ETV Bharat / state

મોરબીમાં ઘટના વચ્ચે થરાદમાં કાર્યક્રમ ચાલુ! મન મજબૂત કરીને આવ્યો છું : PM મોદી

author img

By

Published : Nov 1, 2022, 10:15 AM IST

મોરબીમાં ઘટના વચ્ચે થરાદમાં કાર્યક્રમ ચાલુ! મન મજબૂત કરીને આવ્યો છું : PM મોદી
મોરબીમાં ઘટના વચ્ચે થરાદમાં કાર્યક્રમ ચાલુ! મન મજબૂત કરીને આવ્યો છું : PM મોદી

ગઈકાલે વડાપ્રધાન મોદી ગુજરાતના (PM Modi visits Gujarat) પ્રવાસે હતા. વડાપ્રધાન મોદીએ થરાદ ખાતેથી કરોડના વિવિધ પ્રોજેક્ટનું ખાતમુહૂર્તની જાહેરાત કરી હતી. મોરબીમાં બનેલી દુર્ઘટનાને લઈને સંવેદના વ્યક્ત કરી હતી. તેમજ કહ્યું હતું કે, હું મન મોટું રાખીને આવ્યો છું. (Khatmuhurt in Tharad)

થરાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈકાલે બનાસકાંઠા જિલ્લાના થરાદ (PM Modi visits Gujarat) ખાતેથી 8034 કરોડના વિવિધ પ્રોજેક્ટનું ખાતમુહૂર્તની જાહેરાત કરી હતી. મોરબીની દુર્ઘટનાને લઈને વડાપ્રધાને મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. જે ધટનાને લઈને રોડ શો અને સ્વાગત સહિતના કાર્યક્રમો રદ કરીને વિકાસ કામોનું ખાતમૂર્હત કર્યું હતું. (Khatmuhurt in Tharad)

થરાદમાં કરોડોના ખાતમુહૂર્ત! મન મજબૂત કરીને આવ્યો છું : PM મોદી

મોરબીને કર્યું યાદ થરાદથી વડાપ્રધાન મોદી જણાવ્યું કે, ગુજરાત આજે શોકમાં ડૂબેલું છે. દેશવાસીઓ ખૂબ દુઃખી છે. મોરબીમાં બનેલી દુર્ઘટનામાં પોતાના પરિવારજનો, સ્વજનો, નાના ભૂલકાં ગુમાવ્યા છે. પીડિત પરિવારજનો સાથે આપણી સૌની સંવેદનાઓ છે. માં અંબાની ધરતી પરથી લોકોને આશ્વાસન આપતા કહ્યું હતું કે, રાહત અને બચાવ કામમાં કોઈ કસર રાખવામાં નહિ આવે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને એમની સરકારના પ્રધાનો, વરિષ્ઠ અધિકારીઓ રાહત બચાવમાં જોડાયેલા છે.(PM Modi visits Tharad)

મન મજબૂત કરીને આવ્યો વડાપ્રધાને વધુમાં જણાવ્યું હતું કે, લોક કલ્યાણના કામો હોઈ તેથી મન મજબૂત કરીને આવ્યો છું. થરાદ બનાસકાંઠા અને ઉત્તર ગુજરાત માટે પાણી કેટલું મહત્વનું છે એમ જણાવતા વડાપ્રધાને જળ પ્રકલ્પના આ 8000 કરોડના વિકાસ કામોથી ઉત્તર ગુજરાતના 6 જિલ્લા અને 1000 કરતા વધારે ગામોમાં 2 લાખ હેકટર કરતા વધુ જમીનને સિંચાઇની સુવિધાનો લાભ મળશે. ખેતી, પશુપાલન, ડેરી, બાગાયત, સિંચાઇ સહિતની વિવિધ યોજનાથી બનાસકાંઠાનો વિકાસ થઈ રહ્યો હોવાનું જણાવ્યું હતું.(PM Modi Khatmuhurat in Tharad)

ગોબર ધન યોજના વધુમાં જણાવ્યું હતું કે, કિસાન સન્માન નિધિ, વન ધન યોજના ખેડૂતોને બેન્ક લોન સહિતની યોજનાઓથી ખેડૂતોની આર્થિક સધ્ધરતા વધે એવા પ્રયાસ સરકાર દ્વારા કરવામાં આવ્યા છે. ખાતરના ભાવોની અસમાનતાથી મૂંઝવણમાં રહેતા ખેડૂતોની મૂંઝવણના અંત માટે તેમજ ખેડૂતોનો પાક પીળો ન પડી જાય એ માટે હવેથી ફર્ટિલાઈઝર ભારત ના નામે આપવામાં આવશે.ખાતરની જે બોરી 2000 રૂપિયાથી વધુ કિંમતની છે એ 260 રૂપિયામાં ખેડૂતોને આપવામાં આવશે. પશુઓના ગોબરમાંથી ખેડૂતો પશુપાલકો કમાઈ કરી શકે એ માટે ગોબર ધન યોજના અમલી બનાવવામાં આવશે.(Tharad Khatmuhurt Announcement)

થરાદમાં કરોડોના ખાતમુહૂર્ત
થરાદમાં કરોડોના ખાતમુહૂર્ત

હવે ગુજરાતમાં વિમાન બને છે વધુમાં જણાવ્યું હતું કે, ટપક સિંચાઈ અને સૂક્ષ્મ સિંચાઈમાં બનાસકાંઠા જિલ્લાએ સમગ્ર દુનિયાનું ધ્યાન ખેંચ્યું છે. જિલ્લાના ઊંચાઈવાળા ભૌગોલિક વિસ્તાર એવા વાવ, સુઇગામ, કાંકરેજ સહિતના વિસ્તારમાં માં નર્મદા મૈયાના નીર પહોંચાડવામાં આવશે. મુક્તેશ્વર ડેમ અને કરમાવત જેવા તળાવો ભરવામાં આવશે. જેથી આ વિસ્તારોની પાણીની સમસ્યા કાયમી દૂર થશે. પહેલાં ગુજરાતમાં સાઇકલ બનતી ન હતી હવે વિમાન બને છે. (PM Modi announces scheme from Tharad)

કોંગ્રેસ પર પ્રહાર વડાપ્રધાને થરાદથી કોંગ્રેસ પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે, સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે કોંગ્રેસે અખબારોમાં જાહેરાત આપે છે. પણ સરદાર સાહેબનો ફોટો નહિ, સરદાર સાહેબનું નામ નહિ, તમે સરદાર સાહેબને તો જોડો પછી દેશ જોડવાનું કામ કરજો. ગુજરાત સરદાર સાહેબનું આવું અપમાન ક્યારેય સહન નહીં કરે. સરદાર પટેલના રસ્તે, સરદાર પટેલના આશીર્વાદથી ગુજરાતને વિકાસની દિશામાં આગળ લઈ જવાનો મક્કમ નિર્ધાર વ્યક્ત કર્યો હતો. (Tharad PM Modi visits)

આ યોજનાઓનું ખાતમુહૂર્ત થયું

કસરા-દાંતીવાડા પાઇપલાઇન

• નર્મદા મુખ્ય નહેરમાંથી કસરા (તા. હારીજ, જી. પાટણ) થી દાંતીવાડા સુધીની નવી પાઈપલાઈન.

• બનાસકાંઠાના 74 અને પાટણના 32 ગામોના કુલ 7500 હેક્ટર વિસ્તારને લાભ મળશે – અંદાજીત લાભાર્થી - 4200 ખેડૂત.

• અંદાજીત ખર્ચ 1566 કરોડ

ડીંડરોલ – મુક્તેશ્વર પાઇપલાઇન

• ડીંડરોલ (તા. સિધ્ધપુર, જી. પાટણ) થી દાંતીવાડા સુધીની નવી પાઈપલાઈન.

• બનાસકાંઠાના 25 અને પાટણના 5 ગામોના કુલ 3000 હેક્ટર વિસ્તારમાં લાભ – કુલ અંદાજે લાભાર્થી 1700 ખેડૂત

• અંદાજીત ખર્ચ રૂ. 191 કરોડ

સુઈગામ ડાયરેક્ટ ડિસ્ટ્રીબ્યુટરી

• બનાસકાંઠામાં 22 ગામોના પિયત વિસ્તારને સિંચાઈ સુવિધા પુરી પાડવા માટે નવી ડિસ્ટ્રીબ્યુટરી બનાવવાની યોજના.

• ડિસ્ટ્રિબ્યુટરની લંબાઈ 34 કિમી.

• 14700 હેક્ટર વિસ્તારમાં ફાયદો – અંદાજીત લાભાર્થી 7500 ખેડૂત.

• અંદાજિત ખર્ચ: 88 કરોડ

કાંકરેજ દિયોદર અને પાટણ માટે પાણી પુરવઠાની યોજના

• અહીં સંગ્રહ ક્ષમતા વધારવાના કાર્યો કરવામાં આવશે.

• 100 ગામડાઓને ફાયદો મળશે - અંદાજીત લાભાર્થી 3.02 લાખ

• અંદાજિત ખર્ચ : 13 કરોડ

6000 કરોડથી વધુના ખર્ચે અન્ય વિકાસકાર્યોની જાહેરાત

સુજલામ સુફલામ નહેર સુધારણાના કામો

• કડાણા બંધથી બનાસકાંઠા જિલ્લાના રાહ ગામ સુધી 332 કિમી લાંબી નહરેનું નિર્માણ કરવામાં આવશે. 2000 ક્યુસેક સુધીની વહનક્ષમતાના લીધે પાણીને સરળતાથી દૂર સુધી પહોંચાડી શકાશે.

• નહેર તેમજ સ્ટ્રકચર સુધારણા નો અંદાજીત ખર્ચ : 1500 કરોડ

• લાભ : 1111 તળાવો અને 3.7 લાખ એકર વિસ્તાર, 661 ગામો– અંદાજીત લાભાર્થી 1.25 લાખ ખેડૂત.

અટલ ભૂજલ યોજના તથા ભૂગર્ભ રિચાર્જ અને વેસ્ટ વોટર રીયુઝની કામગીરી

• 6 જિલ્લાના 2000 ગામડાઓમાં વેસ્ટ વોટર રિયુઝ, ચેકડેમ ઊંડા તેમજ રિપેર કરવાની કામગીરી, તળાવો, ટ્યૂબવેલ વગેરેના કામો 6 જિલ્લાના 2000 ગામડાઓમાં શરૂ કરવામાં આવશે. તેનાથી 50,000 હેક્ટર વિસ્તારોને પરોક્ષ લાભ મળશે.

• કુલ રૂ. 1100 કરોડના કામો, ફાયદો પ્રાપ્ત કરનાર વિસ્તાર – 1,10,000 હેક્ટર, અંદાજીત લાભાર્થી -65,000 ખેડૂત.

સાબરમતી નદી પર 4 નવા બેરેજનું બાંધકામ

• 14000 હેક્ટર વિસ્તારને ફાયદો– અંદાજીત લાભાર્થી 10,000 ખેડૂત.

• મહેસાણા, સાબરકાંઠા અને ગાંધીનગર જીલ્લાના 5 તાલુકાના 39 ગામોને લાભ.

• અંદાજિત ખર્ચ : 1000 કરોડ.

ધરોઇ, વાત્રક ,મેશ્વો અને હાથમતી જળાશય આધારિત ઉદવહન સિંચાઈ યોજનાઓ
• વાત્રક જળાશયમાંથી ઉદ્વહન દ્વારા માલપુર, મેઘરજ અને મોડાસા તાલુકાના તળાવો ભરવાની કામગીરી.

• 7 તાલુકાના 182 તળાવોમાં કામગીરી થશે, અંદાજિત કિંમત રૂ700 કરોડ.

• 6150 હેક્ટર વિસ્તારને સિંચાઈ નો લાભ મળશે – કુલ લાભાર્થી 11,000 ખેડૂત.

હયાત અને નવીન પાઈપલાઈન દ્વારા તળાવ જોડાણના કામો
• અંદાજિત કિંમત 625 કરોડ.
• ધાનેરા, દિયોદર અને ચાણસ્મા તાલુકાના 99 તળાવોને ફાયદો થશે.

• 10,000 હેક્ટર વિસ્તારને લાભ–અંદાજીત લાભાર્થી –5000 ખેડૂત

મોઢેરા મોટીદાઉ પાઈપલાઈનને મુક્તેશ્વર - કર્માવત તળાવ સુધી લંબાવવાની કામગીરી

• મહેસાણાના 33 અને બનાસકાંઠા જિલ્લાના 64 ગામોના કુલ 6000 હેક્ટર વિસ્તારને ફાયદો થશે - અંદાજીત લાભાર્થી - 4000 ખેડૂત.

• મુખ્ય પાઈપલાઈનની લંબાઈ 65 કિ.મી,વહન ક્ષમતા 200 ક્યુસેક.

• અંદાજિત ખર્ચ 550 કરોડ.

ખારી રૂપેણ પુષ્પાવતી અને અન્ય નદી પરના મોટા ચેકડેમની કામગીરી

• ખારી નદી પર કુલ 3, પુષ્પાવતી નદી પર કુલ 13, રૂપેણ નદી પર કુલ 18, મેશ્વો નદી પર 12 અને દાતા અને અમીરગઢ તાલુકામાં 10 મોટા ચેકડેમની કામગીરી– કુલ 56 ચેકડેમ.

• કુલ કિંમત – 430 કરોડ

• 5000 હેક્ટર વિસ્તારને ફાયદો થશે – કુલ અંદાજીત લાભાર્થી 9000 ખેડૂત.

બાલારામ નાની સિંચાઈ યોજનાથી મલાણા અને અન્ય ૩૧ ગામના તળાવો ભરવાની યોજના
• કુલ કિંમત – 145 કરોડ.

• 3400 હેક્ટર વિસ્તારને ફાયદો –અંદાજીત લાભાર્થી- 4500 ખેડૂત.

સાંતલપુર તાલુકાના 11 ગામો માટેની પાઈપલાઈન યોજના

• અંદાજીત રકમ 126 કરોડ, 8300 હેક્ટર વિસ્તારને ફાયદો.

• 11 ગામના અંદાજીત 4500 ખેડૂતોને લાભ મળશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.