HM Amit Shah : ભરુચની 115 વર્ષ જૂની બેંકના વખાણ સાથે સહકારી ક્ષેત્ર માટે મહત્ત્વની કઇ વાતો કહી તે વિશે જાણો

author img

By

Published : Jun 3, 2022, 5:35 PM IST

HM Amit Shah : ભરુચની 115 વર્ષ જૂની બેંકના વખાણ સાથે સહકારી ક્ષેત્ર માટે મહત્ત્વની કઇ વાતો કહી તે વિશે જાણો

ગૃહપ્રધાન અમિત શાહે (HM Amit Shah ) ભરુચમાં ભરૂચ ડિસ્ટ્રીકટ સેન્ટ્રલ બેંકના (Bharuch District Central Bank) પ્રશિક્ષણ ભવનનું ભૂમિપૂજન કરાવ્યું હતું. તેમણે ભરુચની 115 વર્ષ જૂની બેંકના વખાણ સાથે સહકારી ક્ષેત્ર માટે મહત્ત્વની (Contribution of Cooperative Sector in the Development of Gujarat ) વાતો કહી તે વિશે જાણો.

ભરુચ- ગુજરાતના આર્થિક વિકાસમાં સહકારી ક્ષેત્રનો અમૂલ્ય ફાળો રહ્યો છે. ચેરમેન અને ધારાસભ્ય અરૂણસિંહ રણાનું અનુકરણીય પગલું રાજ્યની દરેક સહકારી બેંકે અનુસરવું (Amit Shah Praised of Bharuch 115 year old bank) જોઈએ. તેઓ આ તબક્કે અભિનંદનને પાત્ર છે, તેમ દેશના સહકાર અને ગૃહપ્રધાન અમિત શાહે (HM Amit Shah ) ભરૂચ ડિસ્ટ્રીકટ સેન્ટ્રલ બેંકના (Bharuch District Central Bank) પ્રશિક્ષણ ભવનનું ભૂમિપૂજન (Cooperative Education Bhavan Bhumi Pujan in Bharuch) કરતા હાજર મેદનીને કહ્યું હતું.

ભરૂચ ડિસ્ટ્રીકટ સેન્ટ્રલ બેંક 49 શાખા, 20 મકાનો અને 1255 કરોડનું ભંડોળ ધરાવે છે

5 માળના સહકારી શિક્ષણ ભવનનું ભૂમિપૂજન - ભરૂચ દૂધધારા ડેરીના ગ્રાઉન્ડ ખાતે ભરૂચ ડિસ્ટ્રીકટ બેંકના (Bharuch District Central Bank)રૂપિયા 3.25 કરોડના ખર્ચે નિર્માણ પામનાર 5 માળના સહકારી શિક્ષણ ભવનનું ભૂમિપૂજન શુક્રવારે દેશના ગૃહપ્રધાન અને સહકાર મંત્રી અમિત શાહની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં (Virtual presence of Home Minister Amit Shah ) તેઓના હસ્તે કરાયું હતું. આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટી પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ, સહકારમંત્રી જગદીશ વિશ્વકર્મા, દક્ષિણ ગુજરાત પ્રભારી અને પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલા, સાંસદ મનસુખ વસાવા, જિલ્લા પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયા, ધારાસભ્ય અને ઉપદંડક દુષ્યંત પટેલ, ધારાસભ્ય અને ચેરમેન અરૂણસિંહ રણા, જિલ્લા પંચાયત પ્રમુખ અલ્પાબેન પટેલ, પૂર્વ ધારાસભ્ય છત્રસિંહ મોરી સહિતના મહાનુભવો આગેવાનો ઉપસ્થિત રહ્યા હતાં.

આ પણ વાંચોઃ અમિત શાહ આજે 25 જિલ્લાના 58 બિલ્ડિંગ્સનું કરશે ઈ-લોકાર્પણ

ભરૂચની 115 વર્ષ જૂની બેંક છે - દેશના સહકાર મંત્રી અને ગૃહપ્રધાન અમિત શાહે સંબોધન કરતા કહ્યું હતું કે, આજે આંનદ અને અભિનંદનની ક્ષણ છે. ભરૂચની 115 વર્ષ જૂની બેંકે આજે ખૂબ સુંદર અને નવી (Contribution of Cooperative Sector in the Development of Gujarat ) શરૂઆત કરી છે. સ્વ ભંડોળમાંથી આધુનિક શિક્ષણ ભવન (Cooperative Education Bhavan Bhumi Pujan in Bharuch) બનાવ્યું. પ્રશિક્ષણ ભવનમાં લેબ, કોમ્પ્યુટર, પુસ્તકાલય બધું જ. ગુજરાતની સૌથી જૂની બેંક ભરૂચ ડિસ્ટ્રીકટ સેન્ટ્રલ બેંક (Bharuch District Central Bank)આજે 49 શાખા તેમાં પણ પોતાના 20 મકાનો અને 1255 કરોડનું ભંડોળ ધરાવે છે. 2002માં અરુણસિંહ કોંગ્રેસના જિલ્લા અધ્યક્ષ હોવા છતાં બધી રાજનીતિ બાજુએ મૂકી(Amit Shah Praised of Bharuch 115 year old bank) વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મદદ કરી હતી. આજે 12 ટકા એન.પી.એ. અને 22 ટકા ડિવિડન્ડ આપનારી બેંક દેશમાં ઘણી ઓછી છે. જિલ્લાની સહકારી મંડળીઓ અને કર્મચારીઓને પ્રશિક્ષણ મળશે. સહકારી ક્ષેત્રના મૂળ તત્વો, જ્ઞાન, મહત્વ નીચે સુધી પહોંચશે.

દરેક ક્ષેત્રમાં સામાન્ય માણસની પડખે સહકારી ક્ષેત્ર - તેમણે દરેક ડિસ્ટ્રીકટ કો.ઓ. બેંકો પોતપોતાના જિલ્લામાં આ અનુકરણીય પગલું ભરે સ્વ ભંડોળમાંથી તેવી ઈચ્છા પણ વ્યક્ત કરી હતી. આઝાદી પછી સહકારી ક્ષેત્રનું અલગ મંત્રાલય બનાવવાનો ઐતિહાસિક નિર્ણય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લીધો હતો. વર્ષ 2022 માં રૂપિયા 900 કરોડ સહકારી ક્ષેત્ર માટે ફાળવણી, ટેકશેશન , સરચાર્જ ઘટાડયો, સેવા સહકારી મંડળીઓનું કોમ્પ્યુટરાઇઝેશન, 65 હજારથી વધુ મંડળીઓને નવું જીવન મળશે જેની પાછળ 600 કરોડના ખર્ચ કરવામાં આવનાર છે. ગુજરાતના આર્થિક વિકાસમાં સહકારી ક્ષેત્રનો અમૂલ્ય ફાળો (Contribution of Cooperative Sector in the Development of Gujarat ) રહ્યો છે. દરેક ક્ષેત્રમાં સામાન્ય માણસની પડખે સહકારી ક્ષેત્ર ઉભું છે. વર્ષ 2016માં ડિસ્ટ્રીકટ બેંકના મકાનનું ઉદ્ઘાટન કર્યું હતું. આજે પ્રશિક્ષણ કેન્દ્રનું ભૂમિપૂજન કરી રહ્યો છું તેમ અંતમાં ગૃહપ્રધાન અમિત શાહે (HM Amit Shah ) જણાવ્યું હતું.

આ પણ વાંચોઃ Amit Shah visit Gujarat : પંચામૃત ડેરી લોકાર્પણ..! કેન્દ્ર સરકારે પશુપાલન વિભાગના બજેટમાં કર્યો વધારો : અમિત શાહ

રાજ્યના વિકાસમાં સહકારી ક્ષેત્રનો ફાળો ખૂબ વિશેષ - ભરૂચ દૂધધારા ડેરી ગ્રાઉન્ડ ઉપર ભરૂચ ડિસ્ટ્રીકટ સેન્ટ્રલ કો.ઓ.બેંકના (Bharuch District Central Bank) સહકારી શિક્ષણ ભવનના ભૂમિપૂજન પ્રસંગે ભારતીય જનતા પાર્ટી ગુજરાતના અધ્યક્ષ સી. આર. પાટીલે રાજ્યના વિકાસમાં સહકારી ક્ષેત્રનો ફાળો ખૂબ વિશેષ રહ્યો (Contribution of Cooperative Sector in the Development of Gujarat ) હોવાનું કહ્યું હતું. સહકાર એટલે એક બીજાને સાથ આપીને આગળ વધવું, જે ગુજરાતમાં ખૂબ જ મજબૂત છે. ખેડૂત સહિત સામાન્ય માણસનું હિત જળવાઈએ સહકારી ક્ષેત્રનું પહેલું દાયિત્વ રહ્યું છે. ગુજરાતનું સહકારી મોડલ (Gujarat co operative model ) સમગ્ર દેશમાં અમલી અને આખા દેશમાં સહકારનું મોડલ અમિત શાહ (HM Amit Shah ) લાગુ કરી રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.