ETV Bharat / state

Diwali 2023 : મીઠાઈ ફરસાણ ખરીદીમાં ભેળસેળને લઇ સાવચેતી જરુરી, ભાવનગર ફૂડ એન્ડ ડ્રગ વિભાગની 12 વર્ષની કામગીરી આ રહી

author img

By ETV Bharat Gujarati Team

Published : Nov 8, 2023, 8:46 PM IST

Diwali 2023 : મીઠાઈ ફરસાણ ખરીદીમાં ભેળસેળને લઇ સાવચેતી જરુરી, ભાવનગર ફૂડ એન્ડ ડ્રગ વિભાગની 12 વર્ષની કામગીરી આ રહી
Diwali 2023 : મીઠાઈ ફરસાણ ખરીદીમાં ભેળસેળને લઇ સાવચેતી જરુરી, ભાવનગર ફૂડ એન્ડ ડ્રગ વિભાગની 12 વર્ષની કામગીરી આ રહી

ભાવનગર શહેરમાં હાલમાં પકડાયેલી નકલી પનીર ફેકટરી બાદ આરોગ્ય વિભાગની કામગીરી જોરશોરથી ચેકીંગની ચાલી રહી છે. ભાવનગર મહાનગરપાલિકાએ કેટલા સેમ્પલો 12 વર્ષમાં લીધા અને હાલમાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગની કાર્યવાહી જાણો

12 વર્ષમાં કેટલા સેમ્પલ ફેઇલ?

ભાવનગર : દિવાળીના દિવસોનો પ્રારંભ અગિયારસથી થાય છે, ત્યારે દિવાળીના બીજા દિવસે એટલે કે નવા વર્ષે ઘરે આવતા મહેમાનોને મો મીઠું કરાવવા માટે દરેક લોકો દ્વારા મીઠાઈઓ સહિત અન્ય ફરસાણ ખરીદી કરીને લાવવામાં આવે છે. ત્યારે આ મીઠાઈઓ અને ફરસાણો ક્યાંય ભેળસેળયુક્ત તો નથીને ? તેનો જવાબ તાત્કાલિક ખુદ આરોગ્ય વિભાગ પણ આપી શકતું નથી. જો કે તેના માટે લોકોએ જ સાવચેત રહેવું પડે છે. ત્યારે ભાવનગર શહેરમાં છેલ્લા બાર વર્ષમાં ખાદ્ય ચીજોના લીધેલા સેમ્પલ અને તેમાંથી ફેલ થયેલા સેમ્પલોનો આંકડો ખુદ તમે જ જોઈ લ્યો.

મીઠાઈ ફરસાણની ખરીદીમાં સાવચેતી : હિન્દુ ધર્મની દિવાળી એટલે સૌથી મોટો તહેવાર કહેવામાં આવે છે. દરેક ઘરોમાં મોટાભાગે બહારથી મીઠાઈની ખરીદી કરીને લાવવામાં આવતી હોય છે. આ સાથે નવા વર્ષમાં આવતા મહેમાનોને નાસ્તો કરાવવા માટે ફરસાણની પણ ખરીદી કરતા હોય છે, ત્યારે ફરસાણ અને મીઠાઈ કેટલા શુદ્ધ છે તે તાત્કાલિક ખુદ આરોગ્ય વિભાગ જાણી શકતું નથી. પરંતુ તહેવારો બાદ આરોગ્ય લથડે નહીં તે માટે ખુદ લોકોએ જ સાવચેત રહેવું પડશે. કારણ કે આરોગ્ય વિભાગ દ્વારા સેમ્પલો લેવામાં આવે છે અને તેનો રિપોર્ટનો જવાબ મહિના બાદ આવે છે એટલે કે ત્યાં સુધીમાં મીઠાઈઓ અને ફરસાણ આરોગાઈ ચૂક્યા હોય છે. ત્યારે આ દિવાળીએ તમે પણ સાવચેત રહીને ખરીદી જરૂર કરજો.જો કે છેલ્લા 12 વર્ષમાં કેટલી અખાદ્ય ચીજો પકડાય તે પણ જાણો.

મહાનગરપાલિકાનું દિવાળી સમયે ચેકીંગ કેટલું : ભાવનગર શહેરમાં મહાનગરપાલિકા દ્વારા દિવાળીનો સમય હોવાથી ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. આરોગ્ય અધિકારી આર કે સિન્હાએ આ વિશે જણાવ્યું હતું.

દિવાળી નિમિત્તે આરોગ્ય વિભાગ દ્વારા દૂધ, માવો, ફરસાણ તેમજ તેની સામગ્રીઓને લઈને સેમ્પલો લેવામાં આવી રહ્યા છે. ચાલુ વર્ષ દરમિયાન પનીર પણ હાલમાં પકડાયું હતું, ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા દિવાળીના પાંચ દિવસ પહેલા 82 જેટલા સેમ્પલો શહેરમાં આવેલી અલગ અલગ દુકાનેથી લેવામાં આવ્યા છેમ આ સેમ્પલોને રાજ્ય સરકારની લેબોરેટરીમાં ટેસ્ટીંગ અર્થે પણ મોકલી દેવામાં આવ્યા છે. જો કે કોઈપણ ખાદ્ય ચીજ શુદ્ધ છે કે કેમ તે તાત્કાલિક જાણી શકાતું નથી,તેના માટે તો રિપોર્ટ કર્યા બાદ જ ખ્યાલ આવી શકે છે....આર. કે. સિન્હા (આરોગ્ય અધિકારી )

મનપાના છેલ્લા 12 વર્ષના સેમ્પલ અને ફેલ સેમ્પલો કેટલા : ભાવનગર મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા દર વર્ષ દરમ્યાન ખાદ્ય ચીજના સેમ્પલ લેવામાં આવે છે. દિવાળી નિમિતે,દૂધ,ઘી,તેલ,લોટ વગેરે ચિઝોના સેમ્પલ લેવાય છે. જેમાં 12 વર્ષના આંકડા જોવા મળી રહ્યાં છે.

વર્ષવાર સેમ્પલ કામગીરી
વર્ષવાર સેમ્પલ કામગીરી

ફૂડ એન્ડ ડ્રગ વિભાગની 5 જિલ્લામાં કામગીરી : ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા પણ દિવાળી નિમિતે ચેકીંગ અને સેમ્પલિંગ કરગની કામગીરી ચાલી રહી છે. ત્યારે ભાવનગર ફૂડ એન્ડ દ્રગ વિભાગના અધિકારી ગણાવાએ જણાવ્યું હતું કે ફૂડ એન્ડ દ્રગ વિભાગે હાલમાં 1/10/2023 થી આજદિન સુધીમાં અરવલ્લી 20, ભાવનગર 35, બોટાદ 21, પાટણ 41 અને સાબરકાંઠામાં 22 સેમ્પલો લઈને રાજ્યની લેબોરેટરીમાં તપાસ અર્થે મોકલવામાં આવ્યા છે.

  1. Diwali 2023 : જામનગરમાં ખજૂરમાં ઇયળ નીકળ્યાં બાદ દિવાળી પહેલા જાગી મનપા ફુડ શાખા, ફરસાણ અને મીઠાઈના નમૂના લીધા
  2. Cabinet Meeting : તહેવારોમાં જ નહીં 365 દિવસ ખાદ્યપદાર્થમાં ભેળસેળ વિરુદ્ધ કાર્યવાહી કરવા સીએમની ટકોર, કડક કાર્યવાહીના આદેશ
  3. Vadodara: દિવાળી પૂર્વે ડભોઇમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગનો સપાટો, બે દિવસથી સઘન ચેકિંગ, અખાદ્ય વસ્તુઓનો નાશ કર્યો
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.