આજે પણ રાજવી પરિવારમાંથી આવતા નેતાઓ રાજનીતિમાં ભજવે છે મહત્વની ભૂમિકા

author img

By

Published : Nov 10, 2022, 9:23 AM IST

Updated : Nov 10, 2022, 10:36 AM IST

આજે પણ રાજવી પરિવારમાંથી આવતા નેતાઓ રાજનીતિમાં ભજવે છે મહત્વની ભૂમિકા

દેશના રાજવી પરિવારમાંથી (Bhavnagar Royal Family) આવતા સભ્યો અને રાજકારણનો હંમેશા નજીકનો સબંધ રહ્યો છે. આજે પણ દેશના અનેક રાજનેતા છે જેઓ રાજવી પરિવારમાંથી આવે છે. આવા જ એક નેતા છે ભાવનગરના રાજવી પરિવારમાંથી આવતા અને કૉંગ્રેસના સાંસદ શક્તિસિંહ ગોહિલ (Shaktisinh Gohil MP). તેઓ રાજકારણમાં ખૂબ જ સક્રિય અને વ્યસ્ત છે. તેમ છતાં તેઓ દર વર્ષે પોતાના રજવાડાના ગામોમાં ચોક્કસ મુલાકાત કરે છે.

જૂનાગઢ રાજ્ય વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓની (Gujarat Assembly Elections 2022) જાહેરાત થઈ ચૂકી છે. ત્યારે આ વખતે જાણીએ રાજવી પરિવારો અને રાજનીતિના સબંધ વિશે. સૌરાષ્ટ્રના રાજકારણમાં એક સમયે રાજવીઓનો દબદબો જોવા મળતો હતો. રાજવી પરિવારો (Bhavnagar Royal Family) દ્વારા મૂકવામાં આવતા ઉમેદવારો રાજ્ય વિધાનસભા અને સંસદમાં પહોંચ્યા છે. રાજવી પરિવારનો આવો ઉજળો ઈતિહાસ આજે પણ જોવા મળે છે.

ખૂબ ઓછા રજવાડા રાજકારણમાં સક્રિય

ખૂબ ઓછા રજવાડા રાજકારણમાં સક્રિય વર્તમાન સમયમાં સક્રિય રાજકારણમાં ખૂબ ઓછા રજવાડાઓ જોવા મળે છે, પરંતુ ભાવનગરના પ્રજાવત્સલ રાજવી કૃષ્ણકુમારસિંહજીની (Krishnakumarasinh Bhavasinh Gohil) રાજકીય સફર અને આજે પણ ભાવનગરના દરબાર સાહેબ શક્તિસિંહ ગોહિલ (Shaktisinh Gohil MP) રાજ્યસભામાં રાજકાજ સંભાળી રહ્યા છે. તો આજે જાણીયે ભાવનગરના રાજવી પરિવારનો (Bhavnagar Royal Family) રાજકીય ઇતિહાસ.

પુસ્તકમાં ઉલ્લેખ સૌરાષ્ટ્રના રાજવી પર અધ્યયન કરીને પુસ્તક લખનારા જૂનાગઢના અધ્યાપક અને ઈતિહાસકાર પ્રદ્યુમન ખાચરે સૌરાષ્ટ્રના રજવાડાઓ પર ETV Bharat સાથે વાત કરી હતી અને સૌરાષ્ટ્રના રજવાડાઓની જાણીઅજાણી અનેક વાતો જે આજે ઈતિહાસમાં સમાયેલી જોવા મળે છે. તેને ફરીથી લોકમાનસનાં પટ પર પુસ્તક રૂપે પ્રગટાવવાનો પ્રયાસ કર્યો છે. આ તમામ માહિતી તેમણે તેમના પુસ્તક સૌરાષ્ટ્રના પ્રસિદ્ધ રાજવીઓમાં સામેલ કરી છે.

રાજવી પરિવારનો ઈતિહાસ ભાવનગરના પ્રજાવત્સલ રાજવી કૃષ્ણકુમારસિંહજીનો (Krishnakumarasinh Bhavasinh Gohil) જન્મ 19 મે 1912ના દિવસે ભાવસિંહજી અને નંદકુંવરબાની ઘરે થયો હતો. ભાવસિંહજી બીજાનું અવસાન થતા કૃષ્ણકુમારસિંહજી ગાદીએ આવ્યા હતા. અંગ્રેજોના સમયમાં કોઈ પણ રાજવીઓનું અવસાન થાય ત્યારે તેમના કુમારોને તુરંત ગાદીએ સોંપવાનો આદેશ કર્યો હતો, જેમાં રાજવી પરિવારના કુમારો પુખ્તવયના ન હોય તો તેને ગાદીએ બેસાડીને સમગ્ર રજવાડાનો વહીવટ પરિવારના પુખ્ત વયના વ્યક્તિઓ અને નિમેલા અધિકારીઓ દ્વારા કરવાનો અંગ્રેજોએ ઠરાવ કર્યો હતો.

કૃષ્ણકુમારસિંહજી વિદેશ ભણવા ગયા હતા તે મુજબ 1931 સુધી ભાવનગર રાજ્યમાં કામ સિસ્ટમથી ભાવનગર રજવાડાનો (Bhavnagar Royal Family) વહીવટ ચલાવવામાં આવ્યો હતો. ભાવનગર રજવાડાના રાજવી તરીકે બેઠા બાદ કૃષ્ણકુમાર સિંહજીને રાજકોટની (Krishnakumarasinh Bhavasinh Gohil) રાજકુમાર કૉલેજમાં અભ્યાસ માટે દાખલ કરાયા હતા. ત્યારબાદ તેઓ ઉચ્ચ અભ્યાસ માટે ઇંગ્લેન્ડની વિશ્વ વિખ્યાત હેરો શાળામાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં ત્રણ વર્ષ સુધી શિક્ષણ લઈને તેઓ શિક્ષિત બન્યા કૃષ્ણકુમારસિંહજીની વિદેશમાં અભ્યાસને (Krishnakumarasinh Bhavasinh Gohil) લઈને ભાવનગર રજવાડાના લોકોમાં વિરોધ ઉઠ્યો હતો. રજવાડાના લોકો માની રહ્યા હતા કે, અમારા મહારાજા વિદેશમાં જઈને પાશ્ચાત્ય વિચારોથી બદલાઈ જશે, પરંતુ 16 વર્ષની ઉંમરે કૃષ્ણકુમારસિંહજી ઈંગ્લેન્ડથી શિક્ષણ લઈને પરત ભાવનગર ફર્યા હતા.

કૃષ્ણકુમારસિંહજી ગાંધીજીથી હતા પ્રભાવિત કૃષ્ણકુમારસિંહજી રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીથી ખુબ જ પ્રભાવિત હતા. કૃષ્ણકુમારસિંહજી 13 વર્ષના હતા. ત્યારે તેઓ ભાવનગરના મહારાજા તરીકે બિરાજી રહ્યા હતા. આ સમયે મહાત્મા ગાંધીજીનું ભાવનગરમાં આગમન થયુ હતું. ત્યારે ગાંધીજીને મળવા માટે મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ તેમનો સમય માગ્યો હતો, પરંતુ મહાત્મા ગાંધીજી એ કૃષ્ણકુમારસિંહજીને મળવા આવવા માટે મનાઈ કરી હતી. ગાંધીજીએ કૃષ્ણકુમારસિંહજીને જણાવ્યું હતું કે, ભલે તમે બાળક છો, પરંતુ ભાવનગર રજવાડાના મહારાજ છો માટે હું તમને મળવા માટે તમારા રાજમહેલમાં આવીશ. 13 વર્ષની ઉંમરથી જ મહારાજા કૃષ્ણકુમારસિંહજીના મનમાં ગાંધીજી પ્રત્યે ખાસ આકર્ષણ (Krishnakumarasinh Bhavasinh Gohil) ઊભું થતું હતું, જેને ઈતિહાસકારો કૃષ્ણકુમારસિંહજીના જીવનમાં કારકિર્દી ઘડનાર પરિબળ તરીકે આજે પણ ઓળખવામાં આવે છે.

ખેડૂતોને દેવામાંથી કર્યા મુક્ત કૃષ્ણકુમારસિંહજીના મહારાજા તરીકેના સમય દરમ્યાન રજવાડાના ખેડૂતોની કરજ તપાસ સમિતિ બનાવવામાં આવી હતી, જેનો અહેવાલ ભાવનગરના મહારાજા ભાવસિંહજીને (Krishnakumarasinh Bhavasinh Gohil) અપાયો હતો. તેમાં ભાવનગર રજવાડાના ખેડૂતો પર કુલ 86,39,000 દેવું સામે આવ્યું હતું. ખેડૂતોનું દેવું ભાવનગર રાજ્ય તુરંત માફ કરી દીધો ખેડૂતો પાસે જે વેપારીઓનું લેણું હતું. તે ભાવનગર રજવાડાએ ચૂકતે કરીને ખેડૂતોને દેવામાંથી મુક્ત કર્યા હતા. ભાવસિંહજીના સમયમાં લાગુ કરવામાં આવેલી આ યોજના માત્ર રજવાડાઓમાં જ નહીં, પરંતુ દેશવિદેશમાં પણ ખૂબ ખ્યાતિ પામેલ હતી ભાવનગરના રાજવી ભાવસિંહજીએ કૃષ્ણકુમારસિંહજીના (Krishnakumarasinh Bhavasinh Gohil) જન્મદિવસે લાખ દરબારી ખેડૂતોની સહાય અર્થે આપીને એક ફંડ ઉભું કર્યું હતું, જેને ખેડૂત સંકટ નિવારણ ફંડ નામ આપવામાં આવ્યું હતું. તેમાં દર વર્ષે અઢી લાખ રૂપિયા દરબારી આપવાની થતી હતી, જેનો ઉપયોગ ખેડૂતોના કલ્યાણ માટે ભાવનગરના રાજવીઓ (Bhavnagar Royal Family) દ્વારા કરવામાં આવ્યો હતો.

મહારાજાએ બંધારણીય સુધારો કર્યો ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહ જી પોતાના (Krishnakumarasinh Bhavasinh Gohil) જન્મદિવસે 8 જૂન 1940ના દિવસે ભાવનગર રાજ્યમાં બંધારણીય સુધારો કર્યો અને તેમના પિતા દ્વારા વર્ષ 1918માં સ્થાપવામાં આવેલી પ્રતિનિધિ સભાના બંધારણમાં ફેરફાર કરી રાજ્યમાં ધારાસભા આપવાનો વિચાર કર્યો. તેમ જ વર્ષ 1941માં ભાવનગર રજવાડા તરીકે કૃષ્ણકુમારસિંહજીએ (Krishnakumarasinh Bhavasinh Gohil) ધારાસભાનો કાયદો પસાર કરીને ધારાસભાની સ્થાપના કરી હતી, જેમાં 33 ચૂંટાયેલા અને ૧૬ જેટલા નિમાયેલા તેમજ 6 વ્યક્તિઓ હોદ્દાની રૂએ સભાસદ ધરાવતા થયા ધારાસભાનું અધિવેશન નિયમિતપણે મળતું હતું અને તેનો આખો અહેવાલ અને પ્રશ્નોત્તરી ભાવનગર દરબારી ગેજેટમાં લોકો જાણી શકે તે માટે આપવામાં આવતી હતી.

સાધારણ સભાની પહેલી બેઠક 1લી ડિસેમ્બર 1941ના રોજ ધારાસભાની પ્રથમ બેઠક મળી હતી, જેમાં 55 સભ્યોની બનેલી ધારાસભા ચૂંટણીના બદલે ધારાસભા નિયુક્તિના ધોરણે કામ ચલાવ રીતે બનાવવામાં આવી હતી. આવી નિયુક્તિ સામે વિરોધ કરતાં 6 સભ્યોએ રાજીનામા આપતા 49 ધારાસભ્યોની ધારાસભા ભાવનગર રજવાડામાં અસ્તિત્વમાં આવી હતી. સાધારણ સભામાં પ્રેક્ષક તરીકે બેસવા માટે ભાવનગર રજવાડાના દિવાન કાર્યાલય ખાતેથી વિશેષ પરમિશન મેળવવાની રહેતી હતી. ભાવનગર રજવાડાની ધારાસભાનું સ્થળ મોતીબાગ પેલેસમાં આવેલા વિશાળ હોલમાં કરવામાં આવતું હતું.

બ્રિટિશ સરકાર સાથે હતા સારા સબંધ ભાવનગરના રાજવી કૃષ્ણકુમારસિંહજી (Krishnakumarasinh Bhavasinh Gohil) તેમના પૂર્વજોની માફક બ્રિટિશ સત્તા સાથે પણ ખૂબ જ સારા સંબંધો ધરાવતા હતા. જ્યારે પ્રિન્સ ઓફ વેલ્સ મુંબઈની મુલાકાતે હતા. ત્યારે કૃષ્ણકુમારસિંહજી મુંબઈ જઈને તેમની મુલાકાત કરી હતી. મુંબઇના ગવર્નર જનરલ મી કીલીએ કૃષ્ણકુમારસિંહજીના રાજ્યારોહણમાં ભાગ લીધો હતો. તો બીજા વિશ્વયુદ્ધમાં બ્રિટિશ સામ્રાજ્યનો વિજય થાય તે માટે 8 સપ્ટેમ્બર 1940ના રોજ ભાવનગરના જસોનાથ મહાદેવના મંદિરે પ્રાર્થના પણ કરવામાં આવી હતી, જેમાં કૃષ્ણકુમારસિંહજી અને તેમના દિવાન સ્વયમ્ હાજર હતા. આ તમામ પ્રસંગો કૃષ્ણકુમારસિંહજીના બ્રિટિશ સરકાર સાથેના સારા સંબંધોનો પુરાવો આજે પણ પૂરો પાડે છે

દિલ્હી જઈને પોતાનું રજવાડું ગાંધીજીના ચરણોમાં અર્પણ કર્યું હતું ભારત સ્વતંત્ર થતા કૃષ્ણકુમારસિંહજી સામે દેશીરજવાડાઓના વિલીનીકરણનો વિકટ પ્રશ્ન આવીને ઊભો રહ્યો. આ સમયે કૃષ્ણકુમારસિંહજીએ 17 ડિસેમ્બર 1947ના દિવસે દિલ્હી જઈને પોતાનું ભાવનગર રજવાડું મહાત્મા ગાંધીજીના ચરણોમાં અર્પિત કરી સ્વતંત્ર ભારત લોકશાહી રાષ્ટ્ર બને તે માટે ભેટમાં આપ્યું હતું. કૃષ્ણકુમારસિંહજીની રાષ્ટ્રીય ભાવનાને ધ્યાનમાં રાખીને આઝાદી બાદની ભારત સરકારે તેમના આ પગલાને બિરદાવવા કૃષ્ણકુમારસિંહજીને મદ્રાસના રાજ્યપાલ બનાવ્યા હતા. એ પદે તેઓ એક રૂપિયાના ટોકન પગાર સાથે કામ કરતા હતા. કૃષ્ણકુમારસિંહજીને પોતાના પ્રજાજનો દેવપુરૂષ તરીકે પૂજી રહ્યા હતા. પોતે ખૂબ જ ઉદાર પરંતુ રાજવી તરીકે કડક કૃષ્ણકુમારસિંહજીના નાનાભાઈ નિર્મલકુમારસિંહજી હત્યાકેસમાં ભૂપત બહારવટિયાની ટોળી સાથે પકડાતા કૃષ્ણકુમારસિંહજીએ નૈતિકતાના ધોરણે મદ્રાસના રાજ્યપાલ પદેથી રાજીનામું આપી દીધું હતું.

રાજવી પરિવારમાંથી આવતા શક્તિસિંહ રાજકારણમાં સક્રિય ભારતમાં વર્તમાન સમયે દરબાર સાહેબ તરીકે ઓળખાતા ભાવનગરના રાજવી પરિવારમાંથી (Bhavnagar Royal Family) આવતા શક્તિસિંહ ગોહિલ (Shaktisinh Gohil MP) ધારાસભા અને સંસદમાં એક વિદ્વાન સાંસદ તરીકે કામ કરી રહ્યા છે. શક્તિસિંહ ગોહિલ ભાવનગર અને કચ્છની અબડાસા બેઠક પરથી ધારાસભામાં ચૂંટાઈને રાજ્ય સરકારમાં પ્રધાન સુધીના પદ પર પહોંચ્યા છે. હાલ તેઓ રાજ્યસભાના સાંસદ તરીકે કામ કરી રહ્યા છે.

શક્તિસિંહ ગોહિલ આજે પણ રજવાડાના ગામોની લે છે મુલાકાત કૉંગ્રેસના ખૂબ જ મહત્વના અને અભ્યાસુ શક્તિસિંહ ગોહિલ (Shaktisinh Gohil MP) આજે ભાવનગરના રાજવી પરિવારમાંથી આવતા (Bhavnagar Royal Family) અને વર્તમાન સમયમાં સક્રિય રાજકારણમાં ખૂબ જ મોટું નામ ધરાવતા નેતા તરીકે સમગ્ર દેશમાં ગણના થાય છે. શક્તિસિંહ ગોહિલ ખૂબ જ અભ્યાસુ હોવાની સાથે આજે પણ પોતે દરબાર સાહેબ છે. તેને ધ્યાને રાખીને દર વર્ષે પોતાના રજવાડાના ગામોમાં ચોક્કસ મુલાકાત કરે છે અને ગામ લોકોના દુઃખ દર્દની સાથે ખુશીના પ્રસંગોમાં પણ હાજરી આપીને આઝાદ ભારતમાં પણ એક સાચા રાજવી તરીકે લોકોની વચ્ચે જોવા મળે છે. આના કારણે શક્તિસિંહ ગોહિલ આજે સક્રિય રાજકારણમાં એક રાજવી તરીકે પોતાની ઓળખ જાળવી રાખવામાં સફળ રહ્યા છે.

Last Updated :Nov 10, 2022, 10:36 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.