ETV Bharat / state

સૌથી લાંબી 1111 ગજની ધજા સાથે લીમખેડાથી નીકળેલો પગપાળા સંઘ અંબાજી આવી પહોંચ્યો

author img

By

Published : Sep 4, 2021, 7:48 PM IST

Ambaji News
Ambaji News

યાત્રાધામ અંબાજીમાં ભરાતા ભાદરવી પૂનમના મેળાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ગત વર્ષે કોરોનાની મહામારીના કારણે અંબાજી ભાદરવી પૂનમનો મેળો મુલતવી રખાયો હતો. ચાલુ વર્ષે પણ મેળો યોજાશે કે કેમ તેની અસમંજસ્તા વચ્ચે યાત્રીકોએ વહેલી પદયાત્રા શરૂ કરી છે. લીમખેડાથી દિપોરામ ગ્રુપ દ્વારા સૌથી લાંબી 1111 ગજની ધજા સાથે નીકળેલો પગપાળા સંઘ અંબાજી આવી પહોચ્યો હતો. સરકારે મેળા યોજવા કે મંદિર ખુલ્લા રહેવા બાબતે કોઈ જાહેરાત કરી નથી. જોકે આ બાબતે વહેલી તકે જાહેરાત કરવામાં આવે તેવી લોકોએ માગ કરી છે.

  • ચાલુ વર્ષે પણ મેળો યોજાશે કે કેમ તેની અસમનજસ્તા વચ્ચે યાત્રીકોએ વહેલી પદયાત્રા શરૂ કરી
  • મેળા શરૂ થવાના પહેલા જ માતાજીના દર્શને પહોંચી નવરાત્રી માટેનું નિમંત્રણ આપવાનું આયોજન કરાયું
  • લીમખેડાથી દિપોરામ ગ્રુપ દ્વારા સૌથી લાંબી 1111 ગજની ધજા સાથે નીકળેલો પગપાળા સંઘ અંબાજી આવી પહોચ્યો
  • અંબાજી પંથકમાં ઝરમરતા વરસાદ વચ્ચે અંબાજી પદયાત્રા

બનાસકાંઠા: યાત્રાધામ અંબાજીમાં ભરાતા ભાદરવી પૂનમના મેળાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ગત વર્ષે કોરોનાની મહામારીના કારણે અંબાજી ભાદરવી પૂનમનો મેળો મુલતવી રખાયો હતો. ચાલુ વર્ષે પણ મેળો યોજાશે કે કેમ તેની અસમંજસ્તા વચ્ચે યાત્રીકોએ વહેલી પદયાત્રા શરૂ કરી છે. મેળા શરૂ થવાના પહેલે જ માતાજીના દર્શને પહોંચી નવરાત્રી માટેનું નિમંત્રણ આપવાનું આયોજન કરાયું હોય તેમ અંબાજીમાં યાત્રિકોનો ઘસારો દિનપ્રતિદિન વધતો જઈ રહ્યો છે. આજે શનિવારે અંબાજી પંથકમાં ઝરમરતા વરસાદ વચ્ચે પણ દાહોદ જિલ્લાના લીમખેડાથી દિપોરામ ગ્રુપ દ્વારા સૌથી લાંબી 1111 ગજની ધજા સાથે નીકળેલો પગપાળા સંઘ અંબાજી આવી પહોચ્યો હતો. જેમાં 151 જેટલા પદયાત્રીઓ આ એક કિલોમીટર જેટલી લાંબી ધજાને માતાજીના મંદિરે ચઢાવામા આવી હતી. આટલી લાંબી ધજા કોઈ હરીફાઈ કે હુંસા તુંસી નથી પણ સમગ્ર લીમખેડા વિસ્તારનું આસ્થાનું પ્રતીક માનવામાં આવી રહ્યું છે. નવરાત્રીમાં મા અંબેને તેડું આપવા અંબાજી પહોચીં ગયા છે.

1111 ગજની લાંબી ધજા આસ્થાનું પ્રતીક

કોરોનાની ત્રીજી લહેરની દહેશત વચ્ચે ચાલુ વર્ષે મેળો યોજાશે કે નહીં કે પછી મંદિર પણ ખુલ્લું રહેશે કે બંધ તેની કોઈ વિધિવત જાહેરાત કરાઈ નથી પણ મેળો મુલતવી રહેને મંદિર પણ બંધ રહેવાની શક્યતાઓને ધ્યાને લઈ આ વખતે પદયાત્રીઓ મેળા પૂર્વેજ પોતાની યાત્રા શરૂ કરી દીધી છે. જેથી હાલ અંબાજીમાં મેળા જેવો જ માહોલ જોવામલી રહ્યો છે. એક કિલોમીટર જેટલી લાંબી ધજાને માતાજીના મંદિરે ચઢાવામા આવી છે. જોકે આટલી લાંબી ધજા કોઈ હરીફાઈ કે હુંસા તુંસી નથી પણ આસ્થાનું પ્રતીક છે.

સૌથી લાંબી 1111 ગજની ધજા સાથે લીમખેડાથી નીકળેલો પગપાળા સંઘ અંબાજી આવી પહોંચ્યો

અંબાજીના માર્ગો બોલમાડી અંબે જય જય અંબેના નાદથી ગુંજવા લાગ્યા

14 સપ્ટેમ્બરે મેળો શરૂ થવાની શક્યતાઓ પૂર્વે જ અરવલ્લીની ડુંગરીઓ વચ્ચે પસાર થતા અંબાજીના માર્ગો બોલમાડી અંબે જય જય અંબેના નાદથી ગુંજવા લાગ્યા છે. અનેક સંઘોના પદયાત્રીઓ માતાજીનો રથ ખેંચી અંબાજી તરફ પ્રયાણ કરી રહ્યા છે. એક ટેક પુરી કરવા અંબાજી પહોંચી રહ્યા હોય તેવો ઉત્સાહ પદયાત્રીઓમાં જોવા મળી રહ્યો છે. એટલું જ નહીં મેળો યોજાશે કે કેમ, મંદિર ચાલુ રહેશે કે બંધ તે અંગેની જાહેરાત મંદિર ટ્રસ્ટે કે સરકારે વહેલા કરવી જોઈએ તેવી પણ માગ કરી હતી. જેથી સેંકડો કિલોમીટર દૂરથી પદયાત્રાનું આયોજન કરનારાઓને જાણ થઇ શકે જોકે આવા પદયાત્રીઓની સેવા માટે અનેક સેવા કેમ્પો કાર્યરત થતા હોય છે પણ ચાલુ વર્ષે પદયાત્રીઓતો અંબાજી જઈ રહ્યા છે પણ રસ્તામાં એક પણ સેવા કેમ્પ નથી.

મેળાની અને મંદિર ચાલુ રહેશે કે બંધ તે અંગેની જાહેરાત મંદિર ટ્રસ્ટે કે સરકારે વહેલા કરવી જોઈએ

હાલમાં મેળાની કોઈપણ પ્રકારની જાહેરાત કરાઈ નથી. બીજી તરફ પદયાત્રીઓ સંઘ સાથે માતાજીના રથ લઈ અંબાજી પહોંચી રહ્યા છે. અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટે પણ અંબાજી પહોંચી રહેલા પદયાત્રીઓ માટેની સુવિધાને લઈ તૈયારીઓ શરૂ કરી દીધી છે. મંદિરની તૈયારીઓને જોતા મેળો યોજાશે કે કેમ તે એક જ્યેષ્ઠ પ્રશ્ન બની રહ્યો છે. આ બાબતે હજુ મંદિર ટ્રસ્ટના અધિકારીઓ કંઈપણ કહેવા તૈયાર નથી. અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટે પણ અંબાજી પહોંચી રહેલા પદયાત્રીઓ માટેની સુવિધાને લઈ તૈયારીઓ શરૂ કરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.