ETV Bharat / state

અંકલેશ્વરની એશિયન પેઈન્ટ્સ કંપનીનો માલ ભરેલા બે ટ્રક ગાયબ, છેતરપિંડીને લઈ નોધાઈ ફરિયાદ

author img

By

Published : Dec 5, 2020, 8:00 AM IST

Ankleshwar
Ankleshwar

અંકલેશ્વર જી.આઈ.ડી.સીમાં આવેલા એશિયન પેઇન્ટ્સ કંપનીમાં પશ્ચિમ બંગાળ અને પંજાબના જલંધર ખાતે માલ ભરી રવાના થયેલા બે ટ્રક અચાનક ગાયબ થઈ જતા રૂપિયા 64.42 લાખની છેતરપિંડી અંગે પોલીસ ફરિયાદ નોંધાવવા આવી છે.

  • અંકલેશ્વરની એશિયન પેઈન્ટ્સ કંપનીનો માળ ભરી જતી બે ટ્રક ગાયબ થતા ફરિયાદ
  • રૂપિયા ૬૪.૪૩ લાખના મુદ્દામાલ સાથે બન્ને ટ્રક ચાલકો ગાયબ થતા ફરિયાદ નોંધાવાઈ

અંકલેશ્વરઃ અંકલેશ્વર જી.આઈ.ડી.સીમાં આવેલા એશિયન પેઇન્ટ્સ કંપનીમાં પશ્ચિમ બંગાળ અને પંજાબના જલંધર ખાતે માલ ભરી રવાના થયેલા બે ટ્રક અચાનક ગાયબ થઈ જતા રૂપિયા 64.42 લાખની છેતરપિંડી અંગે પોલીસ ફરિયાદ નોંધાવવા આવી છે.

64.42 લાખ રૂપિયાની છેતરપિંડી

અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલા એશિયન પેઇન્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાંથી વેસ્ટ બંગાળ અને પંજાબના જલંધર ખાતે પહોંચાડવા માટે બેંગ્લોરની ઝીકા લોજીસ્ટિક પ્રાઇવેટ કંપનીને ઓનલાઈન ટ્રાન્સપોર્ટેશન માટે ઓડર આપ્યો હતો. ઝીકા લોજીસ્ટિક દ્વારા સુરતના સામરોદ ગામ પાસે આવેલ પટેલ નગરમાં રહેતા ટ્રાન્સપોર્ટ કંપનીના સંચાલક સંદીપગીરી ધિરજગીરી ગોસ્વામીને આપવામાં આવ્યો હતો. અંકલેશ્વરની એશિયન પેઇટન્સ કંપનીમાંથી રૂપિયા 64.42 લાખથી વધુનો માલ ભરી બંને ટ્રક વેસ્ટ બંગાળ અને પંજાબના જલંધર ખાતે ગત તારીખ-24-10-20ના રોજ રવાના થયા હતાં.

પોલીસ ફરિયાદ નોંધાવાઈ

પરંતુ નિર્ધારિત સમય પર ટ્રકો માલ સાથે બંને સ્થળે ન પહોંચતા કંપનીના અધિકારી આનંદ રાધેશ્યામ પ્રસાદે ટ્રકોમાં માલિક સંદીપગીરી ગોસ્વામીનો સંપર્ક કર્યો હતો, જોકે તેઓનો સંપર્ક થઈ શક્યો ન હતો. તો બીજી તરફ બંને ટ્રક ચાલકોના ફોન પણ બંધ આવતા પોતાની કંપની સાથે છેતરપિંડી થઈ હોવાનું માલુમ પડયુ હતું. તેથી તેઓઅ રૂપિયા 64.42 લાખથી વધુની છેતરપિંડી અંગે અંકલેશ્વર જી.આઈ.ડી.સી પોલીસ મથકે ટ્રક ચાલકો અને ટ્રાન્સપોર્ટ કંપનીના સંચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.