ETV Bharat / state

અંકલેશ્વર: સ્ક્રેપના વેપારીની નજર ચૂકવી રૂપિયા 3 લાખની ચીલ ઝડપ

author img

By

Published : Oct 6, 2020, 3:41 PM IST

અંકલેશ્વરના સ્ક્રેપના વેપારીને એક્ટિવા ઉપર આવેલા બે ઇસમોએ અકસ્માત કર્યો એવો આરોપ લગાવી વેપારીને રોકી વિવાદ કરતા તેઓની નજર ચૂકવી ગાડીમાં પડેલી રૂ.3 લાખ ભરેલી બેગ લઈ બે ઇસમો ફરાર થઈ ગયા હતા. વેપારીએ આ અંગે શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

Robbed Rs 3 lakh from Ankleshwar trader
સ્ક્રેપના વેપારીની નજર ચૂકવી રૂપિયા 3 લાખની ચીલ ઝડપ

અંકલેશ્વર: કોરોના મહામારી દરમિયાન સરકાર દ્વારા જાહેર કરાયેલા લોકડાઉન બાદ અનલોક દરમિયાન ફરીથી ગુનાખોરીનું પ્રમામ વધ્યું છે. જેમાં હત્યા, દુષ્કર્મ, ચોરી, લુંટ જેવા ગુનાહો બને છે, ત્યારે શહેરના સ્ક્રેપના વેપારીને એક્ટિવા ઉપર આવેલા બે ઇસમોએ અકસ્માત કર્યો એવો આરોપ લગાવી વેપારીને રોકાવી વિવાદ કરતા તેઓની નજર ચૂકવી ગાડીમાં પડેલી રૂ.3 લાખ ભરેલી બેગ લઈ બે ઇસમો ફરાર થઈ ગયા હતા. વેપારીએ આ અંગે શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

સ્ક્રેપના વેપારીની નજર ચૂકવી રૂપિયા 3 લાખની ચીલ ઝડપ
સ્ક્રેપના વેપારીની નજર ચૂકવી રૂપિયા 3 લાખની ચીલ ઝડપ

મળતી વિગતો અનુસાર અંકલેશ્વર ખાતે નેશનલ હાઇવે નજીક નવજીવન હોટલ પાસે એસ.વી.ટ્રેડર્સ નામની સ્ક્રેપની દુકાન ચલાવતા વાહિદ હુસેન અહમદ હુસેન શેખે એક અઠવાડીયા પહેલા અમદાવાદનાં એક વેપારીને સ્ક્રેપનો સામાન વેચ્યો હતો. આ સામાનનું પેમેન્ટ આંગડિયા મારફતે આવ્યું હતું. વાહિદ હુસેન શેખ સોમવારે મોડી સાંજે અંકલેશ્વરની સિલ્વર પ્લાઝા ખાતે આવેલી પી.એમ. આંગડિયા પેઢી માથી રૂ. 3 લાખનું પેમેન્ટ લઈને ગાડી મારફતે પોતાની ઓફિસ ખાતે પરત જઈ રહ્યા હતા. આ દરમિયાન પ્રતિન ચોકડી નજીક રવિરાજ એપાર્ટમેન્ટની સામે એક્ટિવા ઉપર બે ઇસમો આવ્યા હતા. ત્યારે વેપારીની ગાડીની આગળ એક્ટિવા ઊભી રાખી તમે કેવી રીતે ગાડી ચલાવો છો, અકસ્માત કરી દીધો, તેમ જણાવી વાહિદ હુસેન શેખ સાથે ઝગડો શરૂ કર્યો હતો. આ દરમિયાન એક્ટિવા ઉપર પાછળ બેઠેલા ઇસમે વેપારીની નજર ચૂકવી તેઓની આગળની સીટ ઉપર પડેલા પૈસા ભરેલી બેગ ઉઠાવી લીધી હતી. કારમાંથી બેગ ઉઠાવી એક્ટિવા ઉપર બેસી નાસી છૂટયા હતા. વેપારીએ તેઓની પાછળ બૂમાબૂમ પણ કરી હતી, પરંતુ બંને ઇસમો ફરાર થઈ ગયા હતા.

સ્ક્રેપના વેપારી વાહિદ હુસેન શેખે આ અંગે અંકલેશ્વર શહેર પોલીસ મથકમાં જાણ ફરિયાદ નોંધાવી હતી, ત્યાર બાદ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. તેમજ તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. હાલ પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજ મેળવવાની તજવીજ હાથ ધરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.