ETV Bharat / state

અંબાજી: ભાદરવી મેળાનો CM રૂપાણીના હસ્તે પ્રારંભ કરાયો

author img

By

Published : Sep 8, 2019, 2:30 PM IST

devotes

બનાસકાંઠાઃ ગબ્બરગઢમાં બિરાજેલા માઁ અંબાના દ્વાર અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાનો મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પ્રારંભ કરાવ્યો છે. પત્ની સાથે આવેલા CM રૂપાણીએ મંગળા આરતી કર્યા માઁ જગદંબા સામે શીશ ઝુકાવીને મહામેળાને ખુલ્લો મુક્યો હતો.

51 શક્તિપીઠોમાં જેનું અગત્યનું સ્થાન છે. એવા અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાનો પ્રારંભ થયો છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ખાસ ઉપસ્થિત રહી આ મેળાનો પ્રારંભ કરાવ્યો હતો. વહેલી સવારે મંગળા આરતી કર્યા બાદ CMએ માતાને ધજા પણ ચડાવી હતી. તેમણે માતાની 3D પિક્ચર પણ નિહાળી હતી. CM અને તેમના પત્નીએ રથ ખેંચી ભાદરવી પૂનમના મેળાની શરૂઆત કરાવી હતી. આ પ્રસંગે જિલ્લાના વહીવટી તંત્ર સહિત ભાજપના નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

અંબાજીના મહામેળામાં લાખ્ખો શ્રદ્ઘાળુઓ ઉમટશે, CM રૂપાણીના હસ્તે મહામેળાનો કરાયો પ્રારંભ
ભાદરવી પૂનમ નિમિત્તે CM રૂપાણીએ માઁ અંબાને ગુજરાત રાજ્યની મંગલ કામના માટે પ્રાર્થના કરી હતી. તેમજ ગુજરાત ઉત્તરોત્તર પ્રગતિ કરે તેવી અરજ પણ કરી હતી. પદયાત્રીઓ માટે સરકાર અને વહીવટી તંત્ર સજ્જ છે. વડાપ્રધાન મોદીના સંકલ્પો સાકાર થાય સ્વચ્છ ભારત અને પ્લાસ્ટિક મુક્ત અભિયાન મેળા દરમિયાન કારગર થાય તે માટે પદયાત્રીઓ ખાસ તકેદારી રાખે તેવી પણ અરજ મુખ્યપ્રધાને કરી હતી.
Intro:અંબાજી મંદિર માં ઉમટશે ભક્તો નુ ઘોડાપુર, 25 થી 30 લાખ શ્રધ્દાળુઓ આવે તેવી સક્યતા Body:ચિરાગ અગ્રવાલ Conclusion:ઈ.ટીવી ભારત, અંબાજી
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.