ETV Bharat / state

અંકલેશ્વર નેશનલ હાઇવે 48 પરથી મોટી માત્રામાં દારૂનો જથ્થો ઝડપાયો, ત્રણ વોન્ટેડ જાહેર

author img

By ETV Bharat Gujarati Team

Published : Nov 21, 2023, 9:30 PM IST

અંકલેશ્વર નેશનલ હાઇવે 48 પરથી મોટી માત્રામાં દારૂનો જથ્થો ઝડપાયો, ત્રણ વોન્ટેડ જાહેર
અંકલેશ્વર નેશનલ હાઇવે 48 પરથી મોટી માત્રામાં દારૂનો જથ્થો ઝડપાયો, ત્રણ વોન્ટેડ જાહેર

અંકલેશ્વર નેશનલ હાઇવે 48 પરથી મોટી માત્રામાં દારૂનો જથ્થો ઝડપાયો હતો. અંકલેશ્વર પોલીસે લાખોનો મુદ્દામાલ કબ્જે કરી ત્રણ લોકો વોન્ટેડ જાહેર કર્યા છે. ટેમ્પોચાલકની અટકાયત સહિત દારૂ મોકલનાર અને મંગાવનારને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

ટેમ્પોચાલકની અટકાયત

ભરૂચ: અંકલેશ્વર નેશનલ હાઇવે નંબર 48 પર આવેલી સહયોગ હોટલ પાસેથી વિદેશી દારૂનો જથ્થો ભરેલો આઇસર ટેમ્પો પોલીસે ઝડપી લીધો હતો. અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ દ્વારા આઇસર ટેમ્પોની અંદર તપાસ કરતા વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો. જે કેસમાં 8,28,000 ના વિદેશી દારૂના જથ્થા સાથે આઇસર ટેમ્પો મળી કુલ 18,28,000નો મુદ્દામાલ જપ્ત કરી ડ્રાઇવરની ધરપકડ કરવામાં આવી હતી.

18.28 લાખનો મુદ્દામાલ કબ્જે : અંકલેશ્વર શહેર બી-ડિવિઝન પોલીસે માહિતીના આધારે નેશનલ હાઈવે નંબર 48 પર આવેલી સહયોગ હોટલ નજીકથી ગત મોડી સાંજના એક આઈસર ટેમ્પામાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. પોલીસે દારૂ અને ટેમ્પા મળી કુલ રૂ. 18.28 લાખનો મુદ્દામાલ કબ્જે કરી ટેમ્પોચાલકની અટકાયત કરી હતી. ટેમ્પામાં વિદેશી દારૂની પેટીઓને કવર કરવા માટે ફાર્માસ્યુટિકલ કંપનીના રિજેક્ટ થયેલા પાવડરના પૂઠાંના ડ્રમ મૂકવામાં આવ્યા હતાં.

બાતમી મળી : ભરૂચ જિલ્લા એસપી મયૂર ચાવડાએ જિલ્લામાં દારૂ જુગારના કેસો કરવા માટે આદેશ આપ્યા હતા. જેના આધારે અંકલેશ્વર બી-ડિવિઝનના પીઆઈ યુ.વી. ગડરિયા ડીવાયએસપી ચિરાગ દેસાઈના માર્ગદર્શન હેઠળ તેમના વિસ્તારમાં કડક પેટ્રોલિંગમાં હતા. આ સમય દરમિયાન માહિતી મળી હતી કે, એક આઈસર ટેમ્પો ભારતીય બનાવટનો દારૂનો જથ્થો ભરીને સુરત તરફથી અમદાવાદ તરફ જનાર છે. જેથી પોલીસ ટીમોએ માહિતીના આધારે પંચોને હાજર રાખીને ખાનગી વાહનોમાં નેશનલ હાઇવે નંબર 48 પર આવેલી સહયોગ હોટલ પાસે વોચમાં બેઠા હતાં.

ટેમ્પો ખોલી તપાસ કરતા દારૂનો જથ્થો મળ્યો : આ દરમિયાન માહિતીવાળો આઈસર ટેમ્પો આવતા તેને રોકી રોડની બાજુએ લેવડાવી ચાલકની પૂછપરછ હાથ ધરી હતી. જોકે ચાલકે ટેમ્પોમાં કંપનીનો પરચૂરણ સામાન ભર્યો હોવાનું જણાવ્યું હતું. જોકે પોલીસને તેના વાતચીતમાં શંકા જતાં ટેમ્પો ખોલી અંદર તપાસ કરતા પ્રથમ સફેદ અને વાદળી કલરના બોક્સ અને ડ્રમ દેખાઈ આવ્યા હતાં.

દારૂની 327 પેટી મળી : પોલીસે વધુ અંદર તપાસ કરતાં જુદી જુદી બ્રાન્ડના દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જેથી પોલીસે તેને અંકલેશ્વર બી-ડિવિઝન પોલીસ મથકે લાવી તપાસ કરતાં અંદરથી દારૂની 327 પેટી કિંમત રૂ.72,000 અને જુદી બ્રાન્ડના બિયરના ટીન 7056 મળી કુલ 7,56,000 અને આઈસર ટેમ્પો કિં.રૂ.10,00,000 ગણીને કુલ રૂ. 18,28,000નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

પોલીસે ત્રણ વ્યક્તિઓને વોન્ટેડ જાહેર કર્યા : અંકલેશ્વર પોલીસે આઈસર ટેમ્પોચાલક પ્રદીપ ચંપતરાવ સોનાને વિરુદ્ધ ગુનો નોંધી દારૂ મંગાવનાર શ્રીરામ, દારૂ મોકલનાર નીમેશ પટેલ અને ગાડી મોકલનાર વિશાલ સાકરે આ તમામના પૂરા નામ સરનામાં ન હોવાથી પોલીસે આ તમામને વોન્ટેડ જાહેર કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

  1. Surat Crime : સુરતના ઓલપાડમાં બ્રાંડેડ કંપનીના નામે બોટલોમાં રી-પેકિંગ કરેલો દારુ વેચવાનું ફરી એક નેટવર્ક પકડાયું
  2. Vadodara Crime : લોટની બેગોની આડમાં લઈ જવાતો લાખો રુપિયાનો દારુ ઝડપાયો, પોલીસને જોઇ છૂ થઇ ગયો ટેમ્પાચાલક
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.