ETV Bharat / state

અહીંની ગટરમાં જાણે અચાનક લોહી વહેવા લાગ્યુઃ લોકોમાં રોષ

author img

By

Published : Dec 19, 2022, 6:00 PM IST

પાનોલીમાં કંપનીનું દુષિત રાતું પાણી વરસાદી કાંસમાં વહેતા લોકોમાં રોષBharat
પાનોલીમાં કંપનીનું દુષિત રાતું પાણી વરસાદી કાંસમાં વહેતા લોકોમાં રોષ

Pollution in Bharuch GIDCઃ ભરૂચમાં આવેલા પાનોલી જીઆઇડીસીમાં (Bharuch GIDC) હાઈલી એસિડિક માત્રાનું દુષિત પાણી (Highly acidic wastewater in Panoli GIDC) વહેતું થતા સ્થાનિક લોકોમાં રાષ જોવા મળ્યો હતો. લોકોએ આખરે જીપીસીબીમાં ફરિયાદ કરી છે. આ પહેલા પણ અનેક વાર ફરિયાદ કરવામાં આવી હતી, પરંતુ કોઇ ઉકેલ આવ્યો હતો. (Panoli Industrial Estate Rain Gutters)

પાનોલીમાં કંપનીનું દુષિત રાતું પાણી વરસાદી કાંસમાં વહેતા લોકોમાં રોષ

ભરૂચઃ જીલ્લામાં પ્રદૂષણમાં સતત વધારો (Pollution in Gujarat) થઇ રહ્યો છે, ત્યારે અમૂક કંપનીઓ છે, જે હજુ પણ સુધરવાનું નામ (Pollution in Bharuch GIDC) લઇ રહી નથી. અંકલેશ્વર જીપીસીબીની પ્રાદેશિક કચેરીના હદ (Ankleshwar Regional Office of GPCB) વિસ્તારમાં કેટલાક તત્વો હજુ પણ બેફામ છે. જેમાં રવિવારની રજાનો લાભ લઈ એસીડીક પ્રદૂષિત પાણી નિકાલ કરવામાં આવ્યો હતો. કંપની દુષિત પાણી જાહેરમાં વરસાદી કાંસમાં(Panoli Industrial Estate Rain Gutters) વહેતુ જોઇ પર્યાવરણ પ્રેમી અને જાગૃત નાગરિકઓએ જી પી સી બી ને જાણ કરવામાં આવી હતી.

અગાઉ પણ ફરીયાદો પાનોલી જીઆઇડીસીમાં (Bharuch GIDC) એસિડિક કેમિકલ યુક્ત પાણી જાહેરમાં છોડતા જીપીસીબી દ્વારા કેમિકલ યુક્ત (Bharuch Highly acidic polluted water) પાણીના સેમ્પલ લઈને પાનોલી જીઆઇડીસી ખાતે આવેલી એક કંપનીમાં સઘન તપાસ ચાલુ કરી છે. આ અગાઉ પણ લોકોએ ફરિયાદ કરી હતી પરંતુ કોઇ ઉકેલ આવ્યો ન હતો.

સઘન તપાસ ભરૂચ જિલ્લામાં છ થી વધુ જીઆઇડીસી આવેલા છે. દરેક જીઆઇડીસીમાં પ્રદુષણ (Pollution in Bharuch GIDC)ફેલાવતા જોવા મળી રહી છે. કેમિકલ યુક્ત પાણી જાહેરમાં છોડવામાં આવતા જીપીસીબીને ફરિયાદ કરવામાં આવી હતી. જીપીસીબીએ તપાસ દરમિયાન એસિડિક પાણીના સેમ્પલો લઈને પાનોલી સ્થિત જીઆઇડીસીમાં આવેલી ક્રિષ્ના કેમ્પટેકમાં તપાસ હાથ ધરી હતી. અને આ પાણી ક્રિષ્ના કેમ્પટેક કંપની(Krishna Comtech Company) દ્વારા છોડવામાં આવી રહ્યું હતું. જીપીસીબીના તપાસ દરમિયાન કંપનીમાં જઈને ઇનલેટ અને આઉટલેટના ઈટીપીના પાણીના સેમ્પલ લેવામાં આવ્યા હતા.

સેમ્પલો લેવામાં આવ્યા જીપીસીબીની તપાસ દરમિયાન (Highly acidic wastewater in Panoli GIDC) જે પાણીના સેમ્પલો લેવામાં આવ્યા છે. તેને લેબમાં ચકાસણી માટે મોકલી આપવામાં આવ્યા છે. જીપીસીબીના રિપોર્ટ બાદ જ જાણવા મળશે કે આ કંપનીને ક્લોઝર નોટિસ અપાશે અથવા તો લાખો રૂપિયાનું દંડ ફટ કરવામાં આવશે. લોકોએ માંગ કરી છે કે જીપીસીબી દ્વારા કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.