ETV Bharat / state

ભાવનગરમાં 144 લાગુ કર્યા બાદ પણ હરાજી શરૂ, માર્કેટિંગ યાર્ડે કલેક્ટર પાસે માંગ્યું માર્ગદર્શન

author img

By

Published : Mar 21, 2020, 7:36 PM IST

bhavnagar
હરરાજી અને ટોળા

ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં હરાજી શરૂ રાખવામાં આવી છે. એક તરફ કોરોનાને પગલે 144 લાગુ કરાઈ છે, ત્યારે ભાવનગર યાર્ડના તંત્રએ હરાજી શરૂ રાખતા કોરોનાને ક્યાંક આમંત્રણ આપ્યું હોવાનું લાગી રહ્યું છે. જો કે, આ મામલે યાર્ડના તંત્રએ જણાવ્યું હતું કે, કલેક્ટરનું માર્ગદર્શન લેવામાં આવ્યું છે. તેમજ માર્ગદર્શન આવ્યા બાદ હરાજીનો નિર્ણય લેવામાં આવશે.

ભાવનગર: જિલ્લામાં ગુજરાતમાં કોરોનાના પ્રવેશ બાદ 144 કલમ લગાવી દેવામાં આવી છે, ત્યારે ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં હજૂ પણ હરાજી શરૂ છે. જેમાં ખેડૂત સહિત વેપારીના ટોળા વળે છે. જો કે, યાર્ડના તંત્રએ કલેક્ટર પાસે માર્ગદર્શન માંગ્યું છે કે, શું કરવું? પણ સવાલ એ છે કે, કોરોના ફેલાવા પાછળ વધુ ભીડ ખતરો પેદા કરી શકે છે.

શહેરમાં 144 તો યાર્ડમાં હરરાજી અને ટોળા : યાર્ડએ માંગ્યું કલેક્ટરનું માર્ગદર્શન

ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં આવનારી ડુંગળીના વેંચાણ માટે થતી હરાજી હજૂ બંધ કરવામાં આવી નથી. યાર્ડમાં મોટી સંખ્યામાં વેપારીઓ અને ખેડૂતો એકત્રિત થાય છે. તેમજ હરાજીમાં સાથે રહેવાને કારણે કોરોના ફેલાવાની શક્યતા વધી જાય છે. આ મુદ્દે યાર્ડના તંત્રએ જણાવ્યું છે કે, 144ની કલમને પગલે યાર્ડ અંગે નિર્ણય કરવા માટે કલેક્ટરનું માર્ગદર્શન માંગવામાં આવ્યું છે. 22 માર્ચ જનતા કરફ્યૂમાં યાર્ડનું તંત્ર જોડાવાનું છે, પરંતુ બાદમાં શું નિર્ણય કરવામાં આવશે તે કલેક્ટરના માર્ગદર્શન બાદ સ્પષ્ટ થશે. જો કે, કોરોનાને પગલે યાર્ડમાં બેનર લગાવ્યા હોવાનું અને માઇક દ્વારા વેપારી ખેડૂતને સ્વચ્છતા અને સફાઈ રાખવા માટે જાણ કરવામાં આવતી હોવાનું યાર્ડના સેક્રેટરી જણાવી રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.