ETV Bharat / state

બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં ઉનાળુ સિઝન માટે કેનાલમાં પાણી બંધ થતાં ખેડૂતોમાં આક્રોશ

author img

By

Published : Jun 10, 2021, 9:40 AM IST

બનાસકાંઠા
બનાસકાંઠા

બનાસકાંઠાના સરહદી વાવ થરાદ સુઈગામ વિસ્તારમાં ઉનાળુ સીઝન દરમિયાન સરકારે 30 જુન સુધી પિયત માટે પાણી આપવાની જાહેરાત કરી હતી, પરંતુ કેનાલોમાં સિંચાઇ માટે પાણી બંધ કરાતા ખેડૂતોનો ઊભો પાક મૂંઝાવાની ભીતિ ઉભી થઈ છે.

  • કેનાલોમાં પાણી બંધ થતા ખેડૂતોમાં આક્રોશ
  • સરકારે 30 જુન સુધી પિયા માટે પાણી આપવાની કરી હતી જાહેરાત
  • ઉનાળુ સીઝનના બાજરી જુવારના પાકમાં નુકસાન થવાની ભીતિ

બનાસકાંઠા: સરહદી વાવ સૂઇગામ વિસ્તારમાં આજે પણ કેટલાક વિસ્તારમાં સિંચાઈના તળ હજાર ફૂટ નીચે સુધી જતા રહ્યા છે. ત્યારે ખેડૂતો માત્ર કેનાલ પર જ આધાર રાખીને બેઠા છે, પરંતુ નર્મદા નિગમ દ્વારા કેનાલોમાં પાણી બંધ કરાતા ખેડૂતોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. રાજ્ય સરકાર દ્વારા કરોડોના ખર્ચે કેનાલો ખેડૂતો માટે બનાવવામાં આવી. ખેડૂતોએ કેનાલ આધારિત બાગાયતી ખેતી કરી પ્રગતિ કરી ઉનાળામાં પણ નર્મદા નિગમે પાણી આપ્યું. પરંતુ કેનાલોમાં અચાનક પાણી બંધ કરાતા ખેડૂતોના મોંમાં આવેલો કોળિયો ખોવાનો વારો આવ્યો છે. જો દસ દિવસ કેનાલોમાં સિંચાઈ માટે પાણી ચાલુ રાખવામાં આવે તો ખેડૂતોનો પાક તૈયાર થઈ જાય અને ત્યાર બાદ પાણી બંધ કરવામાં આવે તો ખેડુતોને નુકસાન થતું અટકે.

આ પણ વાંચો: વીજ લાઈન કામગીરીને લઇ ખેડૂતોમાં આક્રોશ

ઉનાળુ સીઝનના બાજરી જુવારના પાકમાં નુકસાન થવાની ભીતિ

બનાસકાંઠાના ખેડૂતોની માગ છે કે, દસ દિવસ કેનાલોમાં પાણી ચાલુ રાખવામાં આવે તો અત્યારે એક પિયત બાજરીના પાકને પાણીની જરૂર છે. તો બાજરીનો પાકનું ઉત્પાદન સારું ઉપજે, પરંતુ નર્મદા નિગમ દ્વારા કેનલોની સફાઈ અને રિપેરીગ હાથ ધરવાથી કેનલોમાં પાણી બંધ કરવામાં આવ્યું છે. સરહદીય વિસ્તારમાં નીકળતા તમામ બ્રાન્ચ કેનાલમાં એકી સામટે સિંચાઈ માટે પાણી બંધ કરતાં ખેડૂતોને ઉનાળુ સિઝનના પાક બાજરી જુવારમાં નુકસાન જવાની ભીતિ સતાવી રહી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.