ETV Bharat / state

કોરોનાની ત્રીજી લહેર ઘાતક ન બને તે માટે વહીવટી તંત્ર બન્યું સજ્જ

author img

By

Published : Jun 1, 2021, 9:59 AM IST

અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા કાયમી ઓક્સિજન પ્લાન્ટ
અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા કાયમી ઓક્સિજન પ્લાન્ટ

કોરોના મહામારીને લઈ ગુજરાત નહિ પણ સમગ્ર દેશ અસરગ્રસ્ત બન્યું છે અને તેમાં અનેક રાજ્યોમાં કોરોનાની બીજી લહેર ઘાતક બની હતી. જો કે હાલમાં બીજી લહેરની અસર ધીરે-ધીરે જે રીતે ઓછી થઈ રહી છે. તે જ રીતે ત્રીજી લહેરનો ખતરો પણ વિસ્ફોટક બને તેવા વાવડ જોવા મળી રહ્યા છે. તેથી વધુ સાવધાનીના પગલાં વહીવટી તંત્ર લઈ રહ્યું છે.

  • કોરોનાની ત્રીજી લહેર ઘાતક ન બને તે માટે વહીવટી તંત્ર બન્યું સજ્જ
  • અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા કાયમી ઓક્સિજન પ્લાન્ટ
  • 35 લાખના ખર્ચે ઓક્સિજન પ્લાન્ટ સ્થાપિત કરી રહ્યું છે મંદિર ટ્રસ્ટ

બનાસકાંઠા: યાત્રાધામ અંબાજીની આસપાસ મહતમ આદિવાસી અને ગ્રામીણ વિસ્તાર છે અને તેવામાં ત્રીજી લહેરને ધ્યાનમાં લઇ અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા અંબાજીની કોવિડ હેલ્થ સેન્ટરમાં રૂપિયા 35 લાખના ખર્ચે કાયમી ઓક્સિજન પ્લાન્ટ સ્થાપિત કરી રહી છે. જેને લઈ તાડામાર તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. જેમાં ખાસ ઓક્સિજન પ્લાન્ટ માટેની સાધન-સામગ્રી પણ અંબાજીની આદ્યશક્તિ હોસ્પિટલ ખાતે આવી પહોંચી છે. આ લાખો રૂપિયાના ખર્ચે બને તેટલા વધુ ને વધુ કોરોના અસરગ્રસ્તને બચાવાના પ્રયાસો કરાશે.

વહીવટી તંત્ર બન્યું સજ્જ

આ પણ વાંચો: રાજકોટ સિવિલમાં રશિયન કંપની નાખશે ઓક્સિજન પ્લાન્ટ

ઓક્સિજન વાળા બેડ તૈયાર કરવાની કામગીરી પુર જોસમાં

ભારત સરકારની સહાયથી પણ વધુ એક ઓક્સિજન પ્લાન્ટ સ્થાપિત કરાશે, એટલું જ નહિ હાલમાં અંબાજી કોવિડ હેલ્થ સેન્ટરમાં 50 બેડની વ્યવસ્થા છે. જેમાં 30 ઓક્સિજન વાળા અને 20 સાદા બેડ છે અને જે રીતે કોરોનાની ત્રીજી લહેરને લઈ હજારો લીટરનું ઓક્સિજન પ્લાન્ટ સ્થાપિત કરવામાં આવી રહ્યો છે. તે રીતે અંબાજીની કોવિડ હોસ્પિટલમાં વધુ 120 ઓક્સિજન વાળા બેડ તૈયાર કરવાની કામગીરી પણ પુર જોસમાં શરૂ કરી દેવાઈ છે.

આ પણ વાંચો: રાજકોટ સિવિલ હોસ્પિટલમાં રૂપિયા 10 કરોડના ખર્ચે રશિયાની કંપની બનાવશે ઓક્સિજન પ્લાન્ટ

હજારો લીટરના બે ઓક્સિજન પ્લાન્ટ સ્થાપિત કરવામાં આવશે

ઓક્સિજન પ્લાન્ટ શરૂ થતાંની સાથે 120 બેડ ઓક્સિજન વાળા પણ કાર્યરત થઈ જશે. જો કે અંબાજી મંદિરના ડેપ્યુટી કલેક્ટર અને વહીવટદારના જણાવ્યા મુજબ અંબાજીની આ કોવિડ હેલ્થ સેન્ટરમાં મંદિર ટ્રસ્ટ દ્વારા એક ઓક્સિજન પ્લાન્ટ તેમજ ભારત સરકારની સહાયથી પણ વધુ એક ઓક્સિજન પ્લાન્ટ સ્થાપિત કરાશે. આમ, અંબાજીની કોવિડ હેલ્થ સેન્ટરમાં એક નહિ પણ હજારો લીટરના બે ઓક્સિજન પ્લાન્ટ સ્થાપિત કરવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.