ETV Bharat / state

અંબાજી મંદિરમાં ટ્રસ્ટ દ્વારા ટોકનદરે ભોજનાલય શરું કરાયું

author img

By

Published : Nov 1, 2021, 9:27 PM IST

અંબાજી મંદિરમાં ટ્રસ્ટ દ્વારા ટોકનદરે ભોજનાલય શરું કરાયું
અંબાજી મંદિરમાં ટ્રસ્ટ દ્વારા ટોકનદરે ભોજનાલય શરું કરાયું

યાત્રાધામ અંબાજીમાં અંબિકા ભોજનાલયમાં ડીસાનાં જય જલીયાણ ફાઉન્ડેશન દ્વારા શરુ કરાયેલુ નિ:શુલ્ક ભોજનાલય તેનો સમયગાળો પૂર્ણ થતાં આજથી બંધ કરી દેવામાં આવ્યું છે. અને હવે અંબાજી ટ્રસ્ટ દ્વારા ટોકન દરે ભોજન વ્યવસ્થા ફરી વખત ચાલું કરવામાં આવી છે.

  • જય જલીયાણ ફાઉન્ડેશન દ્વારા શરુ કરાયેલુ નિ:શુલ્ક ભોજનાલયનો સમયગાળો સમાપ્ત
  • અંબાજી ટ્રસ્ટ દ્વારા ટોકન દરે ભોજન વ્યવસ્થા ફરી વખત ચાલું કરવામાં આવી
  • સદાવ્રતમાં અત્યાર સુધી 8,50,000 ભક્તોએ નિ:શુલ્ક ભોજનનો લાભ લિધો

અંબાજી : અંબાજીમાં અંબિકા ભોજનાલય ખાતે જય જલીયાણ ફાઉન્ડેશન દ્વારા છેલ્લાં ચાર માસથી વિના મુલ્યે તમામ ભક્તોને ભોજન કરાવતાં હતાં. આજ રોજ તેનો સમયગળો સમાપ્ત થતાં જય જલીયાણ સદાવ્રતનાં બોર્ડ લાગેલાં હતાં તેને ઉતારી દેવામાં આવ્યા છે. હવે અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા ભોજનાલયમાં રાહત દરે એટલે કે રુપીયા 16 માં ભરપેટ ભોજન કરાવાની વ્યવસ્થા ફરી ચાલુ કરી છે.

અંબાજી મંદિરમાં ટ્રસ્ટ દ્વારા ટોકનદરે ભોજનાલય શરું કરાયું

ટોકનદરે ચાલું કરાયું ભોજનાલય

જય જલીયાણ ફાઉન્ડેશન સદાવ્રતમાં અત્યાર સુધી 8,50,000 ભક્તોએ નિ:શુલ્ક ભોજનનો લાભ લિધો છે. હવે અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા ભોજનાલયમાં બાળકો માટે 11 રૂપિયા અને જનરલ માટો 16 રૂપિયાનાં ટોકનદરે ભોજન વ્યવસ્થા ચાલું કરાઇ છે. તેમજ દર પૂનમે મિષ્ઠાન હોવાથી ત્યારે 21 રૂપિયા ચૂકવવાં પડશે. અંબિકા ભોજનલાયનો સમય સવારે 10:00 વાગ્યા થી બપોરે 03:00 વાગ્યા સુધી અને સાંજે 06.00 થી રાત્રિનાં 9.00 સુધીનો રહેશે.

આ પણ વાંચો : જીગ્નેશ મેવાણીએ કચ્છમાં દલિત પર થયેલ હુમલાં મુદ્દે આગામી દિવસોમાં આંદોલનની ચિમકી ઉચ્ચારી...

આ પણ વાંચો : પોરબંદરમાં આશાવર્કરોને વળતર ન ચૂકવાતાં DDO સમક્ષ રજૂઆત કરી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.