ETV Bharat / state

અંબાજી મંદિરમાં પાવડી પૂજા વિધી 11 માસ બાદ ફરી શરૂ

author img

By

Published : Feb 11, 2021, 11:02 PM IST

અંબાજી મંદિરમાં પાવડી પૂજા વિધી 11 માસ બાદ ફરી શરૂ
અંબાજી મંદિરમાં પાવડી પૂજા વિધી 11 માસ બાદ ફરી શરૂ

યાત્રાધામ અંબાજી લાખો શ્રદ્ધાળુઓની આસ્થાનું કેન્દ્ર છે. જ્યાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ માતાજીના દર્શનાર્થે આવે છે અને તેમાં પણ ખાસ કરીને નિજ મંદિરમાં બ્રાહ્નણો દ્વારા પાવડી પૂજા વિધી કરાતી હોય છે. જે છેલ્લા 11 માસથી બંદ હતી. તે હવે ફરી શરુ કરી દેવામાં આવી છે.

  • યાત્રાધામ અંબાજી લાખો શ્રદ્ધાળુઓની આસ્થાનું કેન્દ્ર છે
  • પાવડી પૂજા 11 માસથી હતી બંદ
  • પાવડી પૂજા ફરી શરૂ કરવામાં આવી

બનાસકાંઠાઃ યાત્રાધામ અંબાજી લાખો શ્રદ્ધાળુઓની આસ્થાનું કેન્દ્ર છે. જ્યાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ માતાજીના દર્શનાર્થે આવે છે અને તેમાં પણ ખાસ કરીને નિજ મંદિરમાં બ્રાહ્નણો દ્વારા પાવડી પૂજા વિધી કરાતી હોય છે. જે છેલ્લા 11 માસથી બંદ હતી. તે હવે ફરી શરુ કરી દેવામાં આવી છે.

અંબાજી મંદિરમાં પાવડી પૂજા વિધી 11 માસ બાદ ફરી શરૂ

પાવડી પૂજા શરૂ ન કરાતા બ્રાહ્નણોમાં રોષ

પાવડી પૂજા શરૂ ન કરાતા બ્રાહ્નણોમાં રોષની લાગણી પ્રવર્તી હતી એટલું જ નહીં આંદોલનની ચીમકી પણ ઉપચારવામાં આવતી હતી. બ્રાહ્નણો દ્વારા પાવડી પૂજા વિધી કરાવામાં આવતી હોઇ છે. જે પૂજા છેલ્લા 11 માસથી બંદ હતી. તે હવે ફરી શરુ કરી દેવામાં આવી કોરોનાની મહામારીમાં જોર ઓછુ અંબાજી મંદિરના મોટાભાગના દરવાજાઓ દર્શનાર્થીઓ માટે ખોલી દેવામાં આવ્યા હતા.

પાવડી પૂજા ફરી શરૂ

અંબાજી મંદિરના મોટાભાગના દરવાજાઓ દર્શનાર્થીઓ માટે ખોલી દેવામાં આવ્યા છે. પ્રસાદ વિતરણ વ્યવસ્થા સરકારની SOP મુજબ વિતરણ શરૂ કરવામાં આવી છે. છતાં પાવડી પૂજા શરૂ ન કરાતા બ્રાહ્નણોમાં રોષની લાગણી પ્રવર્તી હતી એટલુંજ નહીં આંદોલનની ચીમકી પણ ઉપચારવામાં આવતી હતી, ત્યારે હવે સરકાર અને અંબાજી મંદિર વ્યવસ્થાપક કમિટી દ્વારા બ્રાહ્નણોની લાગણીને માન આપી સરકારની ગાઈડ લાઈન પ્રમાણે માતાજીની પાવડી પૂજા ફરી શરૂ કરી દેવામાં આવી છે.

સરકારની ગાઈડ લાઈન પ્રમાણે માતાજીની પાવડી પૂજા ફરી શરૂ કરી દેવામાં આવી

પણ તેમાં પાવડી પુજા કરવા ઈચ્છતા બ્રાહ્મણે રેશમી વસ્ત્રો પહેરીને નિયત સમયમાં પુજા કરી શકશે જેને લઈ બંધ કરાયેલી પાવડી પુજા ફરી સરુ કરાવાવ માંગણી કરનાર બ્રાહ્મણો માં ખુશી ની જોવામલી રહી છે એટલૂજ નહીં આ પાવડી પૂજા અંબાજી મંદિર માં પાવડી પુજા નો લાભ હોદ્દાની રુએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી,મુખ્યમંત્રી વિજય રુપાણી, ઉપ મુખ્ય મંત્રી નિતીન પટેલ,આનંદી બેન પટેલ સહીત અનેક અધીકારીઓ મેળવી ચુક્યા છે. અંબાજી મંદિર માં પાવડી પૂજા નો લાભ હોદ્દાની રુએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી,મુખ્યમંત્રી વિજય રુપાણી, ઉપ મુખ્ય મંત્રી નિતીન પટેલ,આનંદી બેન પટેલ મેળવી ચુક્યા છે

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.