ચૂંટણી-તહેવારો એકસાથે આવતા પોલીસ સતર્ક, 100થી વધુ પોલીસકર્મીનું કોમ્બિંગ

author img

By

Published : Sep 23, 2022, 5:34 PM IST

ચૂંટણી-તહેવારો એકસાથે આવતા પોલીસ સતર્ક, 100થી વધુ પોલીસકર્મીનું કોમ્બિંગ

અંકલેશ્વરમાં પોલીસ દ્વારા ગેરકાયદેસર પ્રવૃત્તિ ઝડપી પાડવા મોટાપાયે કોમ્બિંગ (Bharuch police combing ) હાથ ધરવામાં આવ્યું હતું. આ કોમ્બિંગમાં 100થી વધુ પોલીસકર્મીઓ જોડાયા હતા. લુટ, હત્યા, ગેરકાયદેસર હથિયારો રાખવાના ગુનામાં આ વિસ્તારમાંથી ભૂતકાળમાં પણ આરોપીઓ ઝડપાઈ ચૂક્યા છે.

ભરૂચ: અંકલેશ્વરમાં પોલીસ દ્વારા ગેરકાયદેસર પ્રવૃત્તિ ઝડપી પાડવા મોટાપાયે કોમ્બિંગ (Bharuch police combing ) હાથ ધરવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લા પોલીસે અંકલેશ્વરમાં (combing operation in Ankleshwar) મોટાપાયે વધતા જતા ગુનાને ધ્યાનમાં લઈને પોલીસની અલગ અલગ ટીમો બનાવી સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. અંકલેશ્વરમાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ઝડપી પાડવાનો પ્રયાસ હાથ ધર્યા હતા.

x

100થી વધુ પોલીસકર્મી: ભરૂચ જિલ્લા પોલીસે અંકલેશ્વરના સારંગપુર વિસ્તારમાં આવેલા મીરાનગર શાંતિનગર જેવા વિસ્તારમાં પોલીસ દ્વારા કોમ્બિંગ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ કોમ્બિંગ સર્ચ ઓપરેશનમાં ભરૂચ જિલ્લા એસપી ડો.લીના પાટીલની સૂચનાઓ મુજબ 1 DySp , 8 PI અને 11 PSI સહિત 100થી વધુ પોલીસકર્મી જોડાયા હતા. પોલીસ ટીમોએ મોટર સાયકલ સહિત ફોરવીલ ગાડીઓનું ચેકિંગ હાથ ધર્યું હતું.

ગેરકાયદેસર ગેસ રીફિલિંગનુ કૌભાંડ: પોલીસ દ્વારા આ કોમ્બિંગમાં ડોક્યુમેન્ટ વગરના 53 વાહનો જપ્ત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત જાહેરનામાં ભંગના 28 કેસ, પ્રોહીબિશનના 16 કેસ અને 110 બી રોલ ભરવામાં આવ્યા હતા. સાથે જ ગેરકાયદેસર ગેસ રીફિલિંગનુ મોટું કૌભાંડ ઝડપી પાડવામાં આવ્યું હતું.

બેગ મર્ડર મિસ્ટ્રી: આ વિસ્તારોમાં ખૂબ મોટા પ્રમાણમાં પરપ્રાંતીયો વસવાટ કરે છે. થોડા સમય અગાઉ આજ વિસ્તારમાં યુનિયન બેન્ક લૂંટના આરોપીઓએ પોલીસ ઉપર ફાયરિંગ પણ કર્યું હતું અને આ બેંક લૂંટના તમામ આરોપીઓ આ વિસ્તારમાંથી રોક્કડ રકમની સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા. બેગ મર્ડર મિસ્ટ્રીના કેસમાં પણ આ વિસ્તારમાં એક વ્યક્તિની હત્યા કરીને તેના શરીરના ટુકડા કરીને બેગમાં ભરીને સગેવગે કરી હતી, જેમાં હત્યારાઓને પોલીસે ઝડપી પાડયા હતા. આમ આ વિસ્તારો ગુનાહિત પ્રવૃત્તિ માટે અને ગુનાઓને અંજામ આપવા માટે અગ્રેસર હોય આ તમામ ગુનાઓ અને ગુનાહિત પ્રવૃતિઓને અટકાવવા માટે આ કોમબિંગ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.