ETV Bharat / state

અંબાજીના ગબ્બર ગઢ પર ભગવાન શિવમંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી

author img

By

Published : Jul 29, 2021, 12:45 PM IST

અંબાજીના ગબ્બર ગઢ પર ભગવાન શિવમંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી
અંબાજીના ગબ્બર ગઢ પર ભગવાન શિવમંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી

ગુજરાતની અતિ પાવન ભૂમિ ગણાતી શક્તિપીઠ અંબાજીના ગબ્બર ગઢ પર 'માં' અંબા બિરાજ માન છે, ત્યારે ગબ્બરની સામે એક મોટા ડુંગરા પર ભગવાન શિવજીનું મંદિર બનાવી આજે પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી છે.

  • ગબ્બરની સામેની એક મોટાડુંગરા પર ભગવાન શિવમંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી
  • જમીન સ્તરથી 1000 ફૂટની ઊંચાઈએ ધૂણીવાળી સ્થળે ભગવાન ભોળાનાથનું મંદિર બન્યું
  • આજે પ્રાણ પ્રતિષ્ઠાના પ્રથમ દિવસે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓની ભીડ જોવા મળી

બનાસકાંઠા: ગબ્બરની સામે સંત ડુંગર પુરી મહારાજની અતિ પ્રાચીન ધૂણી આવેલી છે. જે જમીન સ્તરથી 1000 ફૂટની ઊંચાઈએ ધૂણી વાળા સ્થળે ભગવાન ભોળાનાથની મંદિર બનાવી વિધ્વાન શાસ્ત્રીઓ દ્વારા અનેક સાધુ સંતોની ઉપસ્થિતિમાં પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવે છે. આજે પ્રાણ પ્રતિષ્ઠાના પ્રથમ દિવસે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓની ભીડ જોવા મળી હતી. મંદિરે જવાનો માર્ગ જે પહાડીમાંથી પસાર થાય છે. તે માર્ગ પર શ્રદ્ધાળુંઓની અવર-જવર આકર્ષક બની હતી. મંદિરે જવાનો માર્ગ જે પહાડીમાંથી પસાર થાય છે. તે માર્ગ પર શ્રદ્ધાળુંઓની અવર-જવર આકર્ષક બની જંગલના રમણીય નજારો જોવા મળે છે.

આજે મહાદેવના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનો પ્રથમ દિવસ

આજે આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં તપસ્વી સંત શંકરપુરી મહારાજ જે કાળા બાબાજીના હુલામણા નામથી ઓળખાય છે. તેમના સાનિદ્યમાં આજે ડુંગરેશ્વર મહાદેવજી મંદિરની સંપૂર્ણ વિધિ કરવામાં આવી હતી. આજે મહાદેવના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનો પ્રથમ દિવસ હોવા છતા દર્શનાર્થીઓનો ભારે ધસારો જોવા મળ્યો હતો. જોકે ગબ્બર ગઢની સામે ઉંચા પહાડ પર નિર્મીત થયેલા આ મંદિરના સ્થળેથી જંગલના રમણીય નજારો જોવા મલે છે ને હાલમાં વરસાદની સિઝનમાં રોચક દ્શ્યો જોવા મળેલા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.