (Anger against officials in Botad) કરતાં પ્રમુખે આ બાબતે નિર્ણય લેવા આશ્વાસન આપ્યું હતું.

બોટાદઃ બોટાદ જિલ્લા પંચાયતમાં આજે મળેલી શાસક પક્ષની બેઠકમાં અધિકારીઓના કામકાજને (Complaint against botad officers 2021) લઇને હંગામો મચ્યો હતો. વિરોધ પક્ષના નેતા સહિત ખુદ ભાજપના જ પદાધિકારીઓ અને સભ્યો દ્વારા પણ અધિકારી રાજ (Anger against officials in Botad)અંગે પ્રમુખ ઘનશ્યામ વિરાણીને રાવ ફરિયાદ કરવામાં આવી હતી. ત્યારે પ્રમુખે આ વાતનો સ્વીકાર કરી આગામી સમયમાં તેમાં સુધારો આવવા અંગે સધિયારો આપ્યો હતો.

બોટાદ જિલ્લા પંચાયત પ્રમુખે અધિકારીઓને આકરી ભાષામાં સમજાવ્યાં

બાંધકામ શાખા,શિક્ષણ શાખા તેમ જ અન્ય કચેરીઓનો વિરોધ

બોટાદ જિલ્લા પંચાયતની સાધારણ સભામાં અધિકારી રાજને લઈ (Complaint against botad officers 2021) વિરોધ જોવા મળ્યો. જિલ્લા પંચાયતના પ્રમુખ ઘનશ્યામ વિરાણીએ ડીડીઓને કહ્યું અમે અહીંયા મંજીરા વગાડવા નથી આવતાં. જિલ્લા પંચાયતમાં સભ્યોનું અધિકારી સાંભળતા ન હોઇ જેને લઇ સભ્યોમાં નારાજગી છે. બાંધકામ શાખા ,શિક્ષણ શાખા તેમજ અન્યો કચેરીને લઇ (Anger against officials in Botad) વિરોધ જોવા મળ્યો હતો. જિલ્લા પચાયતના પ્રમુખ, શિક્ષણ સમિતિ અને બાંધકામ સમિતિના ચેરમેને અધિકારીઓ સાંભળતા ન હોવાનો સ્વીકાર કર્યો હતો. તો વિરોધ પક્ષના નેતાએ પણ ભાજપના શાસનમાં જિલ્લા પંચાયતમાં અધિકારી રાજ ચાલતું હોવાનો ઉભરો ઠાલવ્યો હતો.

Anger against officials in Botad

ભાજપનું શાસન છે

બોટાદ જિલ્લા પંચાયતની આશરે 9 થી 10 મહિના પહેલા ચૂંટણી યોજાઈ હતી અને કુલ 20 માંથી 19 બેઠકો પર ભારતીય જનતા પાર્ટીના સભ્યોની જીત થઈ હતી. ત્યારે સ્પષ્ટ બહુમતી સાથે બોટાદ જિલ્લા પંચાયતમાં ભાજપનું શાસન છે. જિલ્લા પંચાયતમાં પ્રમુખ તરીકે ઘનશ્યામ વિરાણીની સર્વાનુમતે પસંદગી કરવામાં આવેલ હતી. તેમજ અલગ અલગ સમિતિમાં ચેરમેન અને સમિતિઓની રચના કરવામાં આવી હતી.

આ પણ વાંચોઃ Corona In Gujarat: પૂર્વ ઊર્જા પ્રધાન સૌરભ પટેલ દ્વારા આયોજિત નાઈટ ક્રિકેટ ટૂર્નામેન્ટમાં કોરોના ગાઈડલાઈન્સના લીરેલીરા ઊડ્યા

પહેલાં પણ રજૂઆતો થઈ હતી

જિલ્લા પંચાયતમાં અધિકારી કોઈનું સાંભળતા નથી (Anger against officials in Botad) તેવી ચર્ચા અવારનવાર સભ્યોમાં ચર્ચાનો વિષય બનતો. ત્યારે વારંવાર આ મામલે પ્રમુખને પણ મૌખિક રીતે સભ્યો તેમજ ચેરમેન દ્વારા જાણ કરવામાં આવતી હતી. ત્યારે આજે જિલ્લા પંચાયતની મળેલ સાધારણ સભામાં અધિકારી રાજનો (Complaint against botad officers 2021) વિરોધ સામે આવ્યો હતો. અલગ અલગ સમિતિના ચેરમેન અને સભ્યો દ્વારા અધિકારીઓ સાંભળતા ન હોવાનો આક્ષેપ કર્યો હતો.

પ્રમુખ પણ અધિકારી રાજને લઈ જોવા મળ્યાં આકરા પાણીએ

પ્રમુખે સ્પષ્ટ શબ્દોમાં અધિકારીઓને અને ડી.ડી.ઓ.ને સૂચના આપતા હોય તેવું વિડીયોમાં કેદ થયું હતું. તો બાંધકામ વિભાગ અને શિક્ષણ વિભાગમાં અધિકારી સાંભળતા ન હોય તેવો ચેરમેન દ્વારા ઉલ્લેખ કરાયો હતો. જિલ્લા પંચાયતના પ્રમુખ દ્વારા અધિકારી રાજ (Complaint against botad officers 2021) ચાલતું હોવાનો સ્વીકાર કરી હવે સુધારો થઈ જશે તેવી આશા વ્યક્ત કરી હતી.

આ પણ વાંચોઃ બોટાદ જિલ્લા પંચાયતની ચૂંટણી બાદ પ્રથમ સામાન્ય સભા મળી

આગામી દિવસોમાં નિર્ણય લેવાની ચીમકી

ચેરમેન અને સભ્યો દ્વારા જો સૂચના બાદ પણ અધિકારીના વર્તનમાં ફેરફાર નહીં થાય(Complaint against botad officers 2021) તો આગામી દિવસોમાં સાથે મળી નિર્ણય લેવાની ચીમકી (Anger against officials in Botad) આપી હતી. વિપક્ષ નેતાએ પણ ભાજપ પર આકરા પ્રહાર કરી અધિકારી રાજ ચાલતું હોય છેે અને બોટાદ જિલ્લા પંચાયતમાં ભ્રષ્ટાચાર ચાલતો હોવાના પણ આક્ષેપ લગાવ્યાં હતાં.

Last Updated :Jan 1, 2022, 9:12 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.