ETV Bharat / state

ભાવનગરમાં મેયરના વોર્ડમાં જ એક મહિનાથી પાણીના વલખા

author img

By

Published : Apr 12, 2021, 7:00 PM IST

ભાવનગરમાં મેયરના વોર્ડમાં જ એક મહિનાથી પાણીના વલખા
ભાવનગરમાં મેયરના વોર્ડમાં જ એક મહિનાથી પાણીના વલખા

ભાવનગર શહેરના ચિત્રા ફુલસર વોર્ડમાં આવેલા હાદાનગર અને તેની આસપાસની સોસાયટીઓમાં પાણીની વિકટ સમસ્યા છે. શિવશક્તિ સોસાયટીમાં એક મહિનાથી પાણી આવતું નથી અને આશરે 200 ઘરને અસર થતી હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે.

  • ઉનાળાની સાથે સાથે ભાવનગરમાં પાણીની સમસ્યા શરૂ
  • ખુદ મેયરના વોર્ડમાં જ એક મહિનાથી પાણીની સમસ્યા
  • સ્થાનિકોનો આક્ષેપ, મત લેવા તો આવતા હતા, હવે નથી આવતા


ભાવનગર: શહેરમાં ભર ઉનાળે પાણીનો કકળાટ સામે આવી રહ્યો છે. મેયરના વિસ્તારમાં એટલે કે ચિત્રા ફુલસર વોર્ડમાં આવેલા હાદાનગર પાછળ શિવશક્તિ સોસાયટીમાં એક મહિનાથી પાણીનો કકળાટ છે. મહામારી અને ઉનાળાના પ્રારંભમાં પાણી ન મળતા લોકો પરેશાન થયા છે. મત લેવા આવનારા હવે જવાબ નહિ આપતા હોવાનો આક્ષેપ સ્થાનિકો દ્વારા કરવામાં આવ્યો છે.

શિવશક્તિ સોસાયટીમાં આશરે 200 ઘરને એક મહિનાથી વલખા

ભાવનગર મહાનગરપાલિકા દ્વારા 1260 રૂપિયાની આસપાસ વેરો લેવામાં આવે છે. ત્યારે વેરો ભરવા છતા પાણી ન મળતુ હોવાથી શિવશક્તિ સોસાયટીની મહિલાઓ બેડા અને ડોલ સાથે રસ્તા પર આવી ગઈ હતી. સ્થાનિક નગરસેવકને બોલાવવામાં આવ્યા તો તેઓ "ફોન કરું છું" એમ કહીને ચાલ્યા ગયા હતા. છેલ્લા એક મહિનાથી પાણીનું પ્રેશર નહીં હોવાનો આક્ષેપ મહિલાઓએ કર્યો છે. મહામારીમાં બહારથી આવતા લોકોને વધુ ઉપયોગ રહે છે અને ઉનાળાના પ્રારંભમાં 45 મિનિટ પાણી મળવાને બદલે 10 મિનિટ પાણી આવતા મહિલાઓએ આક્ષેપ કર્યો હતો કે, મત જોતો હતો તો રોજ આવતા હતા. હવે ફોન પર પણ જવાબ આપતા નથી.

પાણી મામલે મેયરે કહ્યું, 'મેં જવાબદારોને કહ્યું છે જે કરવું હોય તે કરો પણ પાણી આપો'

ભાવનગરના મેયર પદ મળતા સમયે કીર્તિબેન દાણીધરીયાને વિવાદનો સામનો કરવો પડ્યો હતો હવે પોતાના વોર્ડમાં એક પછી એક સોસાયટીઓમાં પાણીનો પ્રશ્ન સામે આવી રહ્યો છે. મેયર કીર્તિબેન દાણીધરીયા સાથે વાતચીત કરતા તેમને જણાવ્યું હતું કે, મને ફરિયાદો મળી છે અને હું સવારમાં ચિત્રા ફિલ્ટર મુલાકાત લઈ આવી છું. મેં જવાબદારોને કહ્યું છે કે, તમારે જે કરવું હોય તે કરો પણ દરેકને પાણી મળવું જોઈએ.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.