ETV Bharat / state

હત્યાનો સિલસિલો ક્યારે અટકશે ? બનાસકાંઠામાં મધુશાળામાં મદિરા લેવાનું કહીને હત્યાનો અંજામ સામે આવતા...

author img

By

Published : Jun 2, 2022, 11:44 AM IST

બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા 4 મહિનામાં અનેક ગુનાહિત ઘટનાઓમાં (Banaskantha Murder Case) વધારો જોવા મળી રહ્યો છે. મોટાભાગે બનાસકાંઠા જિલ્લામાં હત્યા અને આત્મહત્યા જેવા ગુનાહિત ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે ફરી એક વાર ડીસા શહેરના નહેરૂનગર વિસ્તારમાં રાત્રીના સમયે એક યુવકની ઝીણી એવી બાબત હત્યા કરી હોવાના (Banaskantha Crime Case) સમાચાર સામે આવી રહ્યા છે.

હત્યાનો સિલસિલો ક્યારે અટકશે ? બનાસકાંઠામાં મધુશાળામાં મદિરા લેવાનું કહીને હત્યાનો અંજામ સામે આવતા...
હત્યાનો સિલસિલો ક્યારે અટકશે ? બનાસકાંઠામાં મધુશાળામાં મદિરા લેવાનું કહીને હત્યાનો અંજામ સામે આવતા...

બનાસકાંઠા - બનાસકાંઠા વર્ષોથી પછાત જિલ્લો માનવામાં આવે છે. જેના કારણે બનાસકાંઠા (Banaskantha Murder Case) જિલ્લામાં દિવસેને દિવસે ગુનાહિત ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે ફરી એક વખત ડીસા શહેરના નહેરૂનગર વિસ્તારમાં રાત્રીના સમયે એક યુવકની છરીના ઘા મારી ઘાતકી હત્યા કરવામાં આવી છે. આ ઘટનાની પોલીસને જાણ થતાં તાત્કાલિક દોડી આવી હતી.

બનાસકાંઠામાં દારૂ પીવાનું કહીને હત્યાને અંજામ

યુવકની છીણી એવી બાબતે હત્યા - ડીસા શહેરના નહેરુનગર વિસ્તારમાં નવીન માજીરાણા નામના યુવકની હત્યા કરવામાં આવી હતી. જે અંગે વહેલી સવારે યુવકની હત્યા કરાયેલા મૃતદેહ મળી આવતા પોલીસે આ સમગ્ર મામલે તપાસનો દોર શરૂ કર્યો હતો. રાત્રિના સમયે યુવક નહેરુનગર વિસ્તારમાંથી ગાયબ થઈ ગયો હતો. જેની હત્યા કરેલી મૃતદેહ બનાસ નદીમાં પડ્યો હતો. જે અંગેની જાણ સવારે બનાસ નદીમાંથી પસાર લોકોને થતા તેઓ તાત્કાલિક ડીસા ઉત્તર પોલીસને જાણ કરી હતી. જેથી પોલીસ ઘટનાસ્થળે પહોંચી નવીન માજીરાણાની મૃતદેહ કબ્જો મેળવ્યો હતો. જોકે, આ દિશામાં પોલીસે તપાસ શરૂ કરી શંકાના આધારે ચાર આરોપીઓની અટકાયત કરી પણ છે.

હત્યાનો ભેદ ઉકેલાયો - નવીન માજીરાણાની હત્યા થયા બાદ ડીસા ઉત્તર પોલીસે આ ઘટનામાં હત્યાનો ગુનો (Deesa Nehrunagar Murder) નોંધી તપાસ શરૂ કરી હતી. જેમાં પોલીસ તપાસમાં આ ઘટનાને અંજામ આપનાર વિસ્તારના ચાર શખ્સો હોવાનું બહાર આવ્યું છે. નહેરૂનગર વિસ્તારમાં રહેતા પ્રકાશ માજીરાણા અને પૃથ્વીરાજ માજીરાણા સહિત અન્ય બે સગીર આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા છે. પોલીસે આ આરોપીઓની પ્રાથમિક પુછપરછ કરતાં આ આરોપીએ વીસ રૂપિયા માટે નવીનની (Banaskantha Crime Case) હત્યા કરી હોવાનું સામે આવ્યું છે.

આ પણ વાંચો : Crime in Arvalli : દોઢ મહિનાથી ગુમ હતો યુવક, મળ્યો ખરો પણ....

20 રૂપિયામાં હત્યા કરાઈ - મૃતક નવીન નહેરૂનગર વિસ્તારમાં આવેલા પાણીના ટાંકા પાસેથી પસાર થઈ રહ્યો હતો. તે દરમિયાન પ્રકાશ માજીરાણા અને પૃથ્વીરાજ માજીરાણા તેને દારૂ પીવડાવવાનું કહીને નહેરૂનગર વિસ્તારમાં આવેલી સરકારી વસાહત પાછળ આવેલા વ્હોળામાં લઈ ગયા હતા, ત્યારબાદ નવીન માજીરાણાએ પ્રકાશ અને પૃથ્વીરાજ પાસે વીસ રૂપિયાની માંગણી કરી હતી. પરંતુ, આ બંને આરોપીઓએ વીસ રૂપિયા ન આપતા મૃતક આ બંનેને અપશબ્દો બોલ્યો હતો. જેથી આ બંને આરોપીઓને અપશબ્દ લાગી આવતા નવીનની હત્યાનો કારસો રચ્યો હતો. તેને રાત્રે દારૂ પીવાનું કહીને મોટરસાઇકલ પર બેસાડીને સરકારી વસાહત પાછળ પહોંચ્યા બાદ બે સગીરોએ નવીન માજીરાણા પર છરીના ઘા મારી હત્યા નિપજાવી હતી.

આ પણ વાંચો : લવ કે લિએ કુછ ભી કરેગા, સગી દિકરીએ માતાને પણ ન છોડી

મૃતદેહને મુકીને ફરાર - આ શખ્સો નવીનના મૃતદેહને હત્યા સ્થળ પર મૂકીને ફરાર (Banaskantha Deesa Murder Case) થઈ ગયા હતા. આ સમગ્ર ઘટનામાં પોલીસે તપાસ કરતાં હત્યામાં આ ચાર શખ્સો સામેલ હોવાનું સામે આવ્યું હતું. બાદમાં પોલીસે ચાર શખ્સો પાસે જઈને પ્રાથમિક પૂછપરછ કરતાં જ હત્યાની કબૂલાત કરી લીધી હતી. જેને લઈને પોલીસે પ્રકાશ માજીરાણા અને પૃથ્વીરાજ માજીરાણાને કોર્ટમાં રજૂ કરવાની તજવીજ હાથ ધરી છે. જ્યારે અન્ય બે આરોપી સગીર હોવાના લીધે પાલનપુર ખાતે બાળ રિમાન્ડ હોમ ખાતે મોકલી દેવામાં આવ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.