ETV Bharat / state

Unseasonal Rain : ભાવનગરમાં વરસાદે પથારી ફેરવી, તંત્રનો નુકશાનીનો અહેવાલ નહિ હોવાનો સુર

author img

By

Published : May 4, 2023, 10:06 PM IST

Unseasonal Rain : ભાવનગરમાં વરસાદે પથારી ફેરવી, તંત્રનો નુકશાનીનો અહેવાલ નહિ હોવાનો સુર
Unseasonal Rain : ભાવનગરમાં વરસાદે પથારી ફેરવી, તંત્રનો નુકશાનીનો અહેવાલ નહિ હોવાનો સુર

ભાવનગર જિલ્લામાં કમોસમી વરસાદ છેલ્લા ઘણા સમયથી ખેડૂતોને આર્થિક ફટકા આપી રહ્યો છે. ત્યારે ખેડૂત આગેવાને તો સરકારની નીતિ સામે સવાલ ઉભો કર્યો છે. વાવાઝોડામાં જિલ્લો પ્રભાવિત હતો અને 2.50 લાખમાંથી 1.50 લાખ આસપાસ ખેડૂતોને સહાય મળી હતી, ત્યારે શુ કહે છે ખેડૂત આગેવાન અને અધિકારી જાણો.

ભાવનગર જિલ્લામાં કમોસમી વરસાદ ખેડૂતોની ચિંતા વધારી

ભાવનગર : જિલ્લામાં છેલ્લા ચાર પાંચ વર્ષથી આવતા કમોસમી વરસાદને કારણે ઉનાળુ પાક અને શિયાળુ પાકમાં વારંવાર ખેડૂતોને આર્થિક ફટકો લાગી રહ્યો છે. સરકાર દ્વારા જાહેરાત તો સહાય આપવા માટે કરવામાં આવે છે, પરંતુ ખેતીવાડી વિભાગ દ્વારા કરવામાં આવતા સર્વેને લઈને ખેડૂતોના વર્ગમાં અનેક સવાલો ઊભા થયેલા છે. ત્યારે ખેડૂત પાયમાલ થઈ રહ્યો હોય અને સરકારને તેની ચિંતા ન હોય તેવા આક્ષેપો થઈ રહ્યા છે. શું પરિસ્થિતિ છે કેટલા વરસાદથી અત્યાર સુધીમાં રકમો મળી છે અને કેવા પાકો થયા છે તેના પર નજર કરીએ.

કમોસમી વરસાદ જિલ્લામાં તંત્રના ચોપડે : ભાવનગર જિલ્લામાં છેલ્લા ચાર પાંચ વર્ષથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે, ત્યારે હાલમાં પણ 2023માં ગત 29 એપ્રિલની તારીખ અને ત્રીજી મેની તારીખના રોજ કમોસમી વરસાદે ખેડૂતોના પાકને બરબાદ કર્યો છે. 29 તારીખે એક એમએમથી લઈને 40 એમએમ સુધી 10 તાલુકામાં વરસાદ અલગ અલગ પડ્યો હતો, ત્યારે ત્રીજી મેના રોજ માત્ર સિહોર અને મહુવામાં 35થી 20 એમએમ વરસાદ તંત્રના ચોપડે નોંધાયો છે. જ્યારે સામે આવેલા દ્રશ્યો પ્રમાણે પાલીતાણા, જેસર અને સિહોર જેવા પંથકમાં વરસાદ વરસ્યો હતો. જેને કારણે ખેડૂતોને ઉનાળુ પાકને મોટાપાયે નુકસાન થયું છે.

આ પણ વાંચો

Gandhinagar News : રાજ્યમાં કમોસમી વરસાદનો સર્વે, કેટલા હેકટર જમીનમાં નુકશાન થયું જાણો

Unseasonal Rains : સવારે અંગ દઝાડતો તડકો બપોર બાદ વાતાવરણમાં આવ્યો પલટો, રસ્તાઓ પાણી પાણી

Jamnagar News : જામજોધપુર અને લાલપુરના અનેક વિસ્તારમાં વરસાદ વરસતા ખેડૂતોના પાક પર પથારી ફરી ગઈ

ઉનાળુ પાકનું વાવેતર કયું અને કેટલું : ભાવનગર જિલ્લામાં ઉનાળુ પાકમાં જોઈએ તો, ખેડૂતો દ્વારા 69,533 હેક્ટરમાં ઉનાળુ વાવેતર થયું છે. જેમાં મગફળી 10,009, તલ 7,124, મગ 3,573, બાજરી 9512, મકાઈ 677 અને ડુંગળી 7767 અને અન્ય ઘાસચારો 27054 સહિત અન્ય પાકો મળીને કુલ 69,533 હેકટરમાં વાવેતર થયું છે. ત્યારે જિલ્લામાં દરેક તાલુકાઓમાં કમોસમી વરસાદે દેખા દીધી છે. ત્યારે ખેતીવાડી અધિકારીનું કહેવું છે કે, હાલ સુધી ખેડૂતોને કોઈ નુકસાન થયું હોય તેનો કોઈ અહેવાલ પ્રાપ્ત થયો નથી. સરકાર દ્વારા અહેવાલ પ્રાપ્ત થતા જ કાર્યવાહી કરવામાં આવશે.

ખેડૂત આગેવાનના આક્ષેપ : ભાવનગર જિલ્લાના ખેડૂતોના આગેવાન લાભ કાત્રોડીયાએ જણાવ્યું હતું કે, ખેતીવાડી અધિકારી ઓફિસમાં બેસી રહે છે. કોઈ સર્વે કરવામાં આવતો નથી. એટલું નહીં ધારાસભ્યની ઓફિસમાં ખેતીવાડી અધિકારી તો વરસાદ વરસ્યો જ નહીં હોવાના બણગાં ફૂંકી રહ્યા છે. અધિકારી સરકારના પપેટ બની ગયા છે અને તેનાથી મોટા પપેટ તેજ પર બેઠા છે. તૌકતે વાવાઝોડાથી લઈને અત્યાર સુધીમાં મોટાભાગના ખેડૂતોને કમોસમી વરસાદમાં આર્થિક નુકસાની થવા પામી છે. ત્યારે અધિકારીઓ અને સરકાર મિલીભગતથી ખેડૂતોને લાભ આપવામાં આવતો નથી. જેના કારણે સર્વે જેવી કામગીરી માત્ર કાગળ ઉપર કહેવા ખાતરની થઈ રહી છે. સરકારે તૌકતે વાવાઝોડાના નુકશાનમાં કેન્દ્ર અને રાજ્યએ મળીને 2021માં 1,54,423 ખેડૂતોને 224,79,71382 કરોડ આપ્યા હતા. જ્યારે 2022માં સરકારે કમોસમી વરસાદમાં 1,58,991 ખેડૂતોને 156,69,82830 કરોડ સહાય આપી હોવાનું ખેતીવાડી વિભાગ જણાવી રહ્યું છે. જો કે પાક વીમો તો રૂપાણી સરકારમાં બંધ કરી દેવામાં આવ્યો હતો.જેથી સરકાર સીધી સહાય જ સર્વે દ્વારા આપી રહી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.