ETV Bharat / state

ડીસા માર્કેટયાર્ડમાં ટેકાના ભાવ કરતા સારા ભાવ મળતા મગફળીના ખેડૂતોમાં ખુશી

author img

By

Published : Oct 21, 2021, 10:23 AM IST

Deesa Marketyard
Deesa Marketyard

બનાસકાંઠાના ડીસા માર્કેટ યાર્ડમાં એક જ દિવસમાં મગફળીની રેકોર્ડ બ્રેક 1 લાખથી વધુ બોરીની આવક થઈ રહી છે. સાથે જ સરકારે જાહેર કરેલા ટેકાના ભાવ કરતાં પણ માર્કેટમાં વધુ સારા ભાવ મળતાં ખેડૂતો પણ ખુશખુશાલ નજરે પડી રહ્યા છે.

  • ડીસા માર્કેટયાર્ડ મગફળીની વાતથી ઉભરાયું
  • એક દિવસની રેકોર્ડ બ્રેક 1 લાખથી વધુ મગફળીની બોરીની આવક નોંધાઈ
  • સરકારી ટેકાના ભાવ કરતા માર્કેટયાર્ડમાં વધુ ભાવ મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ

બનાસકાંઠા: જિલ્લાનો ખેડૂત ઘણા સમયથી ખેતીમાં નુકશાનીની માર ખાઈ રહ્યો છે.બટાટાની ખેતીમાં મોટું નુકશાન સહન કર્યા બાદ બેહાલ થઈ ચૂકેલા ખેડૂતો માટે આ વર્ષે મગફળીની ખેતી નવી આશા લઈને આવી છે. જિલ્લામાં ચોમાસુ વાવેતર તરીકે મોટાભાગના ખેડૂતો મગફળીનું વાવેતર કરતાં હોય છે. આ વર્ષની વાત કરવામાં આવે તો જિલ્લામાં મગફળીનું ઉત્પાદન પણ બમ્પર થયું છે. ખેડૂતોને મગફળીના બમ્પર ઉત્પાદનની સાથે સાથે સારા ભાવો પણ મળી રહ્યા છે.

ડીસા માર્કેટયાર્ડમાં મગફળીના સરકારના ટેકાના ભાવ કરતા પણ વધુ સાર ભાવ મળતા ખેડૂતોમાં ખુશી

આ પણ વાંચો: Bhavnagar Market Yard માં મગફળીના ટેકાના ભાવ કરતા ઊંચા ભાવ, 4619 રજિસ્ટ્રેશન થયાં

માર્કેટયાર્ડમાં મગફળીની આવક

ઉત્તર ગુજરાતમાં મોખરાનું સ્થાન ધરાવતી ડીસા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં દિવસેને દિવસે જણસની આવકમાં વધારો થઈ રહ્યો છે. જેમાં આ વખતે કોરોના મહામારી બાદ જિલ્લામાં દુષ્કાળ અને ત્યારબાદ ભારે વરસાદને કારણે અનેક જગ્યાએ ખેતી પાકને નુકસાન થયું હતું. ખાસ કરીને ડીસા આજુબાજુના વિસ્તારોમાં આવેલા કેટલાય ગામડાઓમાં પાણી ભરાઇ જતા મગફળીના પાકને ભારે નુકસાન થયું હતું.

ડીસા માર્કેટયાર્ડમાં સૌ પ્રથમ વાર મગફળીની મબલખ આવક
ડીસા માર્કેટયાર્ડમાં સૌ પ્રથમ વાર મગફળીની મબલખ આવક

આ પણ વાંચો: Karnataka: મગફળી વેચનાર કન્નડિગા યુવાન બન્યો બ્રિટીશ સૈનિક

રેકોર્ડબ્રેક મગફળીની આવક

આ વર્ષે માર્કેટયાર્ડ મગફળીની આવક (peanut revenue) થી ઉભરાઇ રહ્યા છે. મગફળીમાં એટલું નુકસાન થયા બાદ પણ ડીસા માર્કેટયાર્ડના ઇતિહાસમાં પહેલીવાર મગફળીની 1.2 લાખ બોરીની આવક નોધાઇ હતી. તેમજ દર વર્ષની સરખામણીમાં આ વખતે માર્કેટયાર્ડમાં મગફળીની આવકમાં ખૂબ જ વધારો થઈ રહ્યો હોવાનો સેક્રેટરી અમરત જોશીએ જણાવ્યું હતું. માર્કેટયાર્ડમાં મગફળીની રેકોર્ડ બ્રેક આવક બાદ ખેડૂતોને પોષણક્ષમ ભાવો મળે તે પદ્ધતિએ કમિટીના ઓક્ષનરો મારફતે જાહેર હરાજી કરવામાં આવી હતી.

ડીસા માર્કેટયાર્ડમાં સૌ પ્રથમ વાર મગફળીની મબલખ આવક
ડીસા માર્કેટયાર્ડમાં સૌ પ્રથમ વાર મગફળીની મબલખ આવક

સરકારના ટેકાના ભાવ કરતા વધારે ભાવ

જેમાં અત્યારે પ્રતિ મણ મગફળીના 1150 થી 1200 રૂપિયાનો ભાવ પડ્યો હતો. સરકારે જાહેર કરેલો ટેકાનો ભાવ 1110 રૂપિયા છે, જ્યારે ટેકાના ભાવ કરતા પણ માર્કેટયાર્ડમાં સારા ભાવ મળતા ખેડૂતોમાં પણ ખુશી વ્યાપી ગઈ હતી. આ અંગે ખેડૂત બળદેવભાઈએ જણાવ્યું હતું કે, મોંઘવારી વધી છે એટલે ટેકાના ભાવમાં પણ વધારો થવો જોઈએ.

ડીસા માર્કેટયાર્ડમાં સૌ પ્રથમ વાર મગફળીની મબલખ આવક
ડીસા માર્કેટયાર્ડમાં સૌ પ્રથમ વાર મગફળીની મબલખ આવક
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.