ભરુચમાં એક ગણેશ પ્રતિમાનું વિસર્જન ન થયું, કઇ પ્રતીકાત્મક વિધિ થઇ જૂઓ

author img

By

Published : Sep 10, 2022, 3:58 PM IST

ભરુચમાં એક ગણેશ પ્રતિમાનું વિસર્જન ન થયું, કઇ પ્રતીકાત્મક વિધિ થઇ જૂઓ

ભગવાન ગણેશના 10 દિવસ ચાલનારા ગણેશોત્સવ 2022ની સમાપ્તિ થઇ ગઇ છે. જોકે ભરુચમાં સ્થાપિત રાધાકૃષ્ણ મંડળની ગણેશ પ્રતિમાનું વિસર્જન કરવામાં આવ્યું નથી. જોકે બાપ્પાની મૂર્તિને જળાભિષેક વિધિ સહિત પૂજનઅર્ચન કરવામાં આવ્યું છે. ત્યારે શા માટે આ પ્રતિમાનું વિસર્જન નથી કરવામાં આવ્યું તે જોઇએ અહેવાલમાં.Bharuch Ganesh Idol not immersed , Ganesh Murti made from Fiber , Bharuch Radha Krishna Yuvak Mandal , Ganeshotsav 2023 , Anant Chaturdashi 2022

ભરુચ અનંત ચતુર્દશી 2022 ( Anant Chaturdashi 2022 ) ના દિવસે રાજ્યભરમાં ગણેશોત્સવ સંપન્ન કરવાના મહત્ત્વની વિધિ સ્વરુચે લાખો ગણેશ મૂર્તિઓને જળમાં પધરાવી વિસર્જન કરવામાં આવ્યું છે. ત્યારે ભરુચના રાધાકૃષ્ણ મંડળની ( Bharuch Radha Krishna Yuvak Mandal ) આ અનોખી એવી ગણેશ પ્રતિમા છે જેની સ્થાપના તો થઇ છે પણ વિસર્જન કરવામાં આવ્યું ( Bharuch Ganesh Idol not immersed ) નથી. મંડળના આયોજકો દ્વારા ગણેશજીની આ ફાઈબરમાંથી બનાવાયેલી પ્રતિમાનું સ્થાપન કરવામાં આવ્યું હતું. જેથી નદી કે તળાવમાં પધરાવી જળ પ્રદૂષણ કરવામાં ન આવે તેવા શુભાશય સાથે તેનું વિસર્જન કરવામાં આવ્યું નથી.

રાધા કૃષ્ણ મંડળના ફાઈબરના ગણેશજીની પ્રતિમાની અનોથો વિસર્જન વિધિ થઇ

તો કઇ રીતે કરવામાં આવ્યું પ્રતીકાત્મક વિસર્જન ફાઇબરના ગણેશજીનું વિસર્જન નર્મદા જળ અને ગંગાજળના સાથે દૂધનું મિશ્રણ કરીને ફાઇબરના ગણેશજીના મુખથી લઈને ચરણ સુધી તેનો અભિષેક કરવામાં આવ્યો હતો. આ પ્રકારના અભિષેકના દ્રશ્યો ગણેશ વિસર્જન દરમિયાન સૌપ્રથમવાર ગુજરાતના ભરૂચ ખાતે નજરે જોવા પડ્યા હતાં તે પણ નોંધવું રહ્યું. ફાઇબરના ગણેશજીની પ્રતિમા ઉપર નર્મદા નદીના જળ અને ગંગા નદીના જળ સાથે દૂધનું મિશ્રણ કરીને અભિષેક કરવામાં આવ્યો હતો. આ અભિષેક બાદ ફાઇબરના ગણેશજીની મૂર્તિને આવનારા વર્ષોમાં ઉપયોગમાં લેવાય તે માટે ગણેશજીનું વિસર્જન કરવામાં આવ્યું ન ( Bharuch Ganesh Idol not immersed ) હતું.

આવતા વર્ષે ફરી પધારશે ફાઈબરના ગણેશ આ ગુજરાતનો અને ભરૂચનો અનેરો લહાવો હતો જેમાં સૌપ્રથમવાર ગણેશજીના ભાવિક ભક્તો ઉપસ્થિત રહ્યાં હતાં. ખૂબ મોટી સંખ્યામાં રાધા કૃષ્ણ યુવક મંડળ ભક્તોની હાજરીમાં ( Bharuch Radha Krishna Yuvak Mandal ) ભરૂચના ઝાડેશ્વર ચોકડી સ્થિત ફાઇબરના ગણેશજીની મૂર્તિને જળ અને દૂધનો અભિષેક કરવામાં આવ્યો હતો અને આ રીતે ગણેશ પૂજન સમાપ્ત ( Bharuch Ganesh Idol not immersed ) કરવામાં આવ્યું હતું. હવે આ જ મૂર્તિનું સ્થાપના આવનારા વર્ષે યોજાનારા ગણેશોત્સવ 2023 દરમિયાન કરવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.