ETV Bharat / state

ડીસામાં મગફળીના યોગ્ય ટેકાના ભાવ ન મળતાં ખેડૂતો પરેશાન

author img

By

Published : Nov 20, 2019, 10:08 AM IST

બનાસકાંઠા : ખેડૂતોએ ચોમાસુ મગફળી વાવેતર કર્યા બાદ વરસાદના કારણે ખેડૂતો ને મોટા પ્રમાણમાં મગફળીમાં નુકશાન થયું છે. ત્યારે સરકાર દ્વારા મગફળીની ટેકાના ભાવે ખરીદી કરવાની જાહેરાત કરવામાં આવ્યા બાદ ખરીદીની શરૂઆત કરવામાં આવી હતી. હાલ વાતાવરણ વાદળછાયું હોવાથી મગફળીમાં ભેજ જોવા મળતા ખેડૂતોની મગફળી રિજેક્ટ કરવામાં આવી રહી છે. તો સરકાર દ્વારા માપદંડ માં ફેરફાર કરવામાં આવે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે.

etv bharat banaskantha

આ વર્ષે બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોને કમોસમી વરસાદના કારણએ ચોમાસુ પાકમાં મોટું નુકશાન થયું છે. ખેડૂતોએ તેમણે થયેલા નુકશાન અંગે સરકાર સમક્ષ ટેકાના ભાવોની માંગણી કરી હતી. ત્યારે ખેડૂતોની માંગણીને લઈ સરકારે મગફળીની ટેકાના ભાવે ખરીદી શરૂ કરી છે.પરંતુ સરકારની જાહેરાત બાદ પણ ખેડૂતો ખૂબ જ ઓછી સંખ્યામાં મગફળીનું ટેકાના ભાવે વેચાણ કરી રહ્યા છે.

ડીસા પુરવઠા ગોડાઉન ખાતે પણ ગુજરાત સરકાર દ્વારા મગફળીની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી રહી છે. અગાઉ ખરીદી બંધ કર્યા બાદ સરકાર દ્વારા ફરી ખરીદી શરૂ કરવામાં આવી છે. પરંતુ સરકાર દ્વારા ખરીદી શરૂ કરવામાં આવી હોવા છતાં ખેડૂતો ખૂબ જ ઓછા પ્રમાણમાં ટેકાના ભાવે મગફળી વેચવા માટે આવી રહ્યા છે. હાલ વાદળ છાયું વાતાવરણ હોવાથી ખેડૂતોની મગફળીમાં ભેજ જોવા મળતા નાફેડના અધિકારી ખેડૂતોની મગફળી રિજેક્ટ કરી રહ્યા છે. જો સરકાર દ્વારા જે મગફળીમાં માપદંડ કરવામાં આવ્યા છે. તેમાં સુધારા કરવામાં આવે તેવી ખેડૂતો માગ કરી રહ્યા છે.

મગફળી ખરીદી શરૂ થતાં ખેડૂતો પરેશાન

ડીસામાં સરકારી ગોડાઉન ખાતે અત્યારે ગુજરાત નાગરિક અન્ન અને પુરવઠા નિગમ દ્વારા મગફળીની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી રહી છે. અહી ટેકાના ભાવે મગફળીનું વેચાણ કરવા આવતા ખેડૂતોના આધાર પુરાવા ચેક કર્યા બાદ મગફળીનું વજન પ્રમાણે ગ્રેડિંગ કરીને મગફળી ખરીદવામાં આવી રહી છે.જ્યારે ખેડૂતની મગફળીમાં 8 ટકા કરતા વધારે ભેજ હોવાથી ખેડૂતની મગફળી રિજેક્ટ કરવામાં આવે છે. સરકાર દ્વારા જે માપદંડ પ્રમાણે અમને ખરીદવાની સૂચના મળેલ છે.તે પ્રમાણે ખરીદી કરવામાં આવી રહી છે.

ખેડૂતોને ચોમાસુ પાકમાં થયેલા નુકશાનમાંથી ઊગારવા માટે ગુજરાત સરકારે ટેકાના ભાવે મગફળી ખરીદવાની શરૂ કરી છે. પરંતુ સરકાર દ્વારા ટેકાના ભાવે શરૂ કરવામાં આવેલી આ ખરીદી ખૂબ જ મોડી શરૂ કરવામાં આવી છે અને ખરીદી મોડી શરૂ થતાં મોટાભાગના ખેડૂતો તેમની મગફળી ખુલ્લા બજારમાં વેચી ચૂક્યા છે. ત્યારે વર્તમાન સમયમાં જૂજ ખેડૂતો ટેકાના ભાવે મગફળીનું વેચાણ કરી રહ્યા છે. ત્યારે ખેડૂતો માટે સરકારે જાહેર કરેલા ટેકાના ભાવો ખેડૂતો માટે નકામા સાબિત થઈ રહ્યા છે..

Intro:એપ્રુવલ.. બાય.. એસાઈમેન્ટ ડેસ્ક

લોકેશન.. ડીસા.બનાસકાંઠા
રિપોર્ટર.. રોહિત ઠાકોર
તા.19 11 2019

સ્લગ : ડીસામાં મગફળી ખરીદી શરૂ થતાં ખેડૂતો પરેશાન..

એકર:-ખેડૂતોએ ચોમાસુ મગફળી વાવેતર કર્યા બાદ વરસાદ ના કારણે ખેડૂતો ને મોટા પ્રમાણ માં મગફળીમાં નુકશાન થયું છે.ત્યારે સરકાર દ્વારા મગફળીની ટેકાના ભાવે ખરીદી કરવાની જાહેરાત કરવામાં આવ્યા બાદ ખરીદીની શરૂઆત કરવામાં આવી હતી.હાલ વાતાવરણ વાદળ છાયું હોવાથી મગફળીમાં ભેજ જોવા મળતા ખેડૂતો ની મગફળી રિજેક્ટ કરવામાં આવી રહી છે.તો સરકાર દ્વારા માપદંડ માં ફેરફાર કરવામાં આવે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે...

Body:વિઓ:-આ વર્ષે બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોને ચોમાસુ પાકમાં મોટું નુકશાન થયું છે અને ખેડૂતોએ તેમણે થયેલા નુકશાન અંગે સરકાર સમક્ષ ટેકાના ભાવોની માંગણી કરી હતી.. ત્યારે ખેડૂતોની માંગણીને લઈ સરકારે મગફળીની ટેકાના ભાવે ખરીદી શરૂ કરી દીધી છે.. પરંતુ સરકારની જાહેરાત બાદ પણ ખેડૂતો ખૂબ જ ઓછી સંખ્યામાં મગફળીનું ટેકાના ભાવે વેચાણ કરી રહ્યા છે.. ડીસા પુરવઠા ગોડાઉન ખાતે પણ ગુજરાત સરકાર દ્વારા મગફળીની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી રહી છે.. અગાઉ ખરીદી બંદ કર્યા બાદ સરકાર દ્વારા ફરી ખરીદી શરૂ કરવામાં આવી છે.. પરંતુ સરકાર દ્વારા ખરીદી શરૂ કરવામાં આવી હોવા છતાં ખેડૂતો ખૂબ જ ઓછા પ્રમાણમાં ટેકાના ભાવે મગફળી વેચવા માટે આવી રહ્યા છે. જ્યારે હાલ વાદળ છાયું વાતાવરણ હોવાથી ખેડૂતો ની મગફળીમાં ભેજ જોવા મળતા નાફેડના અધિકારી દ્વારા ખેડૂતો ની મગફળી રિજેક્ટ કરી રહ્યા છે.જો સરકાર દ્વારા જે મગફળીમાં માપદંડ કરવામાં આવ્યા છે તેમાં સુધારા કરવામાં આવે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે..

બાઈટ...ઈશ્વરભાઈ રબારી
( ખેડૂત )

બાઈટ..વાસતા ભાઈ ચૌધરી (ખેડૂત)

બાઈટ..ભુપેન્દ્રભાઈ માળી
( ખેડૂત )

વિઓ:-ડીસામાં સરકારી ગોડાઉન ખાતે અત્યારે ગુજરાત નાગરિક અન્ન અને પુરવઠા નિગમ દ્વારા મગફળીની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી રહી છે.. અહી ટેકાના ભાવે મગફળીનું વેચાણ કરવા આવતા ખેડૂતોના આધાર પુરાવા ચેક કર્યા બાદ મગફળીનું વજન પ્રમાણે ગ્રેડિંગ કરીને મગફળી ખરીદવામાં આવી રહી છે.જ્યારે ખેડૂતની મગફળીમાં આઠ ટકા કરતા વધારે ભેજ હોવાથી ખેડૂતની મગફળી રિજેક્ટ કરવામાં આવે છે.સરકાર દ્વારા જે માપદંડ પ્રમાણે અમને ખરીદવા ની સૂચના મળેલ છે.તે પ્રમાણે ખરીદી કરવામાં આવી રહીછે.

બાઈટ:-ઝાલારામ ચૌધરી (સુપરવાઈજર, નાફેડ)

Conclusion:વી.ઑ. : ડીસામાં ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ખાતે અત્યારે ગુજરાત નાગરિક અન્ન અને પુરવઠા નિગમ દ્વારા મગફળીની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી રહી છે.. અહી ટેકાના ભાવે મગફળીનું વેચાણ કરવા આવતા ખેડૂતોના આધાર પુરાવા ચેક કર્યા બાદ મગફળીનું વજન પ્રમાણે ગ્રેડિંગ કરીને મગફળી ખરીદવામાં આવી રહી છે..
બાઈટ..જી.આર. જોશી ( ખેતીવાડી અધિકારી, ડીસા )

વીઓ:-ખેડૂતોને ચોમાસુ પાકમાં થયેલા નુકશાનમાથી ઊગારવા માટે ગુજરાત સરકારે ટેકાના ભાવે મગફળી ખરીદવાની શરૂ કરી છે.. પરંતુ સરકાર દ્વારા ટેકાના ભાવે શરૂ કરવામાં આવેલી આ ખરીદી ખૂબ જ મોડી શરૂ કરવામાં આવી છે.. અને ખરીદી મોડી શરૂ થતાં મોટાભાગના ખેડૂતો તેમની મગફળી ખુલ્લા બજારમાં વેચી ચૂક્યા છે.. ત્યારે વર્તમાન સમયમાં ખૂબ જ જૂજ ખેડૂતો ટેકાના ભાવે મગફળીનું વેચાણ કરી રહ્યા છે.. ત્યારે ખેડૂતો માટે સરકારે જાહેર કરેલા ટેકાના ભાવો ખેડૂતો માટે નકામા સાબિત થઈ રહ્યા છે..

રિપોર્ટર.. રોહિત ઠાકોર.ઈ ટીવી ભારત.બનાસકાંઠા

નોંધ..વિસુઅલ અને બાઈટ FTP કરેલ છે...
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.