ETV Bharat / state

ભાવનગરમાં અસમાજિક તત્વોના વધતા ત્રાસ સામે ફરિયાદ નોંધાઈ

author img

By

Published : Nov 20, 2019, 11:30 PM IST

ભાવનગરમાં અસમાજિક તત્વના વધતાં ત્રાસ સામે ફરિયાદ નોંધાઈ

ભાવનગર: શહેરમાં અસમાજિક તત્વો આતંક વધી રહ્યો છે. ચાવડી ગેટ પાસે દુકાનના માલિકે પૈસા ન આપતા તેમની પર જીવલેણ હુમલો કરાયો હતો. તેમજ પેટ્રોલ છાંટીને દુકાન સળગાવવાનો પ્રયાસ કરાયો હતો. આ ઘટનાનો ભોગ બનાનારે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદ આધારે તપાસ હાથ ધરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

શહેરના સ્લમ વિસ્તારમાં ચાવડીગેટ પોલીસ ચોકી સામે આવેલી રથયાત્રા અધ્યક્ષ હરુભાઈ ગોંડલીયા ભત્રીજા પ્રકાશ ગોંડલીયા પર અસામાજિક તત્વોએ હુમલો કર્યો હતો. એક વ્યકિત ચાવડીગેટ વિસ્તારમાં નશો કરી વેપારીઓ પાસેથી પૈસા પડાવે છે. જો વેપારી પૈસા આપવાની ના પાડે તો દુકાનને સળગાવી નાખે છે.

ભાવનગરમાં અસમાજિક તત્વના વધતાં ત્રાસ સામે ફરિયાદ નોંધાઈ

મળતી માહિતી મુજબ, ફરિયાદી હરુભાઈ ગોંડલીયાના ભત્રીજાએ પૈસા ન આપતા અસાજિક વર્તૂણુક ધરાવતાં વ્યક્તિએ તેની પર જીવલેણ હુમલો કર્યો હતો. જેમાં તેને ગળાના ભાગે ગંભીર ઈજા થઈ હતી. જે બાદ ઘટનાની ફરિયાદ નિલમબાગ પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી હતી.

ફરિયાદી હરુભાઈ ગોંડલીયાએ આક્ષેપ કર્યો હતો કે, અસામાજિક તત્વ કાછીયાવાડમાં રહે છે અને ચાવડીગેટ વિસ્તારમાં વારંવાર દરેક વેપારીને છરીની અણીએ ડરાવીને પૈસા લે છે. જે વેપારી પૈસા ના આપે તેની દુકાન સળગાવે છે. વડવા નેરા વિસ્તારમાં ગત રોજ મેડિકલની દુકાન સળગાવી હતી. તેમજ રાત્રે બાઇકોમાંથી પેટ્રોલ પણ ચોરી કરે છે.

ઉલ્લેખનીય છે કે, પ્રકાશ ગોંડલીયા ભાજપના અગ્રણી છે. તેમણે ઘટનાની રજૂઆત PI સમક્ષ કર્યા કરી હતી. ત્યારબાદ DYSP પણ તેની નોંધ લીધી હતી. અસમાજિક વધતા ત્રાસના કારણે સ્થાનિકો ભય હેઠળ જીવવા માટે મજબૂર થયા છે. જેથી આ ઘટનાની કડક તપાસ કરી આરોપી વિરૂદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવાની લોકમાંગ પ્રબળ થઈ છે.

Intro:ચાવડીગેટ વિસ્તારમાં અસામાજિક તત્વનો આતંક છરી વડે હુમલો અને આગ ચાપવાની કોશિશ


Body:ભાવનગરના ચાવડીગેટ પોલીસ ચોકી સામે દૂધની દુકાન માલિકે પૈસા નહીં આપતા અસામાજિક તત્વએ છરીથી હુમલો કરી પેટ્રોલ છાંટી સળગાવાનો પ્રયત્ન કરતા મામલો પોલીસ સ્ટેશન પોહચ્યો હતો.ભોગ બનનાર રથયાત્રાના અધ્યક્ષ હરુભાઈ ગોંડલીયાનો ભત્રીજો હોઈ અને અસામાજિક તત્વનો આતંક હોવાથી ફરિયાદ દાખલ કરવાની તજવીજ હાથ ધરાઈ હતી.


Conclusion:

એન્કર - ભાવનગર શહેરના સ્લમ વિસ્તારમાં ચાવડીગેટ પોલીસ ચોકી સામે આવેલી રથયાત્રા અધ્યક્ષ હરુભાઈ ગોંડલીયા ભત્રીજા પ્રકાશ ગોંડલીયા પર અસામાજિક તત્વએ હુમલો કર્યો હતો. અસામાજિક શખ્સ ચાવડીગેટ વિસ્તારમાં નશો કરીને વેપારીઓ પાસેથી પૈસા પડાવે છે અને જે વેપારી ના આપે તેની દુકાનમાં આગ પણ ચાંપી દે છે. હરુભાઈ ગોંડલીયા ભાજપના અગ્રણી પણ છે ત્યારે તેના ભત્રીજા પર ગળાના ભાગે ઇજા થતાં મામલો નિલમબાગ પોલીસ સ્ટેશન પોહચ્યો હતો.પીઆઇ સમક્ષ રજૂઆત બાદ ડીવાયએસપીને પણ જાણ થતાં દોડી આવ્યા હતા. હરુભાઈ ગોંડળીએ આક્ષેપ કર્યો હતો કે અસામાજિક તત્વ કાછીયાવાડમાં રહે છે અને ચાવડીગેટ વિસ્તારમાં વારંવાર દરેક વેપારીને છરીની અણીએ ડરાવીને પૈસા લે છે જે વેપારી નો આપે તેની દુકાન પણ સળગાવે છે વડવા નેરા વિસ્તારમાં ગઈકાલ આસપાસ મેડીકલની દુકાન સળગાવી હતી.અસામાજિક આ શખ્સ રાત્રે બાઇકોમાંથી પેટ્રોલ પણ ચોરી કરે છે હરુભાઈએ આક્ષેપ સાથે પોલીસ ફરિયાદ દાખલ કરીને આવા લોકોની સામે કાર્યવાહી કરવા માંગ કરી છે.

બાઈટ - હરુભાઈ ગોંડલીયા ( અધ્યક્ષ, જગગન્નાથ રથયાત્રા સમિતિ,ભાવનગર
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.