Bhavnagar News : ત્રણ વખત આંબે મોર બેઠા પરતું ત્રણેય વાર વરસાદ વિલન બન્યો

author img

By

Published : Mar 22, 2023, 10:06 AM IST

Bhavnagar News : રાજા સામે વરસાદ વિલન બન્યો, ત્રણેય વાર આંબે મોર ખરી ગયા

ભાવનગરના સોસિયામાં ફળોના રાજાને ટકવા નહિ દેવામાં કમોસમી વરસાદે ભાગ ભજવ્યો છે. ત્રણ ત્રણ વખત કેરી આંબે બેસી અને ત્રણેય વખત કમોસમી વરસાદ વિલન બન્યો છે. ત્યારે બાગાયત વિભાગ નનૈયો ભણે છે અને ખેડૂતો કહે છે થોડું ઘણું બચ્યું છે.

ભાવનગરના સોસિયામાં આંબે ત્રણ વાર ફાલ આવ્યો, વરસાદે ફાલ ધોઈ નાખ્યો

ભાવનગર : અલંગ પાસે આવેલા સોસીયા પંથકની કેસર કેરી દેશ વિદેશ સુધી પ્રખ્યાત છે. વરસાદને પગલે છેલ્લા ઘણા સમયથી કેરીનો ફાલ આવ્યા બાદ ખરી રહ્યો છે. પંથકમાં મોટાભાગે કેસર કેરીના આંબા હોય અને સ્વાદમાં પણ અન્ય કેસર કેરી કરતા અલગ સોસિયા કેરી આગામી દિવસોમાં મોંઘી મળે તો નવાઈ નહીં. કમોસમી વરસાદને પગલે આંબા પરની કેરી પણ પીળી પડવાનું અથવા તો ખરવાની શક્યતાઓ વધી ગઈ છે. ત્યારે બાગાયત વિભાગ આ મામલે શું કહે છે અને શું રહી શકે ભાવ જાણો

થોડું ઘણું બચ્યું
થોડું ઘણું બચ્યું

પંથકમાં કેસર કેરીના બગીચા : ભાવનગરનું જિલ્લાનું સોસીયા ગામ અલંગની પાસે આવેલું છે. સોસીયા, જસપરા, માંડવા, મીઠીવીરડી સહિત આસપાસના ગામડાઓમાં કેસર કેરીના આંબાઓ આવેલા છે. કેસર કેરીમાં સ્વાદમાં અન્ય કેરીઓથી અલગ સોસિયાની કેસર કેરીની માંગ દેશ-વિદેશ સુધી રહેલી છે. સોસિયાની કેસર કેરીની માંગ અમદાવાદ, વડોદરા, સુરત, મુંબઈ અને વિદેશ સુધી એક્સપોર્ટ થતી હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે. ત્યારે ચાલુ વર્ષમાં આંબે કેરી ઢગલા બંધ આવી પરંતુ કમોસમી વરસાદના કારણે ખરી જવાથી બગીચાના માલીક ખેડૂતોને ઉત્પાદન ઓછું મળવાની સંભાવનાઓ વધી ગઈ છે.

કેરીઓ ખરી પડી
કેરીઓ ખરી પડી

કેરી માટે વરસાદ વિલન સમાન : ભાવનગર જિલ્લાના સોસીયા પંથકમાં વરસાદને કારણે એક નહીં પરંતુ ત્રણ વખત આંબે મોર બેઠો હતો. ત્યારે ખેડૂતોને આંબાનો બગીચો ધરાવતા તેમજ વ્યાપારી નરેન્દ્રસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, સમયાંતરે ડિસેમ્બર બાદ આંબે મોર એક નહીં પરંતુ ત્રણ વખત આવ્યો છે. પ્રથમ વખત આવેલા મોરમાં થોડી ઘણી કેરીઓ બચી છે. પરંતુ બાદમાં ઉપરાઉપરી આવેલા કમોસમી વરસાદને કારણે ફાલ ખરી ગયો છે. જોકે મોર પ્રથમ ડિસેમ્બર માસમાં બીજી વખત મોર ફેબ્રુઆરી માસમાં અને હાલ માર્ચમાં કમોસમી વરસાદને કારણે ત્રીજી વખત મોર બેઠો છે.

વરસાદ સામે રાજા હાર્યો
વરસાદ સામે રાજા હાર્યો

આ પણ વાંચો : Gir Mango: વાતાવરણની પ્રતિકૂળતા કેરીની મીઠાશ પર, ઉત્પાદન ઘટવાની સાથે ભાવમાં વધારાની શક્યતા

આ વર્ષે કેરીના ભાવ : માર્ચમાં ત્રીજી વખત બેઠેલા મોરને પગલે મોટાભાગે કેરીઓ ખરી જવા પામી છે. જોકે અનુમાન લગાવાઈ રહ્યું છે કે ઉત્પાદન ઘટવાથી આગામી દિવસોમાં કેરીના અંદાજે ભાવ કિલોએ 200થી વધારે રહી શકે છે. બાદમાં કેરીની આવક શરૂ થયા બાદ ભાવ રહેતા હોય છે અને બાદમાં અન્ય કેરીઓ આવતા ભાવ નીચા જાય છે અને ચોમાસુ નજીક આવતા ફરી ઉતરી જતા હોય છે.

આંબેથી મોર ખર્યા
આંબેથી મોર ખર્યા

આ પણ વાંચો : Kutch News : આંબેથી કેરીઓ પડી નીચે, 90 ટકા માલ ખરી જતા ખેડૂતોને રોવાનો વારો

બાગાયત વિભાગે નુકશાન થોડું બતાવ્યું : ભાવનગર જિલ્લાનું સોસીયા કેસર કેરી માટે ખૂબ પ્રખ્યાત છે. તેની આસપાસના ગામડાઓમાં દરિયાકાંઠે આવેલી કાળી માટીને પગલે સોસીયાની કેસર કેરી દેશ વિદેશ સુધી વખણાય છે. બાગાયત અધિકારી એમ.બી. વાઘમશીએ જણાવ્યું હતું કે, સોસીયાની કેરીનો સ્વાદ અન્ય કેસર કેરીથી અલગ છે. પરંતુ કમોસમી વરસાદને કારણે 10થી 15 ટકા જેટલું નુકસાન હાલ જોવા મળી રહ્યું છે. સોસિયા પંથકમાં અમે હાલમાં મુલાકાત લીધી છે, પરંતુ હાલમાં છેલ્લા વરસાદ બાદ ખેડૂતો દ્વારા માવજત કરવામાં આવે તો આંબે રહેલો હાલનો ફાલ પણ બચી શકે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.