ETV Bharat / state

Bhavnagar Crime: એક કરોડની લૂંટનો મુદ્દામાલ પહાડમાં બિનવારસું હતો, આ રીતે પકડાયા આરોપી

author img

By

Published : Jul 24, 2023, 1:34 PM IST

Updated : Jul 24, 2023, 1:52 PM IST

સિહોરમાં એક કરોડની લૂંટનો મુદ્દામાલ પહાડમાં હતો બિનવારસી હાલતે : આરોપીઓ મહામહેનતે પકડયા જાણો કેમ
સિહોરમાં એક કરોડની લૂંટનો મુદ્દામાલ પહાડમાં હતો બિનવારસી હાલતે : આરોપીઓ મહામહેનતે પકડયા જાણો કેમ

ભાવનગર જિલ્લાના સિહોરમાં સવારે 22 તારીખે લૂંટારુઓએ આંગડિયા પેઢી પર ધાડ પાડી અને લૂંટ તેમજ અપહરણ કર્યું હતું. 1.07 કરોડના મુદ્દામાલની લેખિત નહિ પરંતુ મૌખિક ફરિયાદ પગલે બનાવની ગંભીરતા ધ્યાને લઈને તપાસ આદરી હતી. એક દિવસના અંતે પોલીસે મુદ્દામાલ,આરોપી બધું ઝડપી લીધું હતું.

ભાવનગર: જિલ્લાના સિહોરમાં 22 તારીખે વહેલી સવારમાં લૂંટનો બનાવ બન્યો હતો. રસ્તા પર સુમસાન એકલ દોકલ નિકળનારા લોકો જોવા મળતા હતા. ત્યારે સવારે સાડા છ કલાક આસપાસ આંગડિયા પેઢીને મુદ્દામાલ આપવા એક કાર 22 તારીખે સિહોરના બસ સ્ટેન્ડ પાસે પાળીયાધાર ખાંચામાં પોહચી ત્યારે રાહ જોઈને બેઠેલા પાંચ લૂંટારુઓએ બંધુકની અણીએ લૂંટ ચલાવી હોવાની જાણ પોલીસને થઈ હતી. ફરિયાદ બીજા દિવસ સુધી નોંધાઇ નહીં. પરંતુ મૌખિક ફરિયાદ પગલે પોલીસ વક દિવસમાં લૂંટારુઓને તેમજ મુદ્દામાલને ઝડપી લીધો છે.

ટીમો બનાવી તપાસ: સિહોરમાં વહેલી સવારે આંગડિયા પેઢીની કારની લૂંટ સિહોરમાં સવારમાં 6.30 કલાકે પોલીસને જાણ કરવામાં આવી કે, સિહોર બસ સ્ટેન્ડ સામે નિયમિત સવારમાં બહારગામથી આવતી કારને પાળિયાધાર ખાંચામાં આવેલા આર મહેન્દ્ર આંગડિયા પેઢીની સામે મુદ્દામાલ અન્ય સ્થળેથી લઈને આવેલી કાર અને મુદ્દામાલ લૂંટી લેવાયો છે. કારમાં 1 કરોડ 10 લાખની લુંટ થઈ છે. સિહોર પોલીસ સહિત જિલ્લાની પોલીસને જાણ થતાં પોલીસે નાકાબંધી સહિત પોતાના ચક્રોગતિમાન કર્યા હતા. પોલીસને થયેલી જાણ પ્રમાણે સવારે ઢસાથી નિત્યક્રમ મુજબ SX4 ગાફીમાં રોકડ રકમ,સોના ચાંદીના દાગીના અને હીરાના પાર્સલ હતા. કાર ડ્રાઈવર અને ક્લીનરને મૂંઢમાર મારી આંગડિયા કર્મચારીને સાથે લઈ જઈ અપહરણ કર્યાનું પણ જણાવ્યું હતું. પોલીસે મળેલી મૌખિક ખબરને પગલે ટીમો બનાવી તપાસ આદરી હતી.

પોલીસે કરી પૂછતાછ: લૂંટારુંઓનો માર્ગ અને દિશા મળી બનાવ બાદ પોલીસે પોતાના બાતમીદારોના પગલે અને CCTV દ્વારા કાર કઈ દિશામાં ગઈ હોવાનું જાણવાની કોશિશ કરતા કાર સિહોરથી રંગોલી ચોકડી તરફ થઇને કાર બીજા લઈ ગયા હતા. ઉંડવી તથા નેસડા થઇને ઘાંઘળી તરફ ગઇ હોવાની માહિતી મળી હતી. આથી પોલીસે કાર લઈને ભાગેલા લૂંટારુઓ પાછળ ઘાંઘળીથઈ આગળ ચોગઠના ઢાળથી ઉમરાળા જવાના રસ્તે આવેલા ચેતન હનુમાન મંદિર પાસે કાર મુકીને આંગડીયા પેઢીનો સોના-ચાંદીના દાગીના, હિરા તથા રોકડ રકમ લઇને ચોગઠ-ઢાળથી ડંભાળીયા નવાગામની સીમમા ફરાર થયાનું જાણવા મળતા પોલીસ ચવતન હનુમાનજીએ વિસ્તારમાં પહોંચી હતી. જ્યાં કાર મળી આવી હતી. આથી પોલીસને લૂંટારુઓ આસપાસના વિસ્તારમાં હોવાની શંકા ઉભી થઇ અને તપાસ આદરી હતી.

ઉજળી આશા દેખાઈ: એક તરફ વરસાદી માહોલ હતો ત્યારે લૂંટારુઓ જે વિસ્તારમાં હતા. તે વિસ્તારમાં નદીઓ અને વોકળાઓ વધુ પ્રમાણમાં છે. જેથી પોલીસને સીમાડાઓમાં આરોપીઓને શોધવાની સાઠવા પોલીસની અન્ય ટીમો હ્યુમન સોર્સ,ટેક્નિકલ સોર્સ અને CCTV આધારે આરોપીઓની કડી શોધતી હતી. અચાનક એક બાતમીદારે પોલીસ કર્મચારીને બાતમી આપી કે આંગડીયામાં લૂંટ કરનાર પાંચ પૈકીનો એક નવાગામની સીમમાં મેલડી માતાજીની મંદિરની આસપાસ છે. રોડ તરફથી ભાગવાની રાહમાં છે.

વિસ્તારને ઘેરી લીધો: પોલીસની સિહોર,ઉમરાળા,વલભીપુર અને સોનગઢ સહિત LCB,SOG સહિતની ટીમોએ વિસ્તારને ઘેરી લીધો હતો. જો કે આ વિસ્તારમાં વરસાદ હોવાથી નદીમાં રંઘોળા ડેમના પાણી છોડવામાં આવ્યા હતા. તેથી નવાગામના સ્વયંસેવકોની મદદ લઈને આરોપીની નદીના પાણીમાં ઉતરીને ઝાડી ઝાખરામાં તેમજ આસપાસના મંદિરોમાં તપાસ કરતા એક આરોપી ઝડપાઇ હતો. જ્યારે બીજા દિવસે 23 તારીખે વહેલી સવારે બીજા બે આરોપી સવારે ઘાંઘળી બસ સ્ટેન્ડ પાસેથી મળી આવ્યા હતા.

મુદ્દામાલ ક્યાંથી મળ્યો: લૂંટ કરીને ભાગેલા ત્રણ ઝડપાઇ ગયા છે. પકડાયેલા આરોપીઓમાં પ્રકાશસિંહ પ્રહલાદસિંહ ઠાકોર (ઉં.વ.19) (રહે.મફતુપુર તાલુકો ઉંઝા જીલ્લો મહેસાણા), કૌશીકજી કાન્તીજી રાઠોડ (ઉં.વ.19) (રહે. ડાભી, તાલુકો ઉંઝા જીલ્લો મહેસાણા) રણજીતસીંહ સોવનજી રાઠોડ (ઉં.વ. 22) (રહે.મુડેઠા તાલુકો ડીસા જીલ્લો બનાસકાંઠા) ઝડપાઇ ગયા છે.

મુદ્દામાલ ઝડપી પાડ્યા: આંગડીયાનો બેક કર્મચારી શંકાના દાયરામાં આવ્યો હોવાનું પોલીસે જણાવ્યું છે. મતલબ ટિપ્સ આપનાર કોઈ ઘરનો ભેદી હોવાનું વધુ તપાસમાં ખુલી શકે છે. પોલીસે 1.07 કરોડના મુદ્દામાલ વિશે પૂછતાં ચોંકાવનારો ખુલાસો થયો હતો. આરોપીઓએ ચોગઠના ઢાળ પાસે આવેલા પહાડના તળેટીમાં રહેલા ઘૂઘળીનાથ મંદિર પાછળ ડુંગરમાં ઝાડી ઝાખરામાં મુદ્દામાલ સંતાડયો હોવાનું જણાવ્યું હતું. પોલીસે સ્થળની જાણ મેળવી અને ભેંકાર પડેલા ડુંગરમાંથી મુદ્દામાલ કબ્જે કર્યો હતો. ઉપરોક્ત માહિતી પોલીસ દ્વારા પ્રેસ નોટ મારફત પુરી પાડવામાં આવી છે.જો કે બનાવને દિવસે ફરિયાદ નોંધાવા પામે નોહતી પરંતુ પોલીસે બનાવની ગંભીરતાંને ધ્યાનમાં લઈ મૌખિક ફરિયાદ પર ટીમો બનાવી તપાસ આદરી અને કલાકોની ગણતરીમાં આરોપીઓ અને મુદ્દામાલ ઝડપી પાડ્યા હતા.

  1. Bhavnagar News: ભાવનગરમાં મેઘરાજાની તોફાની બેટિંગ, અનેક ઘરોમાં પાણી ઘૂસ્યા
  2. Bhavnagar News : ભાવનગરની 1 સ્કૂલ પીએમશ્રી યોજનામાં પહોંચી 55માંથી અન્ય એક પણ કેમ સ્થાન પામી નહીં?
Last Updated :Jul 24, 2023, 1:52 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.