ETV Bharat / state

Shani Maharaj : શનિની 17 જૂનથી ઉલટી ચાલ, તમારી રાશિ પર શું પડશે અસર

author img

By

Published : Jun 1, 2023, 5:12 PM IST

Updated : Jun 1, 2023, 5:22 PM IST

Shani Maharaj : શનિની 17 જૂનથી ઉલટી ચાલ, તમારી રાશિ પર શું પડશે અસર
Shani Maharaj : શનિની 17 જૂનથી ઉલટી ચાલ, તમારી રાશિ પર શું પડશે અસર

આગામી દિવસોમાં શનિ મહારાજ પોતાની ચાલ બદલવા જઈ રહ્યા છે. શનિ મહારાજની ચાલથી દેશ દુનિયા તેમજ પરિવારમાં અસર પડી શકે છે. કુલ 141 દિવસ સુધી શનિ વક્રી અવસ્થામાં રહેવાના છે. શનિ મહારાજ ઉલટી ચાલથી 12 રાશિ માટે કષ્ટદાયક પણ નીવડી શકે છે, ત્યારે શનિ મહારાજના ક્રોધથી બચવા શું કરવું જોઈએ જૂઓ.

શનિ મહારાજની ઉલટી ચાલ કોના કોના માટે ભારી અને શું ઉપાય જાણો

ભાવનગર : શનિ મહારાજ આગામી 17 જૂનના રોજ ઉલટી ચાલ ચાલવા જઈ રહ્યા છે. કર્મના દેવતાની ઉલટી ચાલ બાર રાશિઓ માટે કષ્ટદાયક પણ નીવડી શકે છે. દેશ અને ભારતમાં પણ ઉલટી ચાલ નુકશાન વેરી શકે છે. ત્યારે આ બાબતે જ્યોતિષી કિશન જોષી શુભ, અશુભ અને સાથે સાથે અશુભના અસરમાંથી શું ઉપાય થાય તેની વિશેષ જાણકારી આપી છે.

આગામી 17 જૂન 2023ના રાત્રે 10.57 મિનિટ પર કુંભ રાશિમાં રહેલા શનિદેવ વક્રી ચાલ ચાલવના છે. વક્રી ચાલનો અર્થ થાય છે ઉલટી ચાલ. શનિદેવ આમ તો કર્મના દેવતા છે, ન્યાય કરનારા શનિદેવ ઉલટી ચાલ ચાલવાથી 12 રાશિને સાવધાન થવાની જરૂર છે. શનિની વક્રી ચાલ 4 નવેમ્બર 2023 સુધી રહેવાની છે. જોકે ત્યારબાદ કુંભ રાશિમાં માર્ગી થશે. શનિ કુલ 141 દિવસ સુધી વક્રી અવસ્થામાં રહેવના છે. શનિના વક્રી થવા પર તેનો પ્રભાવ દરેક રાશિઓ પર જોવા મળશે. - કિશન જોષી (જ્યોતિષી)

શનિની સાડાસાતી ચાલી : શનિ મહારાજ વર્ષ 2023માં પોતાની સ્વયંની રાશિ કુંભમાં બિરાજમાન છે, ત્યારે શનિના કુંભ રાશિમાં હોવાથી મકર, કુંભ અને મીન રાશિના જાતકો ઉપર આ સમયે શનિની સાડાસાતી ચાલી રહી છે.

દેશ-દુનિયા પર અસર : શનિ આશરે અઢી વર્ષ પોતાના ઘરમાં રહેશે. જેનાથી દેશ માટે આ ફેરફાર ફાયદાકારક હશે. અનાજના સારા ઉત્પાદનની સાથે બજારમાં ઉછાળ આવવાની શક્યતા છે. આંતરરાષ્ટ્રીય સ્તર પર દેશની પ્રગતિ થશે, પરંતુ પ્રાકૃતિક આપદાઓ પ્રભાવિત કરી શકે છે. આતંકી ઘટનાઓ વધી શકે છે. મહત્વપૂર્ણ પદ વાળાએ સુરક્ષા અને સ્વાસ્થ્યનું ખાસ કરી ધ્યાન રાખવું પડશે. અસ્થિરતા વધી શકે છે. બીમારીઓની સારવારમાં નવી-નવી શોધ થશે. નવી-નવી દવાઓ અને તકનીક વિકસિત થશે. સત્તા સંગઠનમાં ફેરફાર થશે. વિશ્વમાં સરહદ પર તણાવ શરૂ થઈ જશે. દેશમાં આંદોલન, હિંસા, ધરણા પ્રદર્શન, હડતાળ, બેન્ક કૌભાંડ, વાયુ દુર્ઘટના, વિમાનમાં ખરાબી, ઉપદ્રવ અને આગજનીની પરિસ્થિતિ બની શકે છે. પ્રાકૃતિક આપદાની સાથે અગ્નિકાંડ, ભૂકંપ, ગેસ દુર્ઘટના, વાયુ દુર્ઘટના થવાની સંભાવના રહેશે.

શનિ મહારાજના ક્રોધથી બચવા ઉપાયો : શનિના અશુભ પ્રભાવમાં ઉપાય જોઈએ તો, શનિની અશુભ અસરથી બચવા માટે રોજ ૐ પ્રાં પ્રીં પ્રૌં સઃ શનેશ્ચરાય નમઃ મંત્રનો જાપ દરરોજ કરવો જોઈએ. શનિ મહારાજને મંદિરમાં જઈને તલના તેલનો દીવો પ્રગટાવો, તલનું તેલ અને કાળા અડદ ચઢાવો, ઘોડાની નાળનો છલ્લો મીડલ ફિંગરમાં પહેરો, જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાવવું. સાથે જ કપડાં, પાણી, છત્રી અને બૂટ-ચપ્પલનું દાન કરવું, રોજ સવારે વહેલા ઉઠીને પીપળાના ઝાડ ઉપર કાળા તલ મિક્સ કરેલું પાણી ચઢાવવું જોઈએ. આમ કરવાથી શનિ મહારાજના પ્રકોપથી બચી શકાય છે તેમ જ્યોતિષી કિશન જોશીએ જણાવ્યું હતું.

12 રાશિવાર ફળ કથન જોઈએ તો નીચે મુજબ છે

મેષ : શનિ વક્રી દરમિયાન મેષ રાશિના જાતકોને ફાયદો થવાની અપેક્ષા છે. શનિની કૃપાથી કારકિર્દી અને બિઝનેસમાં પ્રગતિ થશે એટલે ધન તેમજ પ્રસિદ્ધિમાં વૃદ્ધિ થવાની છે.

વૃષભ : વૃષભ રાશિના જાતકો માટે ઉતાવળ શેતાન બની શકે છે. મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આગળ વધતી વખતે કાળજી રાખો અને ક્રોધ તેમજ વાણી પર સંયમ રાખો.

મિથુન : જીવનમાં નવી વસ્તુઓનો અનુભવ થશે. ઘર અને કામ પર આપવામાં આવતી જવાબદારીઓ પૂર્ણ કરો તેના વિશે વધારે વિચારશો નહીં.

કર્ક : કર્ક રાશિના જાતકોએ પૈસાના ખર્ચ અંગે તમારે સાવચેત રહેવાની જરૂર છે. આર્થિક નુકસાન થઈ શકે છે. દલીલો ટાળો અને તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. તમારા જોબ ધંધાના સ્થળે નવા પડકારો દેખાઈ શકે છે.

સિંહ : તમારે કામના તણાવનો સામનો કરવો પડી શકે છે. જવાબદારીઓમાં વધારો થઈ શકે છે. નિયમોનું પાલન કરો અને નકારાત્મક લોકોથી દૂર રહો.

કન્યા : કન્યા રાશિના જાતકોની સંપત્તિમાં વધારો થઈ શકે છે અને નફાની નવી તકો ઉભી થઈ શકે છે. તમારે સ્વાસ્થ્યની ચિંતા કરવાની જરૂર નથી. શિક્ષણ જ સફળતાની ચાવી બની રહેશે. તમને કોર્ટ કેસોમાં સફળતા મળશે અને સહકારથી કારકિર્દીની પ્રગતિ થઈ શકે છે.

તુલા : આ રાશિના જાતકોના કામમાં અડચણો આવી શકે છે અને તેઓએ પૈસાને લઈને સાવચેત રહેવું પડશે. તમારા પાર્ટનરની વાત પર ધ્યાન આપીને મુશ્કેલીઓ હળવી કરી શકાય છે.

વૃશ્ચિક : તણાવ વધી શકે છે. પારિવારિક વિવાદથી બચવાનો પ્રયત્ન કરો. કાળજીપૂર્વક વિચારણા કર્યા પછી રોકાણ કરો નહીં તો નુકસાન થઈ શકે છે.

ધન : ધન રાશિના જાતકોને વ્યવસાયમાં ઊજળી તકો જોવા મળશે અને તમારી આવકમાં વધારો થઈ શકે છે. તમારી કારકિર્દીનો માર્ગ પણ સારો દેખાય છે.

મકર : ક્રોધ અને વાણી પર નિયંત્રણ રાખો, નહીં તો તે તમારા કામને બગાડી શકે છે. વાદ-વિવાદથી દૂર રહેવું.

કુંભ : કુંભ રાશિના જાતકોનો ખર્ચ વધી શકે છે, તેથી બિનજરૂરી ખર્ચ પર ધ્યાન રાખો. બચત વેડફાઇ શકે છે.

મીન : વેપાર ધંધાના સ્થળે પડકારોના કારણે પૈસાની ખોટ જઈ શકે છે. નવી જવાબદારીઓ ન લેવી અને ઉધાર આપવાનું ટાળવું.

  1. Love Horoscope : લવ લાઈફમાં ક્યાં રાશીના લોકોનું જીવન ચમકશે જૂઓ
  2. Shani Amavasya : પ્રાચીન શનિ મંદિરે શનિવાર સાથે અમાસના સંયોગની ધામધુમ પૂર્વક ઉજવણી
  3. Porbandar Temples : પોરબંદર નજીક હાથલા શનિદેવ મંદિરે ઉજવાઇ શનિ જયંતિ, મંદિરની આગવી વિશેષતાઓ જાણો
Last Updated :Jun 1, 2023, 5:22 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.