ETV Bharat / state

PM Modi Banaskantha Visit: PMના આગમનના કારણે બનાસકાંઠામાં દિવાળી જેવો માહોલ, 2100 દિવાની કરાશે મહાઆરતી

author img

By

Published : Apr 19, 2022, 8:28 AM IST

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે (મંગળવારે) બનાસકાંઠા (PM Modi Banaskantha Visit) આવી રહ્યા છે. ત્યારે અહીં તેમના આગમન અંગે લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી (Enthusiasm on the arrival of the PM Modi in Banaskantha) રહ્યો છે. સાથે જ ગામડે ગામડે સામૈયા સાથે મહાઆરતીનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

PM Modi Banaskantha Visit: PMના આગમનના કારણે બનાસકાંઠામાં દિવાળી જેવો માહોલ, 2100 દિવાની કરાશે મહાઆરતી
PM Modi Banaskantha Visit: PMના આગમનના કારણે બનાસકાંઠામાં દિવાળી જેવો માહોલ, 2100 દિવાની કરાશે મહાઆરતી

બનાસકાંઠાઃ જિલ્લામાં આજે (મંગળવારે) દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું આગમન (PM Modi Banaskantha Visit) થઈ રહ્યું છે. વડાપ્રધાનના આગમન અંગેની તમામ તૈયારી પૂર્ણ થઈ ગઈ છે. ત્યારે બનાસકાંઠાના લોકો વડાપ્રધાનને આવકારવા માટે અનેરા ઉત્સાહમાં જોવા મળી રહ્યા (Enthusiasm on the arrival of the PM Modi in Banaskantha) છે. આ ઉપરાંત ગામડે ગામડે સામૈયા સાથે મહાઆરતીનું (Maha aarati for PM) પણ આયોજન કરવામાં આવ્યું છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સણાદર બનાસ ડેરીના નવનિયુક્ત સંકુલનું ઉદ્ઘાટન કરશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સણાદર બનાસ ડેરીના નવનિયુક્ત સંકુલનું ઉદ્ઘાટન કરશે

આ પણ વાંચો- PM Modi Gujarat Visit: CM ભૂપેન્દ્ર પટેલ પર PM મોદીના 'આશીર્વાદ'! વધુ એકવાર એક જ ગાડીમાં એરપોર્ટથી બહાર નીકળતા જોવા મળ્યા

2,100 દિવાની મહાઆરતી કરાશે - વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે બનાસકાંઠાના દિયોદર ખાતે આવેલા સણાદર બનાસ ડેરીના નવનિયુક્ત સંકુલનું ઉદ્ઘાટન (Inauguration of Sanadar Banas Dairy Complex) પ્રસંગે આવશે. ત્યારે હવે બનાસકાંઠામાં દિવાળી જેવો માહોલ સર્જાયો છે. દિયોદરના જલોઠા ગામે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમનને લઈને ડીજે સાથે વરઘોડો તેમ જ મહાઆરતીનો પણ આયોજન કરાયું છે. 2,100 દીવડાની મહાઆરતી પણ (Maha aarati for PM) કરવામાં આવશે. તેમના આગમનને લઈને હાલ દિવાળી જેવો માહોલ સર્જાયો છે. તેમજ બનાસકાંઠાના ગામડાંઓમાં બાળકીઓ પણ ગરબે ઘૂમીને વડાપ્રધાનને (Enthusiasm on the arrival of the PM Modi in Banaskantha) આવકારશે.

વડાપ્રધાનના આગમનની તૈયારી પૂર્ણ
વડાપ્રધાનના આગમનની તૈયારી પૂર્ણ

આ પણ વાંચો- PM Modi At Vidya Samiksha Kendra : વડાપ્રધાન મોદીએ આજે “વિદ્યા સમીક્ષા કેન્દ્ર”ની મુલાકાત કરી, શિક્ષકો સાથે કર્યો સંવાદ

સણાદર ડેરી પ્લાન્ટ ફેરવાયું પોલીસ છાવણીમાં- અહીં વડાપ્રધાનના આગમન અંગે તંત્રએ તૈયારી શરૂ કરી દીધી (Enthusiasm on the arrival of the PM Modi in Banaskantha)છે. છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમન વખતે કોઇ અનિચ્છનીય ઘટના ન બને તેમ જ કાયદો વ્યવસ્થા જળવાય તેને લઈને દિયોદર શહેર તથા સણાદર ડેરી પ્લાન્ટ પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયો છે, અહીં 1 ADIG, 1 IG, 2 DIG, 9 SP, 16 DySP, 54 PI, 178 PSI, 9 બોમ્બ સ્ક્વોડની ટીમ તેમ જ 5 ડોગ સ્નેપર સહિત 3,500 પોલીસ જવાનોને દિયોદરમાં ખડેપગે કરી દેવામાં આવ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.