ETV Bharat / state

Congress Allegation : કોંગ્રેસે ભાજપ સરકારને અદાણી મુદ્દે ઘેરી, ઈડી, સીબીઆઇ તપાસની કોંગ્રેસની માંગ

author img

By ETV Bharat Gujarati Team

Published : Aug 26, 2023, 9:37 PM IST

Updated : Aug 26, 2023, 9:52 PM IST

ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે આજે ગુજરાતની ભાજપ સરકાર ઉપર આકરા પ્રહાર કર્યા હતા. શક્તિસિંહે ભાજપ સરકાર સામે ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર કરતી હોવાના અને ઉદ્યોગપતિઓને માલામાલ કરતા હોવાની આક્ષેપ કર્યા હતા.

Gujarat Congress Allegation : કોંગ્રેસે ભાજપ સરકારને અદાણી મુદ્દે ઘેરી, ઈડી, સીબીઆઇ તપાસની કોંગ્રેસની માંગ
Gujarat Congress Allegation : કોંગ્રેસે ભાજપ સરકારને અદાણી મુદ્દે ઘેરી, ઈડી, સીબીઆઇ તપાસની કોંગ્રેસની માંગ

ભાજપ સરકાર ઉપર આકરા પ્રહાર

અમદાવાદ : ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનો માહોલ ધીમે ધીમે જામી રહ્યો છે. ત્યારે ગુજરાત પ્રદેશના પ્રમુખ શક્તિસિંહ ગોહિલે આજે ભાજપ સરકારને વિવિધ મુદ્દે ઘેરી હતી. જેમાં શક્તિસિંહ ગોહિલે ઘણા બધા પ્રશ્નો ઉઠાવ્યા હતા. શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે ગુજરાતના ઉદ્યોગપતિઓ આવે એનો વિરોધ નથી પરંતુ ગુજરાત અને પ્રજાની જો લૂંટ થશે તો કોંગ્રેસ ચૂપ રહેશે નહીં.

  • ભારતીય જનતા પાર્ટીની સરકારમાં ભયમુક્ત ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે.
    માનીતા ઉદ્યોગપતિઓને માલામાલ કરવા માટે ગુજરાતની જનતાની તિજોરીની ખુલ્લી લૂંટ ભાજપના શાસનમાં ચાલી રહી છે.

    ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ (GUVNL) દ્વારા વીજળી ખરીદી માટે પાવર પર્ચેઝ એગ્રીમેન્ટ (PPA) અદાણી પાવર… pic.twitter.com/NkhVUn5zOz

    — Shaktisinh Gohil MP (@shaktisinhgohil) August 26, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

કરોડો રૂપિયા ચૂકવતી રહી સરકાર : શક્તિસિંહ ગોહિલે પોતાના આક્ષેપોમાં કહ્યું કે ગુજરાત સરકારે અદાણી પાવર મુદ્રા લિમિટેડ સાથે પાવર પરચેઝ એગ્રીમેન્ટ પર જ હસ્તાક્ષર કર્યા છે. જેમાં એક શરત હતી કે ઈન્ડોનેશિયામાંથી જે પણ કોલસો આવશે એ એનર્જી ચાર્જિસ અદાણી પાવર મુન્દ્રા લિમિટેડને તેની નિશ્ચિત કિંમતના આધારે આપવામાં આવશે. પીપીએમાં લખવામાં આવ્યું હતું કે અદાણી જે પણ કોલસો ખરીદશે તે તેની સ્પર્ધાત્મક બીડ અને બિલ પેપર સરકારને આપશે. જેની સરકાર આંતરરાષ્ટ્રીય કિંમત નિર્ધારણ સર્કિટ સાથે સરખામણી કરશે. પરંતુ અદાણી પાવર મુદ્રા લિમિટેડ પાંચ વર્ષ સુધી કોઈ દસ્તાવેજો સબમીટ કર્યા નથી અને સરકાર એનર્જી ચાર્જીસના નામે કરોડો રૂપિયા ચૂકવતી રહી છે.

ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિમિટેડ વતી અદાણી પાવર મુદ્રા લિમિટેડને એક પત્ર લખવામાં આવ્યો હતો તેમાં કહેવામાં આવ્યું હતું કે, વારંવાર માંગણી કરવા છતાં અદાણી પાવર દ્વારા ખરીદાયેલ કોલસાના બીલો આપવામાં આવતા નથી. તમે અમને દસ્તાવેજો નથી સોંપી રહ્યા પરંતુ અમે તમને પાંચ વર્ષમાં 13802 કરોડ આપ્યા છે. જ્યારે અમારે તમને માત્ર 9,900 2 કરોડ આપવાના હતા પત્રમાં એવી પણ વિનંતી કરવામાં આવી હતી કે અમે તમને 3900 કરોડ રૂપિયા વધુ આપ્યા છે તમે તેને પરત કરો...શક્તિસિંહ ગોહિલ (પ્રમુખ, ગુજરાત કોંગ્રેસ)

3900 કરોડની લૂંટ : શક્તિસિંહ ગોહિલે ભાજપ પર પ્રહાર કરતાં એ પણ કહ્યું હતું કે ગવર્મેન્ટ ઓફ ગુજરાત નહીં, પરંતુ ગવર્મેન્ટ ઓફ ગૌતમ પણ આ સરકારને કહી શકાય. આ મની લોડરીંગ સિવાય બીજું કંઈ નથી. પ્રજાના રૂપિયાની 3900 કરોડની લૂંટ થઈ છે. સીબીઆઇ સહિત લોકોએ ગુજરાતમાં આવીને આ અંગે તપાસ કરવી જોઈએ અને ગુજરાત સરકારને ભારત સરકારે આ મુદ્દે જવાબ આપવો જોઈએ.

કોના કહેવાથી અદાણીને કરોડો રૂપિયા ચૂકવ્યાં : પાંચ પાંચ વર્ષે સુધી કોઈપણ જાતના બિલો વગર કોના કહેવાથી અદાણીને કરોડો રૂપિયા ચૂકવી દેવામાં આવ્યા. અત્યાર સુધીમાં અદાણી પાસેથી કેટલા રૂપિયા વસૂલ કરવામાં આવ્યા 3900 કરોડના ભયમૂર્ત ભ્રષ્ટાચારમાં કોણ કોણ સામેલ છે અને કોના કહેવાથી આટલી મોટી રકમ મળે ત્યાં કંપનીને આપી દેવામાં આવી આ તમામ સવાલો અંગે તટસ્થ તપાસ કરવામાં આવી એવી કોંગ્રેસ પક્ષ દ્વારા માંગ કરવામાં આવી છે.

  1. Gujarat Congress: AAPમાં ભંગાણ યથાવત, પૂર્વ જિલ્લા પ્રમુખ ભેમા ચૌધરી સહિત કાર્યકર્તાઓ કોંગ્રેસમાં જોડાયા
  2. Sir T Hospital Controversy : 200 કરોડની નવી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ શરુ ન થવાનો વિવાદ, શક્તિસિંહ ગોહિલનો પ્રહાર
  3. Lok Sabha Election 2024 : ગુજરાત પ્રદેશ કોંગ્રેસે લોકસભાની ચૂંટણીની તૈયારીઓનો કર્યો પ્રારંભ, શક્તિસિંહ એક્શન મોડમાં
Last Updated :Aug 26, 2023, 9:52 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.