ETV Bharat / state

Bhavnagar Rain : એક દિવસના વિરામ બાદ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, મહિલાઓ બાળકો લૂંટી વરસાદની મજા

author img

By

Published : Jun 29, 2023, 9:11 PM IST

Bhavnagar Rain : એક દિવસના વિરામ બાદ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, મહિલાઓ બાળકો લૂંટી વરસાદની મજા
Bhavnagar Rain : એક દિવસના વિરામ બાદ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, મહિલાઓ બાળકો લૂંટી વરસાદની મજા

ભાવનગરમાં એક દિવસના વિરામ બાદ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી કરી હતી. અડધોથી 3 ઈંચ સુધી વરસાદ વરસતા પ્રિ-મોન્સૂન કામગીરી વચ્ચે શહેર પાણી પાણી થઈ ગયું હતું. નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા તેમજ ખેડૂતોમાં ખુશીની લહેર વહેતી થઈ હતી. તો બીજી તરફ બાળકો અને મહિલાઓએ વરસાદમાં છબછબીયા કરીને મજા લૂંટી હતી.

ભાવનગરમાં એક દિવસના વિરામ બાદ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી કરી

ભાવનગર : જિલ્લાના 10 તાલુકા પૈકી 5 તાલુકામાં બપોર પછી મેઘરાજાએ એક દિવસના વિરામ બાદ ફરી એન્ટ્રી મારી હતી. એક દિવસના વિરામમાં ઉભો થયેલો બફારો ધોધમાર વરસાદ બાદ શમી ગયો હતો. ધોધમાર વરસાદથી શહેર પાણી પાણી થઈ ગયું હતું. નીચાણવાળા વિસ્તારોમાં રસ્તાઓ પાણી ભરાઈ ગયા હતા. જ્યારે જિલ્લામાં વાવણી કરી ચૂકેલા ખેડૂતો માટે મેઘરાજાની સમયસર પધરામણીએ ખેડૂતોમાં ખુશીની લહેર વહેતી કરી હતી. બાળકોએ મહિલાઓએ ધોધમાર વરસાદનો આનંદ લૂંટ્યો હતો.

ગરમીમાંથી રાહત : એક દિવસ પહેલા બપોરના સમય આવેલો મેઘરાજાનો રાઉન્ડ ફરી એક દિવસ પછી બપોરના સમયે શરૂ થયો હતો. જોકે વરસાદ વરસવાને કારણે ભાવનગર શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. આશરે અડધો ફૂટથી લઈને દોઢ ફૂટ પાણી વિવિધ વિસ્તારોમાં ભરાયું હતું. ભાવનગર શહેરના મોટાભાગના વિસ્તારો વરસાદે પાણી-પાણી થઈ ગયા હતા. ધોધમાર વરસાદને પગલે લોકોમાં બફારાને લઈને રહેલી ચિંતા શમી ગઈ હતી. સમગ્ર વાતાવરણમાં આહલાદકતા અને ઠંડક પ્રસરી જતા લોકોને ગરમીમાંથી રાહત થઈ હતી.

શહેર થયું પાણી પાણી
શહેર થયું પાણી પાણી

શહેર પાણી પાણી થયું : ભાવનગર શહેરમાં બપોર બાદ આવેલા વરસાદને કારણે દેસાઈનગર, શાસ્ત્રીનગર, કુંભારવાડા, મોતીતળાવ, ખારગેટ વિસ્તાર સહિત કેટલાક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. મહાનગરપાલિકાએ 1.20 કરોડ જેવી મોન્સૂન કામગીરીની રકમ ફાળવી છે. આશરે 80થી 90 લાખ જેવો ખર્ચ કર્યો છે, છતાં પણ પાણી ભરાવાની સમસ્યા યથાવત રહી છે. ડ્રેનેજ અધિકારીએ જણાવ્યું હતું કે, વરસાદ ચાલુ હોય ત્યારે પાણી ભરાવાની સમસ્યા રહેતી હોય પરંતુ વરસાદ થોભી ગયા બાદ દરેક વિસ્તારમાં પાણીનો નિકાલ થઈ જાય છે.

બાળકો અને મહિલાઓએ લૂંટી મજા : ભાવનગર શહેરમાં બપોરના સમયે આવેલા 47mm અનરાધાર વરસાદને કારણે શહેર તરબત્તોળ થઈ ગયું હતું, પરંતુ આખરે બેથી અઢી કલાક ચાલેલા ધોધમાર વરસાદમાં બાળકોએ મજા લૂંટી હતી. પાણીમાં કૂદકા મારવા અને મસ્તી કરતા બાળકો નજરે પડતા હતા. વરસાદની મજા માત્ર બાળકો નહીં પણ મહિલાઓએ અને યુવતીએ પણ લૂંટી હતી. અનરાધાર વરસાદમાં સ્નાન કરીને બાળકો મહિલાઓએ વરસાદની મજાનો આનંદ માણ્યો હતો.

મહિલાઓ બાળકો લૂંટી વરસાદની મજા
મહિલાઓ બાળકો લૂંટી વરસાદની મજા

ક્યાં કેટલો વરસાદ : ભાવનગર જિલ્લામાં 10 તાલુકા પૈકી પાંચ તાલુકામાં વરસાદ નોંધાયો છે. જો વાત કરવામાં આવે તો, વલભીપુર 8 mm, ઉમરાળા 77mm, ભાવનગર 47 mm, ઘોઘા 16mm, સિહોર 35mm, ગારીયાધાર 21mm અને પાલીતાણા 14mm વરસાદ નોંધાયો છે. જ્યારે અન્ય પાંચ તાલુકામાં 0થી 8 mm વરસાદ નોંધાયો છે. આમ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી તાલુકા માટે આશીર્વાદરૂપ રહી હતી. ભાવનગર જિલ્લામાં પાંચ તાલુકામાં થયેલો વરસાદ અડધો ઇંચથી લઈને ત્રણ ઇંચ સુધી જિલ્લામાં નોંધાયો છે. તેમજ નદી નાળાઓમાં પાણી વહેતા થયા હતા.

  1. Navsari Rainfall: ગણદેવીમાં ભારે વરસાદ આફત સમાન, ઘર ધરાશાયી-પરિવાર છત વિહોણો
  2. Ahmedabad Rain: વહેલી સવારથી મેઘ મહેર, ઘૂંટણ સમા પાણી ભરાતા લોકો અટવાયા
  3. Navsari Rain: જિલ્લામાં ભારે વરસાદના પગલે NDRFના 22 જવાનોની સ્ટેન્ડ ટુ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.