ETV Bharat / state

ભરૂચમાં વર્ષ-2020માં આજના દિવસે નોંધાયો હતો પ્રથમ કેસ

author img

By

Published : Apr 8, 2021, 10:00 PM IST

એક વર્ષમાં સ્થિતિ ખૂબ જ વણસી
એક વર્ષમાં સ્થિતિ ખૂબ જ વણસી

ભરૂચમાં વર્ષ-2020માં આજના દિવસે પ્રથમ કેસ નોંધાયો હતો. એક વર્ષ બાદ સ્થિતિ એટલી વણસી કે કોવિડ સ્મશાનમાં 12 મૃતદેહના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.

  • ભરૂચમાં કોરોનાની તેજ રફતાર
  • એક વર્ષમાં સ્થિતિ ખૂબ જ વણસી
  • એક વર્ષમાં 4,312 લોકો કોરોનાથી સંક્રમિત થયા

ભરૂચ: જિલ્લામાં વર્ષ 2020માં આજના દિવસે કોરોનાનો પ્રથમ કેસ નોંધાયો હતો, ત્યારે વિતેલા એક વર્ષમાં 4,312 લોકો કોરોનાથી સંક્રમિત થયા છે. બીજી તરફ સ્થિતિએ હદે વણસી છે કે, આજના દિવસે 12 મૃતદેહોના કોવિડ સ્મશાનમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.

ભરૂચમાં કોરોનાની તેજ રફતાર

આ પણ વાંચો: ભરૂચના સ્પેશિયલ કોવિડ સ્મશાનમાં મૃતદેહોની કતાર

8 એપ્રિલ 2020માં કોરોનાનો નોંધાયો હતો પ્રથમ કેસ

બરાબર એક વર્ષ પહેલા આજના જ દિવસે ભરૂચ જિલ્લામાં ઘાતક કોરોના વાઇરસનો પ્રથમ કેસ નોધાયો હતો. ઇખર ગામે તબલીગી જમાતના કાર્યક્રમમાં હાજરી આપી આવેલા જમાતીઓને કોરોના પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગ સહિત સમગ્ર જિલ્લાનું પ્રશાસન દોડતું થયું હતું. આ બાદ ભરૂચ જિલ્લો તબક્કાવાર કોરોના સંક્રમણના વમણમાં ફસાતો ગયો. ભરૂચ જિલ્લામાં છેલ્લા એક વર્ષમાં 4,312 લોકો કોરોના સંક્રમણનો ભોગ બન્યા છે, તો આરોગ્ય વિભાગના ચોપડે 33 લોકોના કોરોનાના કારણે મોત થયા છે. આ તરફ જિલ્લામાં 570થી વધુ લોકોની કોરોના પ્રોટોકોલ અનુસાર અંતિમ વિધિ કરવામાં આવી છે.

આ પણ વાંચો: ભરૂચના સ્પેશિયલ કોવિડ સ્મશાનમાં ગોબર સ્ટીકના ઉપયોગથી મૃતદેહના અંતિમ સંસ્કાર

એક વર્ષમાં સ્થિતિ વધુ બગડી

ભરૂચ જિલ્લામાં કોરોનાનો પ્રથમ કેસ નોંધાયો તેને આજે એક વર્ષ પૂર્ણ થયું છે, ત્યારે સ્થિતિ ખૂબ જ બદતર બની રહી છે. આજે એક દિવસની વાત કરવામાં આવે તો, નર્મદા નદીના કિનારે બનાવાયેલા સ્પેશિયલ કોવિડ સ્મશાનમાં 12 લોકોની અંતિમ ક્રિયા કરવામાં આવી હતી, તો બીજી તરફ એક વર્ષનો ભૂતકાળ ફરીથી વર્તમાન બન્યો છે. લોકડાઉનની જેમ જ હમણાં ભરૂચમાં નાઈટ કરફ્યૂ અમલમાં છે અને રોજના સરેરાશ 15થી વધુ કેસ નોંધાય રહ્યા છે. સરકારી તેમજ ખાનગી હોસ્પિટલમાં બેડ ફૂલ છે, તો બીજી તરફ મૃત્યુઆંક પણ સતત વધી રહ્યો છે. આ સ્થિતિ ઝડપથી સુધરે એવી સૌ કોઈ પ્રાર્થના કરી રહ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.